મહાભારતના આ પાંચ ઉપદેશો ખુબ જ મહત્ત્વના છે

86
These five teachings of Mahabharata are very important

જીવનમાં ઘણી બધી વાર એવી પરિસ્થિતિઓ ઉભી થાય છે જ્યારે આપણને ખબર નથી હોતી કે શું સાચું છે અને શું ખોટું છે. આપણને તેવા સમયે માર્ગદર્શનની જરૂર પડે છે કે જેના દ્વારા આપણને ખાતરી થાય કે આપણે જે નિર્ણય લઈ રહ્યા છીએ તે સાચો છે. આવા સમયે આપણા મગજમાં પ્રામાણિકતા રહેલી હોવી જોઈએ.

માટે, આ વખતે અમે અમારા વાંચકો માટે મહાભારતના એવા પાંચ મહત્ત્વના ઉપદેશો લઈને આવ્યા છે. તે જાણવાથી માત્ર તમારું જ્ઞાન જ નહીં વધે પણ તેનાથી તમે તમારી સમસ્યાઓનો સામનો પણ સારી રીતે કરી શકશો. જ્યારે ક્યારેય તમે મુંઝવણમાં મુકાશો ત્યારે આ બાબતો તમને હંમેશા મદદ કરશે. તો ચાલો જાણીએ આ મહત્ત્વની બાબતો વિષે.

માણસનું નિર્માણ તેની માન્યતા-શ્રદ્ધા પર થાય છે.

આ કંઈ કોઈ નવી કહેવત નથી. આપણે અસંખ્યવાર આ વાંચ્યું છે અને સાંભળ્યું છે. તેમ છતાં આપણે તેને માનવાનું ભુલી જઈએ છીએ. મહાભારતનો આ એક ખુબ જ મહત્ત્વનો ઉપદેશ છે. આ બધું જ એ શ્રદ્ધા પર આધારીત છે કે શ્રી ક્રિષ્નના પિતા કંશ દ્વારા કારાવાસમાં કેદ કરવામાં આવ્યા હતા છતાં તેઓ ભારે વરસાદમાં અનેક મુશ્કેલીઓ છતાં તેમને ગોકુળ લઈ જવામાં સફળ થયા હતા. આ બધું એટલા માટે કારણ કે તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. માટે માણસે પોતાના પર તેમજ પોતાની શ્રદ્ધા પર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ.

પરિણામનો વિચાર ન કરવો જોઈએ

ગીતામાં જણાવવામાં આવ્યું છે કે માણસે ક્યારેય પોતાના કૃત્યોના ફળની ઇચ્છા ન કરવી જોઈએ. કૃત્ય પર એકાગ્ર થવાની જગ્યાએ જો તમે પરિણામ પર એકાગ્ર થશો તો તમારો દેખાવ નબળો રહેશે અને આવી વહેંચાયેલી એકાગ્રતાના કારણે તમે ઇચ્છીત ફળ નહીં મેળવી શકો અને તેના કારણે તમે નિરાશ થશો. મોટે ભાગે ઇચ્છીત ફળ મેળવ્યા બાદ મનુષ્યમાં અભિમાનની ભાવના પેદા થાય છે અને તેના કારણે તે અધોગતિ તરફ પ્રયાણ કરે છે.

પરિવર્તન જ કાયમી છે

ભ્રહ્માંડમાં કશું જ કાયમી નથી. શ્રી ક્રિષ્નએ ભાગવતમાં જણાવ્યું છે કે પરિવર્તન એ કૂદરતનો નિયમ છે. શ્રીક્રીષ્નને પણ મનુષ્યની જેમ જ પોતાના જીવનમાં ઘણાબધા ઉતારચડાવ જોવા પડ્યા હતા. પોતાના માતાપિતાથી દૂર રહી અન્ય માતાપિતાનો ઉછેર મેળવો, તેમનું જીવન ગોકુળ અને વૃંદાવનમાં સુખમય રીતે પસાર થતું હતું પણ તેમણે પોતાની ફરજ નિભાવવા માટે તેને છોડવું પડ્યું. સાથે સાથે તેઓ રાધાના પ્રેમમાં હતાં તેમ છતાં તેમણે રુકમણી સાથે લગ્ન કરવા પડ્યા. આટલા બધા ઉતારચડાવ છતાં તેમણે પોતાના જીવનને ખુબ જ સારી દોરવણી આપી હતી. આવું જ પાંડવો સાથે થયું હતું. એક સમયે તેઓ રાજમહેલોના રાજકુમાર હતા તો એક સમયે તેમને જંગલમાં રખડવું પડ્યું હતું અને પોતાની ઓળખને પણ છુપાવીને રાખવી પડી હતી. શા માટે ? ધર્મ નિભાવવા માટે.

જે થાય છે તે સારા માટે થાય છે

ભગવાન શ્રીક્રિષ્નને જન્મ બાદ તરત જ પોતાના માતાપિતાને છોડવા પડ્યા હતા, પણ જો તેમ ન થાત તો તેઓ કંસના પ્રકોપથી બચી શક્યા હોત ? તેમણે ગોકુળ અને પોતાના મિત્રોને છોડવા પડ્યા જેથી કરીને તેઓ કંસ નામના દૂષ્ટનો સંહાર કરી શકે. દ્રૌપદિ પર કૌરવોએ પ્રહાર કર્યો, માટે જ તો પાંડવોના મનમાં ધર્મને સ્થાપવાની લાગણી ઉત્પન્ન થઈ. અને જ્યારે દ્રૌપદિનું ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે શ્રીક્રીષ્નએ તેમના ચીર પૂર્યા હતા કારણ કે તેને શ્રીક્રિષ્ન પર પૂર્ણ શ્રદ્ધા હતી. જ્યારે દ્રૌપતિએ શ્રીક્રષ્નને પ્રશ્ન પુછ્યો કે શું આ તેના આગલા જન્મના ખરાબ કૃત્યનું પરિણામ છે ? ત્યારે શ્રીક્રીષ્નએ તેણીને જણાવ્યું હતું કે દુષ્કૃત્યનો ભોગ બનનાર નહીં પણ દુષ્કૃત્ય કરનાર વ્યક્તિના આગલા જન્મના પાપો તેમને આ જન્મમાં આવું કરવા પ્રેરતા હોય છે અને માટે જ તેને વર્તમાન જીવનમાં પાપી બનવું પડે છે. માટે જે કંઈ પણ થાય છે તે સારા માટે થાય છે તે કારણને કદાચ ત્યારે આપણે માન્ય ન કરીએ પણ લાંબાગાળે તે જ યોગ્ય હોય છે.

ધર્મ એ જ સાચી ફરજ છે

મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ જ્યારે શ્રીક્રીષ્ન ગાંધારી સમક્ષ તેણીને આશ્વાસન આપવા જાય છે ત્યારે તેણી શ્રીક્રીષ્નને શ્રાપ આપે છે તેણીનું કૂળ જે રીતે નાશ પામ્યું છે તેવી જ રીતે શ્રીક્રીષ્નનું કુળ પણ નાશ પામશે. તેણીએ આ શ્રાપ એટલા માટે આપ્યો કારણ કે તેણીને એવું લાગતું હતું કે શ્રીક્રીષ્ન આ યુદ્ધને અટકાવી શક્યા હોત પણ તેમણે તેમ ન કર્યું. તેણીની વાત સાચી છે. પણ શ્રીક્રીષ્નએ તેમ ન કર્યું કારણ કે તેમનો ઉદ્દેશ તેથી પણ ઉંચો હતો. તેમનો ઉદ્ધેશ અધર્મ પર ધર્મની સ્થાપના કરવાનો હતો. તેમને ખબર હતી કે આવનારી પેઢી તેમજ નિર્દોશોના ભલા માટે ગાંધારીના સો પુત્રો અને અન્યોને બલીદાન આપવું પડશે. તેમણે અર્જુનને તેના પોતાના જ સગાઓને મારી નાખવાનું કહ્યું હતું કારણ કે તેમને ધર્મની સ્થાપના કરવી હતી. આ પાઠ મહત્ત્વનો હતો અને તે જ સંપૂર્ણ મહાભારતનું તારણ છે. દરેક વ્યક્તિનું વાસ્તવિક લક્ષ ધર્મ અને સત્ય હોવા જોઈએ.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment