1000 દરવાજા ધરાવતા આ મહેલની સુંદરતા પર તમે નજર નહિ હટાવી શકો!!

84
this-palace-is-beutiful

કોઈ પણ મહેલની મુસાફરી આપણને એ સમયમાં લઈ જાય છે, જ્યારે શાહી પરિવારોની બોલબાલા હતી. ભારતમાં એવા અનેક મહેલ આજે પણ ઉપલબ્ધ છે. જેમાંના કેટલાક સમયના હાથે બરબાદ થયા છે, જેના પર આજે સરકારી રાજ છે. આ બધાની વચ્ચે શાહી ઠાઠની સાથે પશ્ચિમ બંગાળમાં હજારદ્વારી મહેલ હજીયે એવો છે.

જેમ કે, તમને તેના નામથી માલૂમ પડી ગયુ હશે કે, હજારદ્વારી મહેલા એવો મહેલ છે જેને હજાર દરવાજા છે. આ મહેલાનું નિર્માણ 19મી શતાબ્દીમાં નવાબ નિજામ હુમાયુ જહાના શાસનકાળામાં થયું હતું. તેમનું રાજ્ય બિહાર, બંગાળ અને ઓરિસ્સા એમ ફેલાયેલું હતું. જૂના જમાનામાં તેને મોટી કોઠી તરીકે ઓળખાતુ હતું. આ મહેલ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં સ્થિત છે, જે ક્યારેક બંગાળની રાજધાની હતું. આ મહેલના પ્રસિદ્ધ વાસ્તુકાર મૈકલિઓડ ડંકન દ્વારા ગ્રીક શૈલીનુ અનુકરણ કરીને બનાવવામાં આવ્યું હતું.

આ મહેલની ખાસિયત

– ભાગીરથી નદીના કિનારે વસેલા આ ત્રણ માળના મહેલમાં 114 રૂમ છે અને 100 વાસ્તવિક દરાવાજા છે. તેમજ બાકીના 900 દરવાજા આભારી (આબેહુલ પત્થરના બનેલા) છે. આ દરવાજાઓને કારણએ તેને હજારદ્વારી મહેલ કહેવામાં આવે છે.

– મહેલની રક્ષા માટે આ દરવાજા બનાવવામાં આવ્યા હતા.

– દરવાજાઓને કારણે હુમલાખોરો ભ્રમિત થઈ જયા અને પકડાઈ જતા હતા.

– લગભગ 41 એકરની જમીનમાં ફેલાયેલા આ મહેલમાં નવાબ પોતાનો દરબાર લગાવતા હતા.

– અંગ્રેજોના શાસનકાળમાં અહીં પ્રશાસનિક કાર્યો કરવામાં આવતા હતા.

– આ મહેલનો ઉપયોગ ક્યારેય પણ રહેવાના સ્થળ તરીકે કરવામાં આવ્યો નથી.

આ મહેલના સંગ્રહાલયમાં 4742 પુરાતન વસ્તુઓમાંથી 1034 વસ્તુઓ જ મુસાફરો માટે પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં 2700થી વધુ હથિયારો અને વિન્ટેજ કારોનું અદભૂત સંગ્રહ જોઈ શકાય છે, જેને જોવા માટે તમારે સ્પેશિયલ પરમિશન લેવાની જરૂર પડે છે.

અહીં પર શસ્ત્રાગાર વિંગ, રાજસી પ્રદર્શની, લેન્ડસ્કેપ ગેલેરી, બ્રિટિશન પોટ્રેઈટ ગેલેરી, નવાબ નાઝિમ ગેલેરી, દરબાર હોલ, સમિતિ કક્ષ, બિલબોર્ડ કક્ષ, પશ્ચિમી ડ્રોઈંગ રૂમ અને ધાર્મિક વસ્તુઓવાળી ગેલેરી પણ સામેલ છે. શુક્રવારે આ મહેલ મુસાફરો માટે બંધ રહે છે. આ ઉપરાંત તમે અહીં ફરવા આવવાનું પણ પ્લાનિંગ બનાવી શકો છે.

અહી આવવાનો યોગ્ય સમય – સપ્ટેમ્બરથી માર્ચ સુધી

અહીં કેવી રીતે પહોંચવું

– મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળની વર્તમાન રાજધાની કોલકાત્તાથી લગભગ 230 કિલોમીટર દૂર આવેલું છે.

રસ્તા દ્વારા

કોલકાત્તાથી મુર્શીદાબાદ માટે નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે.

રેલવે દ્વારા

કોલકાત્તાથી મુર્શીદાબાદ માટે કોલકાત્તાના રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેન જાય છે.

હવાઈ મુસાફરી

કોલકાત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment