સુખી લગ્ન જીવન માટે મહિલાઓએ ક્યારેય ના કરવા જોઈએ આ કામ…

548
tips-for-a-happy-marriage-life

સુખી લગ્ન જીવન માટે પત્ની આ ન કરે

પત્નીઓ આટલી બાબતો કરીને તેમના લગ્નજીવનને છીન્નભીન્ન કરી દે છે

એક સ્ત્રી ઘરને બનાવી પણ શકે છે અને નષ્ટ પણ કરી શકે છે. લગ્ન સંસ્થામાં જો આપણે સંતુલન ન જાળવીએ તો ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. કેટલીકવાર આ અસંતુલન પુરુષો દ્વારા ઉભા થાય છે તો કેટલીવાર સ્ત્રીઓ દ્વારા ઉભા થાય છે.

જ્યારે સ્ત્રીઓના કારણે સમસ્યાઓ ઉભી થતી હોય છે ત્યારે કેટલાક પાયાના પરિબળોના કારણે લગ્નજીવનમાં ભંગાણ આવી  શકે છે. એક પત્ની પોતાના લગ્નને જે રીતે સંભાળે છે તે પ્રત્યે ખુબ જ ચેતવણી પુર્વક વર્તવું જોઈએ. કેટલાક ચિહ્નો કે જે પત્નીઓ દર્શાવે છે તે તેમના લગ્નને તોડી શકે છે. અને આ ચિહ્નોનો આજે અહીં આ લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પત્નીઓ પણ પતિઓ જેટલી જ લગ્નની નિષ્ફળતા માટે જવાબદાર હોય છે.

આજનો આ લેખ સ્ત્રીઓ દ્વારા જે કંઈ ખોટું થાય છે તે અને તેની લગ્ન પરની અસર પર આધારિત છે.

તો ચાલો પત્નીઓ જે કંઈ ખોટું કરે છે અને તેના કારણે લગ્ન જીવનમાં જે ભંગાણ આવે છે તે મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીએ.

  1. અવાસ્તવિક અપેક્ષાઓ

 

બે પ્રકારની અપેક્ષાઓ હોય છે જે પત્નીઓ પોતાના લગ્નજીવન પાસેથી રાખતી હોય છે. પ્રથમ છે તાર્કિક અને વાસ્તવિક, જ્યારે બીજી અપેક્ષાઓ છે અવાસ્તવિક અને મુર્ખાઈ ભરેલી.  બીજા પ્રકારની જે અપેક્ષાઓ છે તે લગ્નના ભંગાણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ પુરી કરવાની માગણીઓ કરવી અને જો પુરી ન થાય તો પોતે દુઃખી હોવાનો ટોપલો તેના પર ઢોળી દેવો. આ બાબત લગ્નને ચોક્કસ અંધારા તરફ લઈ જાય છે. જો તે તમારી અપેક્ષાઓ પુરી ન કરી શકતો હોય તો તમારે તેની સાથે તે બાબતે શાંતિથી વાત કરવાની છે અને વાસ્તવિકતાની તપાસ કરવાની છે. જો તમે તમારા ખિસ્સા જેટલી અપેક્ષા રાખશો તો હંમેશા ખુશ રહેશો. વાસ્તવિકતાને પારખો અને તે પ્રમાણે અપેક્ષા રાખો.

જો તમે ઇચ્છતા હોવ કે તમારો પાર્ટનર તમને ખુશ રાખે, તો તમે નાદાન અને અવાસ્તવિક છો. માત્ર તમે જ તમારી જાતને ખુશ રાખી શકો તેમ છો. જો તમે ઇચ્છતા હોવ કે તમારો પતિ તમને સંપૂર્ણ બનાવે અને તમને અનંત સુખનો અનુભવ કરાવે, પણ તમે તે વખતે માત્ર તેને જ નિષ્ફળ નથી બનાવતા પણ તેમ કરીને તમે પોતે પણ તમારી જાતને નિરાશામાં ધકેલો છો. અવાસ્તવિક અપેક્ષાઓનો રસ્તો ક્યારેય ન અપનાવો, તમને ખબર છે કે તેનું પરિણામ હંમેશા નુકસાનકારક જ આવાનું છે.

  1. વારંવાર કટાક્ષ કરવો અને નકારાત્મક વર્તણૂક અને અભિવ્યક્તિ કરવી

 

તમે હળવી મજાક કરો હળવા મેણા મારો ત્યાં સુધી ઠીક છે, પણ તમે હાથે કરીને કટાક્ષ કરો કડવા મેણા મારો અને તે દ્વારા તમારા પાર્ટનરને નીચું જોવડાવો તેમ કરવાથી તમને કશું જ મળવાનું નથી તેમ કરવાથી માત્ર લગ્નમાં નિષ્ફળતા જ મળવાની છે. તમે તમારા પતિનું કે પછી તેના અભિપ્રાયોનું સમ્માન નથી કરતાં તે બતાવવાનો આ સરળ અને ખુબ જ કડવો રસ્તો છે. વધારે પડતી ટીકાથી પુરુષ વ્ચગ્ર થઈ જાય છે. અને કદાચ તે કારણસર તે પોતાની પત્ની સાથે વધારે નિખાલસ થવાનું બંધ કરી દે છે. આ ચોક્કસ કારણસર તેઓ લગ્નેત્તર સંબંધ માટે પ્રેરાય છે. જ્યારે તમે તેની વારંવાર ટીકા કરો છો ત્યારે તેને એવી લાગણી થાય છે કે તેનું અવમૂલ્યન થાય છે તેની તમારી આગળ કોઈ જ કિંમત નથી તમે તેનું માન નથી જાળવતા.

તમે તેને બીજી એ રીતે અપમાનીત કરો છો કે તમે તેની સામે સીધી દ્રષ્ટિએ જોતા નથી, હંમેશા ત્રાંસી નજરે તેની સાથે વાત કરો તમારા ચહેરાના હાવભાવ પણ તણાયેલા હોય.  તમારા ચહેરાના અણગમો/નફરત દર્શાવતી અભિવ્યક્તિઓ તમારા પતિને જરા પણ પસંદ નથી હોતા. તેમને એવું થાય છે કે જો કંઈ ખોટું હોય તો તેની ચર્ચા કરવી પણ આ રીતે રુક્ષ ન રહેવું જોઈએ, પછી ભલે તમે છેલ્લા કેટલાએ વર્ષોથી લગ્નગ્રંથીથી કેમ ન જોડાયેલા હોવ. એક લગ્નમાં, તમે એકબીજા પ્રત્યેનું બોન્ડિંગ વધારવા માગો છો તેને નષ્ટ કરવા નથી માગતા. જો તમે ખરેખર સમસ્યાને દૂર કરવા માગતા હોવ તો તેના પર વાત કરો તેના પર ચર્ચા કરો અને કોઈ નિર્ણય પર આવો ફરી બધું પહેલાં જેવું સ્મૂધ થઈ જશે. પત્નિઓને સેન્ટર ઓફ એટ્રેક્શન રહેવું ગમતું હોય છે, અને માટે તેઓ વાતનું વતેસર કરતી હોય છે અને તેનું સરળતાથી નિવારણ લાવી શકાય છે.

  1. પતિ સાથે ઘનિષ્ટ ન થવું

 

ઘણીવાર એવું બને છે કે પત્નીઓ પોતાના પતિ સાથે ઘનિષ્ટતા નથી કેળવથી અને તેના કારણે પણ સમસ્યાઓ ઉભી થાય છે. પતિને જે સેક્સ્યુઅલ ટેન્શન જોઈતું હોય છે તેનો અભાવો રહે છે. અને તેના કારણે ઘણીવાર લગ્નો નિષ્ફળ જતા હોય છે. સેક્સ્યુઅલ ઇન્ટિમસી એ પુરુષોની મુખ્ય જરૂરિયાતમાંની એક હોય છે. તે તેની જરૂરિયાત છે અને જો તમે તેને પુરી નહીં કરો તો ઘણી બધી સમસ્યાઓ ઉભી થશે.

જ્યારે તમારા પતિને જેની જરૂર હોય તે તમે ન આપો ત્યારે તે એવું સમજે છે કે તમારે મન તેની જરૂરિયાતનું કોઈ માન નથી. જેમ તમારી જરૂરિયાત ભાવનાત્મક અભિવ્યક્તિની છે તેવી જ રીતે તેની જરૂરિયા શારીરિક અભિવ્યક્તિની છે. માટે એકબીજાની જરૂરિયાતને પોષવી જોઈએ.

  1. પતિ સાથે ખુશ ન રહેવું

જ્યારે તમે એવું દર્શાવો છો કે તમે તમારા પતિ સાથે ખુશ નથી, ત્યારે તે દર્શાવે છે કે લગ્ન એમ પણ ટૂટી જ ગયા છે અને હવે સમય થઈ ગયો છે કે તમે અને તમારો પાર્ટનર તેનો અંત લાવે. અવારનવાર દરેક બાબતમાં તમારા પતિ પર દોષનો ટોપલો ઢોળવાથી તેને તમે બન્નેએ ભેગા મળીને ઉભા કરેલા સંસારને બચાવવાનો રસ નહીં રહે અને તે તેને બચાવવાનો પ્રયત્ન કરવાનું છોડી દેશે. તમે તમારા દુઃખી હોવાના બધા જ કારણો તેના પર થોપો છો. તે લગ્નનો અંત લાવે છે.

ઉપર જણાવેલા ચાર પરિબળો જે સ્ત્રીઓમાં જોવા મળે છે તે લગ્નજીવનમાં ભંગાણ લાવે છે. જો તમારામાં પણ આવા લક્ષણો હોય અને તમે ખરેખર તમારા લગ્નજીવનને બચાવવા માગતા હોવ તો તમારામાં પરિવર્તન લાવો નહીંતર ખુબ મોડું થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment