પ્રણયનો ત્રીજો ખુણો – વાંચવા જેવી પ્રણય કથા !

95
The third part of the affair

કાચનો ગ્લાસ હાથમાંથી પડીને ફુટી ગયો. નીચે બધુ પાણી પાણી થઇ ગયુ.

“અરે આ શુ થયુ , કામિની?” તેના મમ્મી સોફા પરથી ઉઠીને આવ્યા અને કામિનીનો હાથ પકડ્યો. તેની બહેન અને તેને જોવા આવનાર બનેવી સુશાંત પણ ઉભો થઇ ગયો.

“એવરીથિંગ ઇઝ ઓલરાઇટ?” “હા” તે દોડીને પોતાના રૂમમાં જતી રહી. આજે તેની નાની બહેન પ્રિયાને જોવા માટે સુશાંત આવ્યો હતો. સુશાંતના માતા પિતા દિલ્લી રહેતા હતા. તે કંપનીમાં જોબ માટે ગુજરાત રહેતો હતો. પ્રિયાની ઓફિસની બાજુમાં જ તેની ઓફિસ હતી. આથી બંન્ને ઘણીવાર બસ સ્ટોપ પર મળતા અને આ મુલાકાતથી પરિચય થયો અને તેમાંથી બંન્ને મિત્ર બની ગયા હતા.

મિત્રતામાંથી પ્રેમ પરિણ્યમો આજે તેના લવમાંથી અરેન્જ મેરેજ ગોઠવાઇ રહ્યા હતા. દરવાજો નોક થયો એટલે કામિની ઉઠીને દરવાજો ખોલવા ગઇ. તેના મમ્મી સુશીલાબહેન હતા,

“બેટા, એકવાર ફરીથી વિચારી લે. તુ બરોબર કરે છે ને? “હા મમ્મી મે વિચારી લીધુ છે. હવે હુ મારો ફેંસલો બદલવાની નથી.”

“તો વળી આજે શુ થયુ?” “કંઇ નહિ જસ્ટ એક્સિડન્ટ્સ હતો. તુ હવે બધી ચિંતા ન આપણે પ્રિયાના લગ્ન ધામ ધુમથી કરવાના છે. હજુ કેટલી બધી તૈયારીઓ કરવાની બાકી છે.

કામિની અને પ્રિયા, દુર્ગેશભાઇ અને સુશીલાબહેન થોભાણીની લાડકી દીકરીઓ હતી. દુર્ગેશભાઇ હાઇસ્કુલમાં અંગ્રેજી વિષયના શિક્ષક હતા. શિક્ષકની કેળવણીની અસર તેના ઘરમાં પણ વર્તાતી હતી. આથી બાળપણથી કામિની અને પ્રિયામાં શિસ્ત અને સંસ્કારની ઉંડી અસર પડી હતી.

બારમાં ધોરણ બાદ ઉચ્ચ અભ્યાસ માટે કામિની જુનાગઢ ગઇ હતી અને ત્યાર બાદ બે જ વર્ષમાં સિવિયર એટેકમાં તેના પિતાજી દુર્ગેશભાઇનુ અવસાન થઇ ગયુ. પ્રિયા મમ્મીની પાસે રહીને અભ્યાસ કરતી હતી જયારે કામિની ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગઇ હતી. જેની સ્કોરલરશીપ તેને એક ખાનગી કંપની તરફથી મળી હતી. તે પાંચ વર્ષ લંડન અભ્યાસ કરીને ઇન્ડિયા પરત આવી હતી અને થોડા સમય બાદ તેણે પોતાના પરિવારને જણાવ્યુ કે તે આજીવન લગ્ન કરવા માંગતી નથી અને તેની માતા પાસે રહીને તેની સેવા કરશે અને સાથે જોબ પણ કરશે. ઇન્ડિયામાં તેને ખુબ જ સારા પગારની જોબ મળી ચુકી હતી. પ્રિયાના લગ્નની તૈયારીમાં તે ખુબ જ બેચેન હતી. પરંતુ તે મક્કમ રહીને તેના નિર્ણયને વળગી રહેવા માંગતી હતી.

લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. એક દિવસ કામિની માટે લંડનથી એક કુરિયર આવ્યુ. તે પોતાની ઓફિસે હતી. આથી તેની મમ્મી સુશીલા બહેને કુરિયર લીધુ ખુબ જ મોટુ કવર હતુ. જેની ઉપર કોમ્ફિડિશયલ એવુ લખેલુ હતુ અને કવર કામિનીના નામ પર હતુ.

કામિની જયારથી લંડનથી આવી ત્યારથી ખુબ જ બદલાયેલ લાગતી હતી. નાનપણથી જ ખુબ જ ચંચળ અને તોફાની કામિની સાવ ગંભીર અને ઉદાસ બની ગઇ હતી. તેની ઉંમર કરતા તે ખુબ જ વધારે ગંભીર દેખાતી હતી. માતાની નજરે કામિનીના સ્વભાવમાં આવેલો બદલાવ કયારનો નોંધી લીધો હતો. પરંતુ કામિનીને પુછતા તે કોઇ પણ વાતનો વ્યવસ્થિત જવાબ આપતી ન હતી. આથી તેના મમ્મી તેને હવે કાંઇ પુછતા ન હતા.

આ કવર જોઇ સુશીલાબહેનની જીજ્ઞાસા સળવળી ઉઠી. તેને કવર ખોલવાનો વિચાર કર્યો. આવી રીતે કોઇનુ કોંફિંડ્શીલ કવર ખોલવુ તે સારી બાબત ન હતી. પરંતુ કામિની તેમની દીકરી હતી અને દીકરીની માનસિક સ્થિતિ જાણવા માટે કોઇ વાત અયોગ્ય ન હતી. સુશીલાબહેને કવર ખોલી લીધુ. તેમાં એક લેટર હતો જેનુ શીર્ષક હતુ “ધ લાસ્ટ લેટર ઓફ માય લાઇફ” સુશીલાબહેન ખુબ જ સારુ અંગ્રેજી જાણતા હતા. આથી તે આખો લેટર વાંચી ગયા. તેના શરીર પર કંપારી ફરી વળી. તે બધુ સમજી ગયા. સાંજે કામિની આવે ત્યારે તેની સાથે ચર્ચા કરવાનુય નક્કી કરી લીધુ. હવે તેને એક સાથે બે લગ્નની તૈયારીઓ કરવાની હતી. તે ફટાફટ તૈયારીમાં લાગી ગયા.

“મોમ, પ્લીઝ ડોંટ આસ્ક મી અગેઇન” સુશીલાબહેને મૃગેશ વિષે પુછતા કામિનીએ કહ્યુ. “બેટા, તારી મમ્મીને તુ કાંઇ નહી જણાવે? હવે શું અમે પરાયા થઇ ગયા.” “મોમ, આવી બધી સેન્ટીમેન્ટલ વાતો છોડી દે. મૃગેશ ઇઝ જસ્ટ માય કલાસમેટ એન્ડ ફ્રેન્ડ.” “જ્સ્ટ ફ્રેન્ડ તો આ બધુ શુ છે? સુશીલાબહેને તેને લેટર બતાવતા કામિની પલંગ પર ફસડાઇ પડી.

“દીકરા, સોરી મે તારો લેટર વાંચવાની ભુલ કરી છે પરંતુ એક દીકરીની માનસિક હાલત સમજવા માટે મને જે યોગ્ય લાગ્યુ તે પગલુ ભર્યુ. મને માફ કરી દે જે દીકરા.” “મમ્મી, માફી તો મારે માંગવી જોઇએ. મે તમારો વિશ્વાસ તોડયો અને તમારાથી બધુ છુપાવ્યુ.” “તો બેટા આજે બધુ કહી દે અને તારુ દિલ હળવુ કરી નાખ.”

“માં, હુ લંડન કોલેજમાં અભ્યાસ કરવા ગઇ ત્યારે મારી મુલાકાત મૃગેશ સાથે થઇ હતી. મૃગેશ ખુબ જ વાચાળ, રમુજી અને મજાકિયો હતો. અમારા વચ્ચે ખુબ જ અંડર સ્ટેંડિગ હતી. અમે બંનેને એકબીજા સાથે ખુબ જ બનતુ હતુ. અમે બંને અભ્યાસમાં અને પ્રોજેક્ટસમાં બધે સાથે રહેતા હતા. બીજી તરફ હુ ખર્ચાને પહોંચી વળવા માટે પાર્ટ ટાઇમ જોબ કરતી હતી. લંડનમાં કંપનીમાં જોબ મારા માટે ખુબ જ ટફ હતી. એક તો એજ્યુકેશનનુ પ્રેશર અને જોબ ખુબ જ અઘરુ પડતુ હતુ. જોબમાં મને એક ઇન્ડિનય મળી ગયો. વિરાટ, તે ગુજરાતી ન હતો. તે કેરેલિયન હતો પરંતુ ઇન્ડિયન હોવાને કારણે અમે મિત્ર બની ગયા. તે ખુબ જ સરળ, મહેનતુ અને સ્ત્રીઓને માન આપનાર હતો.

મૃગેશથી વિરાટનો સ્વભાવ સાવ અલગ હતો. પરંતુ તે હમેંશા મારી મદદ કરતો. એક ઇન્ડિયન ગર્લ હોવાના કારણે તે હમેંશા મારો ખ્યાલ રાખતો. અમે થોડા સમયમાં ખુબ જ ક્લોસ ફ્ર્રેન્ડ બની ગયા. લંડનના ફ્રી વાતાવરણમાં પણ મારી મૃગેશ અને વિરાટ સાથે પવિત્ર મિત્રતા હતી. આખો દિવસ એજ્યુકેશન અને જોબના ટેન્શન વચ્ચે મેં તેઓ બંન્ને સાથે મિત્રતાથી વધારે કાંઇ પણ વિચાર્યુ ન હતી. પરંતુ ધીરે ધીરે તે બંન્ને મને મનોમન પ્રેમ કરવા લાગ્યા. તે મિત્રતાથી વધારે મારો ખ્યાલ રાખતા પરંતુ મને તેનો કોઇ ખ્યાલ આવ્યો નહી. હુ મારી જવાબદારીમાંથી કયારેય ઉચી આવતી જ ન હતી. મારા ડ્રીમ ખુબ જ ઉંચા હતા. મારે લાઇફમાં ખુબ આગળ આવવુ હતુ ત્યારે પ્રેમ એ મારા માટે એક અડચણ હતી. આથી હમેંશા તેને ઇગ્નોર કરતી હતી.

મૃગેશને એક દિવસ વિરાટ વિષે ખબર પડી ગઇ. આથી તેને લાગ્યુ કે હુ વિરાટને ચાહુ છુ એટલે તેના પ્રેમ તરફ લક્ષ ન આપતી હતી. આથી તે મારી ખુશી ખાતર મારાથી દુર રહેવા લાગ્યો. મને તેનુ વર્તન અજીબ લાગતુ હતુ. મે તેને પુછવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કોઇ જવાબ આપતો નહીં. તેના માટે મારાથી દુર રહેવુ અસહ્ય હતુ. મને પણ તેની દુરી કઠતી હતી. તેની એક આદત બની ચુકી હતી. તેના વિના બધુ ખાલી ખાલી લાગતુ હતુ. હુ મારા દિલની અવાજ સમજી શકતી ન હતી.

અમારી કંપનીના રિર્સચ વર્ક માટે થોડા મહિના માટે વિરાટને પણ બહાર જવુ પડ્યુ. વિરાટ અને મૃગેશ વિના મારી હાલત ખુબ જ ખરાબ બની ગઇ. શુ હુ બંને ને પ્રેમ કરતી હતી કે લંડન, જે વતન હજારો કિલોમીટર દુર પોતાના લોકોથી દુર ભારતીય તરફનો મારો લગાવ હતો. હુ કાંઇ સમજી શકતી ન હતી. હુ મારા મનની હાલત સમજી શકતી ન હતી. વિરાટ અને મૃગેશ બંને ની હાલત પણ આવી જ હતી.

થોડા દિવસ આમ જ વિતી ગયા. ત્યારબાદ એક દિવસ મને ન્યુઝ મળ્યા કે મૃગેશે એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હુ દોડીને તેને મળવા ગઇ. “પાગલ, આ શું છે?”

“હા, મિની (તે મને મિની બોલાવતો હતો) હુ પાગલ જ છુ.” “યાર, આઇ ક્નો બટ સિરિયસ યાર કેમ આવુ કર્યુ?” મારી આંખમાં ન જાને કયાંથી આંસુ આવી ગયા.

“આઇ લવ યુ ડેમ ઇટ આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ” મારે શુ કહેવુ તેની કોઇ સમજ પડતી ન હતી. હુ તેને કાંઇ જવાબ ન આપી શકી. બીજી બાજુ વિરાટની હાલત પણ ખુબ જ ખરાબ હતી. મને બંને પસંદ હતા. હુ કોઇ ફેંસલો લઇ શકતી નથી મોમ એટલે હુ બધુ છોડીને આવી ગઇ. “વિરાટ કયાં છે? મૃગેશની હાલત કેવી છે? બંન્નેને એવી હાલતમાં તુ કેમ છોડીને આવી ગઇ?”

“મોમ, તો હુ શુ કરુ? મે બધા સાથે સંબંધ તોડી નાખ્યા છે. કોણ ક્યાં છે? તેની મને કાંઇ ખબર નથી.”
“બેટા, બટ હવે શું થશે? મૃગેશ વેઇટ કરે છે તારા માટે. તે જીવ આપી દેશે બેટા. તારે કોઇ ફેંસલો તો લેવો જ જોઇએ.” “મોમ હુ શુ કરુ?” “કાંઇ નહિ. તુ બંન્નેને પ્રિયાના લગ્ન સમારંભમાં બોલાવ. પછી આપણે નિર્ણય લઇશુ.
કામિનીને કાંઇ સમજ પડતી ન હતી એટલે તેને મૃગેશને પ્રિયાના લગ્ન સમારંભમાં ઇન્વાઇટ કરી દીધો.

“મૃગેશ આઇ એમ સોરી હુ તને કાંઇ પણ જણાવ્યા વિના તને એ હાલતમાં છોડીને આવી ગઇ.” પ્રિયાના લગ્ન બાદ શાંતિથી મૃગેશ અને કામિની મળ્યા ત્યારે કામિનીએ તેને કહ્યુ. “મિની, તે જરા પણ મારા વિશે કાંઇ પણ ન વિચાર્યુ નહીં.” “મૃગેશ………………….” “ઓ.કે. યાર હુ તારી વાત સમજી શકુ છુ. મને વિરાટ વિશે પણ ખબર પડી અને તેને હુ મળ્યો હતો. વિરાટે આપણા બંન્ને માટે કુરબાની આપી. તે હમેંશ માટે આપણાથી દુર અમેરિકા જતો રહ્યો છે. હવે તુ મારો સાથ આપીશ.” “મૃગેશ……………….”

“કામિની બેટા, હવે વધારે વિચાર ન કરવો જોઇએ. જે બનવાનુ હતુ તે બની ગયુ. હવે ભલાઇ પરિસ્થિતિ સ્વીકારી લેવામાં જ છે. જીંદગીના જે થોડા પળો મૃગેશ માટે બચ્યા છે તેમાં તારો સાથ આપી દે.”

“મૃગેશ આવુ બધુ કરતા પહેલા એકવાર મને કહેવુ તો જોઇએ ને.” “કામિની મે ઘણો પ્રયાસ કર્યો પરંતુ તારો કોઇ કોન્ટેક ન મળ્યો. તે નંબર પણ બદલાવી લીધા હતા. તારુ સરનામુ ત્યારે મારી પાસે ન હતુ અને આવેશમાં આવીને મેં મારા શરીરને ગંભીર નુકશાન પહોંચાડી દીધુ જેના કારણે હવે બહુ ઓછી જીંદગી મારી પાસે બચી છે.”

“સોરી યાર બટ હુ તેને પ્રેમથી ભરી દઇશ.” કામિનીએ મૃગેશને વળગી પડતા કહ્યુ.

લેખક : ભાવીષા ગોકાણી

આપ સૌ ને આ લવ સ્ટોરી કેવી લાગી અચૂક જણાવજો !

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment