થશે તમને આ ગંભીર બીમારી જો તમે નહિ સુવો 6 કલાકથી વધુ

29

આજકાલ લોકો રાત્રે પૂરી ઊંઘ લેવાની બદલે મોબાઇલ અને ઈંટરનેટ ઉપર લાગી રહેતા હોય છે. જેના કારણે એમની ઊંઘ પૂરી નથી થઇ શકતી અને સવારે ઉઠીને ઓફિસે જાય છે એવામાં ક્યારેક ૪ કલાકની તો ક્યારેક ૫ કલાકની ઊંઘ લે છે, જો તમારી સાથે પણ આવું જ થાય છે તો તમે પણ સચેત થઇ જાવ કેમ કે ૬ કલાકથી ઓછી ઊંઘ લેનાર લોકોને હ્રદય સંબંધી બીમારી થવાનો જોખમ રહે છે.

હાલમાં જ થયેલ શોધથી આ વાતનો ખુલાસો થયો છે જે લોકો રાત્રે ઊંઘ પૂરી કરવાની જગ્યાએ રાત્રે ફોન પર લાગી રહે છે તેઓ ઘણી જોખમકારક બીમારીઓનો શિકાર થઇ શકે છે. આવા લોકોમાં એથિરોસ્ક્લેરોસિસ નામની ખતરનાક બીમારી થવાનો જોખમ વધી જાય છે. આ બીમારીમાં શરીરની નસોમાં પ્લાક જામી જાય છે જેનાથી એ સખ્ત અને સાંકળી થઇ જાય છે અને પછી લોહીનું પરિવહન ઓછું થઇ જાય છે. જે હ્રદય રોગનું સૌથી મોટું કારણ છે.

હ્રદય સંબંધી રોગોનું નિવારણ આપણે સારા ખોરાક, સાચી દવાઓ અને અલગ અલગ પ્રકારની સારવારથી કરી શકીએ છીએ. ડોકટરોનું પણ કહેવું છે કે આ બીમારીથી બચવા માટે સૌથી પહેલા તમારે ઊંઘ પૂરી લેવી જોઈએ અને ભૂલથી પણ પોતાની ઊંઘ સાથે કોઈ સમજોતા ન કરો.

જો ઊંઘ પૂરી નથી થતી તો એનો સીધો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આપણો સ્વભાવ ચિડચિડયો થઇ જાય છે અને આપનું મન કામમાં નથી લાગતું. જેનો સીધો પ્રભાવ તમારા કામ પર પડે છે. જાણકારોનું કહેવું છે કે જો કોઈ કારણે તમારી ઊંઘ પૂરી નથી થઇ શકતી તો તમે વિકેન્ડ પર ઊંઘ પૂરી કરી શકો છો, પરંતુ એ વાતનો ખ્યાલ રાખવો કે તમે જરૂરિયાતથી વધારે ન સુવું. વધારે પડતી ઊંઘ લેવી એટલે કે માથાનો દુઃખાવો અને આળસને આમંત્રણ આપવું.

હમણાંના દિવસોમાં વધારે પડતા યુવાનો સ્લીપિંગ ડીસઓર્ડરનો શિકાર બની રહ્યા છે. આ જ કારણ છે કે એમની અંદર હિંસા અને આક્રોશ વધતો દેખાય છે અને વિચારવાની ક્ષમતા ઓછી થઇ રહી છે. ચિંતાથી બચવા માટે દારૂ અને સિગરેટનો સહારો લઇ રહ્યા છે જે એમના સ્વાસ્થ્ય માટે ખુબજ નુકશાનકારક છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment