દુનિયામાં ખાવા-પીવાના આ વિચિત્ર રિવાજ સાંભળીને મગજ ચકરાઈ જશે…

56
this-elegant-custom-of-eating-and-drinking-in-the-world

જો તમને ફરવાનો શોખ છે, અને તમે અલગ અલગ દેશોમાં ફરી ચૂક્યા હશો, તો તમને સારી રીતે ખબર હશે કે, અલગ અલગ જગ્યાઓ પર ખાવાની ચીજોને લઈને ખાવાની રીત બહુ જ અલગ અલગ હોય છે. ક્યાંક ડાઈનિંગ ટેબલ પર, તો ક્યાંક જમીન પર બેસીને ખાવું એ સંસ્કાર માનવામાં આવે છે. માત્ર આપણો દેશ જ નહિ, પંરતુ આખી દુનિયામાં ખાવાની બાબતોને લઈને અલગ અલગ રિવાજો છો. જેના વિશે કદાચ જ લોકો જાણતા હશે. આજે અમે તમને આવા રિવાજો વિશે જણાવીશું.

નુડલ્સ ખાતા સમયે અવાજ કાઢવોજો ભારતમાં કોઈ નુડલ્સ ખાતા સમયે સ્લર્પનો અવાજ કાઢશો, તો એકાદ મહાપુરુષ તો તમને એવું સંભળાવશે જ કે ઢંગથી ખાવાનું પણ ખાતા નથી આવડતું. પરંતુ જાપાનમાં આવું નથી. ત્યાં આ પ્રકારનો અવાજ કાઢવાનો મતલબ છે કે, તમને ખાવાનું પસંદ આવ્યું છે.

સીધા હાથથી ખાવુંઆમ તો ભારતમાં અનેક જગ્યાઓએ ઊલટા હાથથી ખાવું ખરાબ માનવામાં આવે છે, પરંતુ મિડલ ઈસ્ટ દેશોમાં જો તમે કોઈના ઘરે ઊલટા હાથથી ખાઓ છો, તો તે તેને પોતાની બેઈજજ્તી સમજે છે.

મોટા બાદ ખાવાનું
સાઉથ કોરિયામાં સામાન્ય રીતે ઉંમરમાં મોટા હોય તેવા પહેલા ખાવાનું ખાય છે. મોટેરા બાદ ખાવાનું દર્શાવે છે કે તમે તેમની ઈજ્જત કરો છો. આમ તો આ રિવાજ આપણે ત્યાં પણ છે. ઘરની વહુઓ અને મહિલાઓ હંમેશા પરિવારના તમામ સદસ્યોને જમાડ્યા બાદ જ જમે છે.

બધુ જ ખાવાનું

ભારતમાં જો તમને પિરસવામાં આવેલું ખાવાનું પૂરુ થઈ જાય તો સમજાય છે કે, તમને ખાવાનું બહુ જ પસંદ આવ્યું છે. પરંતુ જો ચીનમાં તમે આવું કરો છો, તો સમજવામાં આવે છે કે, મેજબાને તમને પૂરતુ ખાવાનું નથી આપ્યું.

માછલી પલટવી

ચીનમાં પ્લેટમાં પિરસેલી માછલીને પલટવાનું ખરાબ માનવામાં આવે છે. ત્યાં એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી નાવડી પલટાઈ જાય છે.

ચોપસ્ટિકથી ખાવાનું પાસ કરવું

જો તમે જાપાનમાં છો, તો ભૂલથી પણ કોઈને ચોપસ્ટિકથી ખાવાનું પાસ ન કરવું જોઈએ. કેમ કે, જાપાનમાં અંતિમ સંસ્કાર દરમિયાન હાડકાઓની એક ચોપસ્ટિકથી બીજી ચોપસ્ટિકમાં પાસ કરવા જોઈએ.

જમ્યા બાદ કોફી ઓર્ડર કરવીઈટલીમાં ક્યારેય જમ્યા બાદ કોફી કે દૂધથી બનેલી કોઈ ચીજ ઓર્ડર નથી કરવામાં આવતી, કેમ કે આવું કરવાથી પાચન ખરાબ થઈ જાય છે. તેના બદલે તેઓ એક્સપ્રેસો ઓર્ડ કરે છે.

ઓડકાર ખાવો સારું

ચીનમાં લોકો જમ્યા બાદ ઓડકાર ખાવાને સારી બાબત માને છે. જો તમે આવું કરો છો, તો તેનો મતલબ એ છે કે તમને ખાવાનું બહુ જ સારું લાગ્યું છે.

ચમચી માંગવી

મહિલાઓએ નાઈજીરિયાના કાગોરો જનજાતિના લોકો પાસેથી ક્યારેય ભૂલથી ચમચી માંગવી ન જોઈએ. મહિલાઓનું આવું કરવાનું કારણ વિદ્રોહની જાહેરાત કરવાનું હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment