Pop stickમાંથી આ રીતે ઘરે બનાવો ફ્લાવર પોટ અને પેન હોલ્ડર…

53
the-pop-stick-flower-pot

ઠંડી હોય કે ગરમી કુલ્ફી ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. કુલ્ફી જોઇને જ અનેક લોકોના મન લલચાઇ જતા હોય છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક લોકો કુલ્ફી, બરફગોળા, શિકંજી, લીંબુ શરબત, સોડા તેમજ બીજા અનેક પ્રકારના કોલ્ડ ડ્રિંક પીવા માટે ઘરની બહાર નિકળતા હોય છે અને રાત્રે ઠંડા પવનની મજા માણતા હોય છે.

જો કે આ ગરમીની સિઝનમાં અનેક લોકો કુલ્ફી ખાવા માટે બહાર તો જતા હોય છે પરંતુ તેની સ્ટિકને ખરાબ સમજીને તેને ફેંકી દેતા હોય છે. આમ, જો તમારું ધ્યાન હશે તો તમને ખ્યાલ આવશે કે, કુલ્ફીની દુકાનની બહાર જેમ તેમ કુલ્ફીની સ્ટિક પડી હશે. જો તમને પણ કુલ્ફીની સ્ટિક ફેંકી દેવાની આદત છે તો તેને આજથી જ સુધારી લેજો કારણકે કુલ્ફીની સ્ટિક ઘરના ડેકોરેટ માટે ખૂબ જ ઉપયોગી છે.

તમને જણાવી દઇએ કે, વેસ્ટ સમજીને ફેંકવામાં આવતી કુલ્ફી સ્ટિકનો તમે ક્રાફ્ટ વર્ક તરીકે ઉપયોગ કરી શકો છો. ઉનાળાના આ વેકેશનમાં તમે તમારા બાળકોને આ સ્ટિકની મદદથી અનેક પ્રકારના ક્રાફ્ટ બનાવતા શીખવાડી શકો છો. જો તમે તમારા બાળકને આ પ્રકારની એક્ટિવીટિ કરાવો છો તો તમારા બાળકની ધીરજ વધે છે અને તેને કલાકોના કલાકો સુધી એક જગ્યા પર બેસી રહેવાની આદત પણ પડે છે. આમ, આ પ્રકારના ક્રાફટનો સૌથી મોટો ફાયદો બાળકોને એ થાય છે કે, આ પ્રકારની એક્ટિવીટિથી તમારા બાળકની યાદશક્તિમાં વધારો થાય છે. તો જાણી લો તમે પણ આજે કુલ્ફી સ્ટિકમાંથી કેવી રીતે બનાવશો અલગ-અલગ પ્રકારના ક્રાફ્ટ્સ…

જરૂરી સામાન

-કલર કરેલી પોપ સ્ટિક
-ખાલી ગ્લાસ અથવા ખાલી ટિન
-રિબન
-ચોંટાડવા માટે ગુંદર
-ફ્લાવર તેમજ સજાવટનો સામાન

બનાવવાની રીત

-સૌ પ્રથમ એક ગ્લાસ અને કલર ફૂલ સ્ટિક લો
-ત્યારબાદ આ કલર ફૂલ સ્ટિકને ગ્લાસની આસપાસ ગુંદરની મદદથી ચોંટાડી દો.
-ત્યારબાદ આ ગ્લાસને એક કલાક માટે સુકાવા દો. ધ્યાન રહે કે, જ્યારે સ્ટિક બરાબર ચોંટી જાય પછી જગ્લાસને હાથમાં પકડવો નહિંતો સ્ટિક ઉખડી જશે અને દેખાવમાં એકદમ ખરાબ લાગશે.
-જ્યારે આ ગ્લાસ પર સ્ટિક એકદમ બરાબર સુકાઇ જાય ત્યારે રિબનથી બો બનાવીલો. જો તમે ઇચ્છો તો રિબનની મદદથી અલગ-અલગ પ્રકારની ડિઝાઇન પણ બનાવી શકો છો.
-આમ તમે આની પર મોતી, આર્ટિફિશિયલ ફૂલો તેમજ બીજા કોઇ પણ પ્રકારનો સામાન પણ તમે તેના પર લગાવી શકો છો.

આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન

-કુલ્ફીની સ્ટિક જ્યારે તમે ઉપયોગમાં લો ત્યારે તેને ધોઇને ઉપયોગમાં લેજો જેથી કરીને તેની પર ચિકાશ ના રહે અને ગુંદરથી આસાનાથી ચોંટી જાય.
-કુલ્ફીની સ્ટિકને જો તમે વધારે ડેકોરેટ કરવા ઇચ્છતા હોવ તો તમે તેની પર કલર પણ કરી શકો છો.
-બજારમાંથી સરળતાથી અલગ-અલગ પ્રકારની રિબન મળે છે જેનો ઉપયોગ પણ તમે ડેકોરેટ કરવા માટે કરી શકો છો.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment