“તીખા ઘૂઘરા” જામનગરી ઘૂઘરા પણ કેહવાય છે, ખુબ ટેસ્ટી અને ચટપટા હોય છે…

191

“તીખા ઘૂઘરા”

લોટ માટે :

250ગ્રામ મૈદા, ચપટી સોજી, 1/4 ત્સ્પ લીંબુનો રસ, 2 tbsp તેલ, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે

સ્ટફિંગ માટે :

500 ગ્રામ બટાટા બાફેલા અને મશ કરેલા, 1/4 કપ અધકચરા સિંગ દાના, 2 ચમચી આદુ લસણ લીલા મરચાની પેસ્ટ, 1 ચમચો ફુદીનાની પેસ્ટ, 1/4 ચમચી જીરું હાથમાં કસ્રેલું, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચા ભૂકી, 1/2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી લીંબુ નો રસ, ચપટી ખાંડ, 1 ચમચો બારીક સમારેલી કોથમીર, મીઠું સ્વાદ મુજબ

રીત

1. લોટની સામગ્રી ભેગી કરી જરૂર મુજબ પાણી ઉમેરી સમોસા જેવો લોટ બાંધી લો દસ મીનીટ સુધી ઢાંકી ને રાખો.
2. એક વાટકા માં સ્તુફ્ફિંગ માટે ની બધી જ સામગ્રી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો. થોડું ચાખી લેવું અને જરૂર મુજબ લાલ મરચું અને મીઠું ઉમેરવા. મિક્ષેર ઠંડુ પડવા દેવું .
3. લોટ નો એક લુવો લઇ ગોળ વણી ને ઘૂઘરા ની જેમ સ્તુફ્ફિંગ ભરી ને અર્ધ ચંદ્ર આકાર માં વારી લેવું એવી રીતે બધો લોટ વાપરવો. વારેલા ઘૂઘરા પર આછું ભીને કપડું રાખવું જેથી સુકાઈ ના જાય.
4.એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ તય એટલે ઘૂઘરા આછા ગુલાબીરંગ ના થાય ત્યાં સુધી તળવા.
5. ગરમા ગરમ ઘૂઘરા આંબલી ની ચટણી, લસણ ની ચટણી,કોથમીર ની ચટણી, સેવ, દાડમ ના દાના થી સજાવી ને પીરસો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment