એશિયાની સુંદર સાત જગ્યાઓ જેમાં સામેલ છે આપણા દેશની બે જગ્યાઓ, જીવનમાં એકવાર મુલાકાત લેવી જ જોઈએ…

1052
there-are-two-places-in-india-in-seven-beautiful-asian-destinations

મુસાફરી એક વ્યસ્ત સપ્તાહ પછી તેમજ કંટાળાજનક વર્ક શેડ્યૂલ પછી અને કોઈની પણ સાથે ભલે એ તમારો જૂનામાં જુનો મિત્ર હોય કે ઓફિસનો નવો બનેલો મિત્ર હોય કે પછી આપણી પોતાની સોલો ટ્રીપ હોય, મજા તો ભરપુર આવશે.
પરંતુ તમે ક્યારેય કલ્પના કરી છે કે તમે એક એવી જગ્યાએ જઈ રહ્યા છો જેની તમારી જોડે કઈ માહિતી જ નથી! એ જગ્યાનું નામ પેહલા ક્યારેય સાંભળ્યું જ નથી !

સાંભળતા જ આટલો બધો રોમાંચ મળે છે તો ખરેખર કેવી મજા આવશે….બસ, તો આજે અમે એશિયાના એવા ૭ સ્થળો ની વાત કરતી રહ્યા છીએ જેનુ નામ તમે કદાચ સાંભળ્યું પણ નહિ હોય.

જો તમે કોઈ ટ્રીપ પ્લાન કરી રહ્યા હોવ તો આ વાંચીને તમે તમારો પ્લાનબદલી જ નાખશો .

1. ચૉકલેટ હિલ્સ, ફિલિપાઇન્સ

ચૉકલેટ હીલ્સ ફિલિપાઇન્સના સોવેરીન ટાપુના દેશોમાં બોહોલ પ્રાંતમાં આવેલી એક ભૌગોલિક રચના છે. આ કુદરતી અજાયબીમાં 1268-1776 જેટલી ટેકરીઓ, જેને કારણે તે પ્રસિદ્ધ પ્રવાસી આકર્ષણ છે. આ ટેકરીઓ, બોહોલની 6 નગર પાલિકાઓમાં ફેલાયેલી છે, એટલે કે બેટુઆન, સાગબાયન, કાર્મેન, વેલેન્સિયા, બિલર અને સિએરા બુલૉન્સ. તમે ફ્લાઇટ અથવા ફેરી દ્વારા બોહોલ સુધી પહોંચી શકો છો.

2. કામચાટકા, રશિયા

કામચાત્કા રશિયામાં આવેલા સૌથી સુંદર આકર્ષણોમાંનુ એક છે. 1,250 કિલોમીટરનો લાંબો દ્વીપકલ્પ એક ભૌગોલિક અજાયબી છે, અને તેમાં અનેક જ્વાળામુખી, ગરમ ઝરણા, ગિઝર્સ અને તેજાબી સરોવરો છે. આ પ્રદેશ આર્ક્ટિક વન્યજીવ, માછલી, રમત પ્રાણીઓ અને વિશાળ દરિયાઇ જીવનની વિવિધ પ્રજાતિઓનું ઘરપણ છે. કામચાત્કા એ સાહસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટેનું એક પ્રિય સ્થળ છે.

3. લેપ્ચાજઘાટ, પશ્ચિમ બંગાળ

લેપચાજઘાટ એ એક નાનું ગામ છે જે 6,956 ફીટની ઊંચાઇએ આવેલું છે અને દાર્જિલિંગથી 19 કિલોમીટર દૂર છે. ગ્રામ્ય સમુદાયએ લેપ્ચા આદિજાતિ પરથી તેનું નામ રાખ્યું છે, જે તે જગ્યાના મૂળ છે. લેપ્ચાજઘાટ પણ વન્ય વિસ્તારથી ભરપુર છે અને પ્રકૃતિના શાંત ઢાંચામાં રહેવાની ઇચ્છા ધરાવતા લોકો માટે તે જન્નત છે.

તે સિવાય, આ પ્રદેશમાં કંચનજંગા પર્વત (વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો પર્વત)નો એક અનોખો દ્રશ્ય દેખાય છે. લેપ્ચાજઘાટ ના રસ્તા દાર્જિલિંગ અને સિલીગુડીસાથે સારી રીતે જોડાયેલા છે. આ ગામ સુધી પહોંચવા માટે ગાડી અથવા બસ દ્વારા મુસાફરી કરી શકાય છે.

4. બોકોર હીલ સ્ટેશન, કંબોડિયા

બોકોર હિલ સ્ટેશન કંબોડિયામાં કેમ્પોટ પ્રાંત નજીક આવેલી એક ટાઉનશિપ છે, અને તે ફ્રેન્ચ સંસ્થાનવાદી શૈલીની ઇમારતોનું સંગ્રહાલય છે. આ નગર તેના અસ્વાભાવિક વક્રોક્તિ માટે જાણીતું છે, અને ઘણા વર્ષો પછી તેનું પુનઃવિકાસ પણ થઈ રહ્યું છે. રસ્તા પરથી પણ તેનું આકર્ષણ માણી શકાય છે પણ સ્થાનિક પરિવહન વિકલ્પો જેમ કે સ્કૂટર અથવા ટેક્સીઓ દ્વારા તે નજીકથી માણી શકાય છે.

5. નીતોઈ, કિપારિર, નાગાલેન્ડ

નીતોઈ નાગાલેન્ડ રાજ્યમાં કીફાયર જિલ્લામાં આવેલું એક નાનું ગામ છે. આ સુંદર ગામ સુંદર પર્વતો અને ટેરેસ વનસ્પતિના આકર્ષક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરે છે, અને પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરોમાં એક પ્રિય સ્થળ છે. દૂરનું તેમજ નાનકડું ટાઉનશીપ હોવા છતાં, નીતોઈજવાના રસ્તા ખુબ જ સુલભ છે, જે નાગાલેન્ડની રાજધાની શહેર કોહિમાથી 10 કલાક દૂર છે.

6. ખુવ્સ્ગુલ તળાવ, મંગોલિયા

ખોવ્સોગોલ્દાલાઈ અથવા ખુવ્સ્ગુલ તળાવ કદ પ્રમાણે સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે અને ક્ષેત્ર પ્રમાણે મંગોલિયાનુ બીજા ક્રમનું સૌથી મોટું તળાવ છે. તે વિશ્વમાંના 17 પ્રાચીન તળાવો પૈકીનું એક છે, અને અંદાજે 2 મિલિયન વર્ષ જૂનો છે. 1,645 મીટરની ઉંચાઇએ આવેલું, ખુવ્સ્ગુલ એક નૈસર્ગિક તળાવ છે, અને મોંગોલિયામાં પીવાના પાણીના મુખ્ય સ્રોતોમાંથી એક છે.

7. હા ગામ, અરુણાચલ પ્રદેશ

હા એ આદિવાસી ગામ છે જે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં કુરુંગ કુમે જિલ્લાના લોંગડીંગ કોલિંગ (પીપ્સોરેંગ) નગરમાં આવેલું છે. 289 લોકોની વસ્તી સાથે, હા ભારતના સૌથી નાના ગામો પૈકી એક ગણવામાં આવે છે, અને તે 58 પરિવારોનું ઘર છે. હા નુ અદભૂત કુદરતી સૌંદર્ય તે સ્થળે પહોંચવા માટે કરેલા ખર્ચા તેમજપ્રયત્નોની સામે મૂલ્યવાન છે. આ ઉપરાંત, મુસાફરો પ્રાચીન મેન્ગા ગુફાઓ જેવા નજીકના આકર્ષણો પણ જોઈ શકે છે. હા, OLD ZIRO (ઓલ્ડ ઝીરો) થઈને પહોંચી શકાય છે, જે ત્યાંની જાણીતી ટાઉનશિપ છે.

લેખન સંકલન : યશ મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment