લાખોનો પગાર છોડી આ બહાદુર છોકરીએ કર્યું આ કામ !

67

બિહારના નાનકડા શહેરની વતની ગરિમા વિશાલે મણિપાલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ પૂરું કર્યું. આ છોકરીને ભારતની ટોચની મેનેજમેન્ટ સંસ્થા IIMમાં અભ્યાસ કરવાની ખુબ ઈચ્છા હતી. સખત પુરુષાર્થના સથવારે એણે પ્રવેશ પરીક્ષા પાસ કરી અને આઇઆઇએમ લખનઉમાંથી એમબીએ પણ પૂરું કર્યું.

IIMમાંથી MBA કરનારા તેજસ્વી વિદ્યાર્થીને લાખોના પગારવાળી નોકરી સરળતાથી મળી જાય એ સ્વાભાવિક છે. ગરિમાને પણ ઇન્ફોસિસમાં નોકરી મળી ગઈ અને ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે એને પોસ્ટિંગ મળ્યું. ભુવનેશ્વરમાં કામ કરતી વખતે બાજુના વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ગરિમા રોજ જોતી. એકદિવસ ગરિમા આ બાળકોને મળવા માટે પહોંચી ગઈ. ગુજરાતમાંથી જ મજૂરીકામ માટે ઓરિસ્સા આવેલા મજૂરોના બાળકો હતા.

ગરીમાએ બાળકોના માતાપિતાને અભ્યાસનું મહત્વ સમજાવ્યું અને બાળકોને શાળાએ મોકલવાની વાત કરી. ગુજરાતના આ બાળકોને ઉડિયા ભાષા આવડતી નહોતી એટલે સરકારી શાળામાં ઉડિયા માધ્યમમાં ભણવું શક્ય નહોતું. ભાંગ્યું તૂટ્યું હિંદી આવડતું હતું.

ગરીમાએ આ બાળકોના અભ્યાસ માટે એક સંકલ્પ કર્યો. ઓફિસે જતા પહેલા અને ઓફિસેથી પરત આવીને એ બાળકોને ભણાવવા લાગી. ભાષાનો પ્રોબ્લેમ હતો પણ ગરીમાંની ધગશ અને બાળકો તથા માબાપના સહયોગથી શિક્ષણયજ્ઞ ચાલુ થયો. લાખનો પગાર મેળવતી એક છોકરી પોતાના ખર્ચે સવાર-સાંજ બાળકોને ભણાવવા લાગી. ગરિમા દેશના ભવિષ્યની ગરિમા જળવાઈ રહે એ માટે ભારતના ભાવીને ઘડવાનું કામ કરતી હતી.

ગરીમાંની ભૂવનેશ્વરમાંથી બિહારમાં બદલી થઇ અને એના 30 બાળકોના અભ્યાસનું હવે શું થશે એની ચિંતા શરુ થઇ. આ 30 બાળકોને એણે પ્રાઇવેટ સ્કૂલમાં પોતે ફી ભરી આપશે એવી ભાવના સાથે એડમિશન અપાવ્યું. બિહારમાં આવીને એને પોતાના વતનના ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણ માટે કંઇક નક્કર કામ કરવાનું નક્કી કર્યું.

નોકરી એની સેવાકીય પ્રવૃત્તિમાં વિક્ષેપ ના કરે એટલે લાખોના પગારવાળી નોકરીને લાત મારીને ગરીમાએ મુઝફરપુરમાં એક અનોખી શાળા શરુ કરી. આજે ગરિમા વિશાલની આ શાળામાં 100 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ક્યાં ભણતર બાળકો માટે બોજ નહિ પણ મોજ છે.

મિત્રો, એક તરફ કરોડોના કૌભાંડો અને કટકી કર્યા પછી પણ દેશ કે સમાજ માટે કશું જ ન કરનારા લોકો છે તો બીજી તરફ લાખોની નોકરી મૂકી બાળકોના ઉજ્વળ ભાવિ માટે શિક્ષણસેવાનો યજ્ઞ કરનારા ગરિમા જેવા યુવાનો પણ છે. બાળકોના મુખ પરનો આનંદ અને ગરીમાંના ચહેરા પરનો સંતોષ ઘણું ઘણું કહી જાય છે.

લેખક – શૈલેષ સગપરીયા સાહેબ (રાજકોટ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment