ઠંડુ પાણી પીવાથી થતું નુકશાન, ફક્ત શરદી કે ઉધરસ જ નહિ પણ બીજી આ મુશ્કેલીઓનું કારણ બને છે “કોલ્ડ વોટર”

38

આમ જુઓ તો ઠંડા પાણીને પૃથ્વીલોકનું “અમૃત” માનવામાં આવે છે. આવું ઠંડુ પાણી પીવાથી અમુક સમય માટે ફક્ત તમારી તરસ જ બુજાતી નથી પણ તે ગરમી અને સખ્ત લૂમાં પણ તમને રાહત અપાવે છે, પરંતુ શું તમને ખબર છે અતિશય ઠંડુ પાણી પીવાથી તમારા આરોગ્યને નુકશાન પણ પહોચાડી શકે છે ?

ઉનાળાની ગરમ ઋતુમાં ગરમીનો પારો 45 ડીગ્રીની આસપાસ આટા મારતો હોય છે. આ વધતી ગરમીમાં ક્યારેક લૂ લાગવાથી અમુક વ્યક્તિ માટે તે જીવલેણ સાબિત થાય છે. આવા સમયે દરેક વ્યક્તિ માટે ઠંડુ પાણી અમૃત સમાન સાબિત થાય છે. કારણ કે તે સમયે આ પાણી પીવાથી ગરમી અને લૂમા પણ રાહત મળે છે. પણ તેની બીજી આડ અસર વિશે તમને ખબર નહિ હોય તો ચાલો અમે તમને સમજાવીએ કે ચિલ્ડ વોટર પીવાથી તમારા આરોગ્યને કેવી રીતે નુકશાન પહોચાડે છે.

૧.) પેટને ખરાબ કરે છે.

ઠંડુ પાણી પીવાથી તમારા પેટને નુકશાન પહોંચે છે. આવું અતિશય ઠંડુ પાણી પીવાથી થતી મુશ્કેલીઓમાં ખાવાનું પચાવવામાં તકલીફ ઉભી થવી, પેટમાં દુ:ખાવો થાય, ગભરામણ થતી હોય તેવું લાગે, પેટમાંથી વિચિત્ર પ્રકારના અવાજ આવવાની સમસ્યા વગેરે થઇ શકે છે. આના કારણે ઠંડા પાણીનું ટેમ્પરેચર બહારના વાતાવરણના ટેમ્પરેચર કરતા અલગ હોવાથી આ પાણી પીધા પછી, આ પાણી પેટમાં ગયા બાદ ઉપરની તકલીફોની ધીમે ધીમે શરૂઆત થાય છે.

૨.) માથામાં દુ:ખાવો થવો.

અતિશય ઠંડુ પાણી પીવાથી માથાના દુ:ખાવાની ફરિયાદ સતત રહે છે. તમે કદાચ “બ્રેઈન ફ્રીઝ” શબ્દ વિશે તો સાંભળ્યું હશે. આ બરફ વાળુ ઠંડુ પાણી પીવાથી કે પછી વધારે પડતો ઠંડો આઈસ્ક્રીમ ખાવાથી થાય છે. આ અતિશય ઠંડુ પાણી પીવાથી સ્પાઈનની એટલે કે કરોડરજ્જુની સેન્સેટીવ નસોને જરૂરિયાત કરતા વધારે ઠંડી કરી નાખે છે. જેની સીધી અસર મગજ પર થાય છે. અને તેથી જ મગજનો દુ:ખાવો થાય છે.

૩.) હૃદયના ધબકારા ધીમા પડે છે.

આપણા શરીરમાં “વેગસ નર્વ” (vagus nerve), નર્વ એટલે ચેતા (ચેતાકોષ) નામની ચેતા આવેલી હોય છે. તેને આપણા શરીરની સૌથી લાંબી કાર્નિવલ ચેતા કે કાર્નિવલ નર્વ પણ કહેવામાં આવે છે. તે આપણી ગર્દન એટલે કે ડોકથી શરૂ કરીને હૃદય, ફેફસા, અને પાચનતંત્ર (ડાયજેસ્ટીવ સીસ્ટમ) ને કંટ્રોલ કરે છે. એટલે જ્યારે પણ તમે ઠંડુ પાણી પીઓ છો ત્યારે તમારા પાચનતંત્ર સાથે સંકળાયેલ આ કાર્નિવલ ચેતા પણ ઠંડી થઈને તમારા હૃદયના ધબકારાને પણ ધીમા કરી નાખે છે. ત્યાં સુધી કે જ્યાં સુધી પીધેલું ઠંડુ પાણી તમારા શરીરના ટેમ્પરેચરને અનુકુળ ન થઇ જાય.

૪.) કબજીયાત થવી.

રૂમ ટેમ્પરેચર એટલે કે રૂમના વાતાવરણની ગરમી કે ઠંડી જેટલા ટેમ્પરેચર સુધીનું પાણી પીવાથી કબજીયાત થવાની ફરિયાદ બહુ ઓછી રહે છે. તેની સામે વધુ ઠંડુ પાણી પીવાથી ઉપર જણાવ્યું તેમ ખાવાનું પચાવવામાં મુશ્કેલી થાય છે. તેથી સોલીડ ખોરાકનું પાચન થવામાં વધારે સમય લાગે છે. અને આમ પાચન ન થવાથી કબજીયાત થવાની પુરેપુરી શક્યતા રહે છે.

૫.) શરીરની સ્થૂળતા વધારે છે.

ઠંડુ પાણી પીવાથી તમારા શરીરમાં જમા થયેલ ફેટ એટલે કે ચરબીને તે પાણી વધારે સખ્ત બનાવે છે. આ કારણથી ચરબીને વપરાવામાં તકલીફ થાય છે. ચરબી સમયસર જરૂરિયાતના પ્રમાણમાં વપરાતી નથી. આથી ચરબી વધવાથી શરીરમાં સ્થૂળતા વધે છે. માટે જો તમે તમારું વજન ઓછું કરવાનું વિચારતા હો તો સૌ પ્રથમ ફ્રીઝનું ઠંડુ પાણી પીવાનું બંધ કરો, આ પાણીને એવોઇડ કરો. આમ કરવાથી તમારા શરીરની સ્થૂળતા પર કાબુ આવશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment