રેફ્રિજરેટર વ્યવસ્થીત રાખવાના 4 ઉપયોગી હેક્સ…

107
tips-cleaning-refrigerator

રેફ્રિજરેટર વ્યવસ્થીત રાખવાના 4 ઉપયોગી હેક્સ

જે ખાધ્ય પદાર્થો બહારના સામાન્ય વાતાવરણમાં જલદી બગડી જતા હોય તેને લાંબા સમય માટે સાચવી રાખવા માટે ફ્રીજ એ આશિર્વાદરૂપ ઉપકરણ છે. આપણે એવા ઘણાબધા ખાદ્ય પદાર્થો છે જેને ફ્રીજમાં મુકતા હોઈએ છીએ. આપણે જેટલી વખત કરિયાણું, શાકભાજી કે પછી કોઈ પ્રવાહી ખાદ્યપદાર્થ ખરીદીને લાવીએ ત્યારે તરત જ આપણે રેફ્રિજરેટર તરફનો રુખ કરીએ છીએ. આ બધા ભરાવાના કારણે ઘણીવાર ફ્રીજ સાફ કરવું અઘરુ થઈ પડે છે. તો આજના આ લેખમાં અમે તમારા માટે કેટલાક એવા ઉપાયો લાવ્યા છે જેને તમે આ ઠંડી તીજોરીને સ્વચ્છ રાખવનામાં ઉપયોગમાં લઈ શકશો.ઘણીવાર ફ્રીજેની છાજલીઓ સાફ કરવામાં ખુબ સમય જતો હોય છે. ખાસ કરીને અવારનવાર દૂધ કે પછી શાકની ગ્રેવી ઢોળાવાથી. આ સમસ્યાને નિવારવા માટે તમારે માત્ર આટલું જ કરવાની જરૂર છે તમારે તમારા ફ્રીજની છાજલીઓને પ્લાસ્ટિક રેપ્સ અથવા ક્લીન્ગ ફીલ્મ્સ અથવા તો હવે બજારમાં તૈયાર મળતી રેફ્રિજરેટર મેટથી કવર કરી લેવાની છે.માટે જો હવે દૂધ કે ગ્રેવી ઢોળાઈને ફ્રીજ ખરાબ થાય તો તમે તરત જ તે મેટ બહાર કાઢીને તેને સાફ કરીને પાછી લગાવી શકો છો અથવા તો તેને કચરાપેટી ભેગી પણ કરી શકો છો.તમારે તમારા ફ્રીજમાં “મને પહેલા વાપરો” લેબલ વાળુ બોક્ષ ચોક્કસ રાખવું જોઈએ.કારણ કે ઘણીવાર આપણે વસ્તુઓને ફ્રીજમાં મુકી દઈએ છીએ તેને ક્લાસીફાઇડ નથી કરતા અને જુની વસ્તુઓ તેમની તેમ પડી રહે છે અને નવી વસ્તુઓ વપરાતી રહે છે. આમ થવાથી બગાડ થાય છે. અને આ જુની વાસી થઈ ગયેલી વસ્તુઓ ફ્રીજને દુર્ગંધીત કરે છે.માટે તમારે ફ્રીજમાં પણ તમારી જરૂરિયાત પ્રમાણે વસ્તુઓને ક્લાસીફાઈડ કરવી જોઈએ અને તેને તે પ્રમાણે વાપરવી જોઈએ. આમ કરવાથી બગાડ નહી થાય અને તમારે વસ્તુઓ શોધવામાં સમય પણ નહીં બગાડવો પડે.દરેક પ્રકારના ખાદ્ય પદાર્થો પછી તે શાકભાજી-ફ્રુટ, મસાલા, આઇસક્રીમ, વિવિધ જાતના સોસ, કેચપ, જેમ, મલાઈ, દહીં, ચીઝ વિગેરે વસ્તુઓ માટે અલગ અલગ સ્ટોરેજ બોક્ષ રાખવા જોઈએ.તેમ કરવાથી તમારે સમય નથી બગડતો અને તેના કારણે તમારું રેફ્રિજરેટર પણ ઓર્ગેનાઇઝ રહે છે, સ્વચ્છ રહે છે.આમ ઉપર જણાવેલા ઉપાયો દ્વારા તમે તમારા રેફ્રિજરેટરને ઓર્ગેનાઇઝ કરશો તો તમારું ફ્રીજ સ્વચ્છ રહેશે. અને તમારે તેને સ્વચ્છ રાખવામાં વધારે સમય પણ નહીં બગાડવો પડે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment