નોકરી કરતા મિત્રો ખાસ ધ્યાન આપે, આટલું કરશો તો સફળતા તમારા પગ ચૂમશે..

82
tips-for-getting-success
Key to success

મહાભારત એક એવું કાવ્ય છે જેના દરેક સૂત્ર અને શીખ આજે પણ એટલી જ પ્રાસંગિક છે જેટલી તે વર્ષો પહેલા હતી. મહાભારતમાં અનેક મહાન અને જ્ઞાની પુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી એક છે વિદુરજી. તેમણે પોતાનું સમગ્ર જીવન નીતિ સાથે જીવ્યું હતું. આ વિદુરજીની નીતિઓનું પાલન જે પણ વ્યક્તિ વર્તમાન સમયમાં કરે છે તે જીવનની શ્રેષ્ઠતાને પામે છે.
વિદુર તો તેમની જીવનલીલા સમાપ્ત કરી પૃથ્વી લોક છોડી ચુક્યા છે. પરંતુ તેમની નીતિના જ્ઞાનને માનવજીવનના કલ્યાણ અર્થે સજીવન રાખવામાં આવ્યો છે. આ જ્ઞાન વર્તમાન સમયમાં વિદુર નીતિમાંથી પ્રાપ્ત કરી શકાય છે. જીવનના દરેક ક્ષેત્રે કામ લાગતી આ નીતિના સંગ્રહને વિદુર નીતિ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં જે નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બહુ ઉપયોગી સાબિત થાય છે. આ સંગ્રહની તમામ સીખને તો અહીં રજૂ ન કરી શકાય પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે તેવી એક સીખનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે.ભૂયાંસંલભતેક્લેશંગૌર્ભવતિ દુર્દહા
અથ યા સુદુહા રાજન્ નૈવ તા વિતુદન્યાપિ

આ શ્લોકમાં વિદુરજીએ એક ગાયનું ઉદાહરણ આપી સમજાવ્યું છે કે જે ગાય પોતાના માલિકને દૂધ આપતી વખતે હેરાન કરે છે તેને પણ માલિક તરફથી કષ્ટ સહન કરવું જ પડે છે. પરંતુ જે ગાય શાંત રહી માલિકને દૂધ આપે છે તેને કોઈપણ પ્રકારની સમસ્યા નડતી નથી.

Key to success

એટલે કે જે વ્યક્તિ પોતાના ઉપરી અધિકારી કે વડીલને કષ્ટ આપે છે કે તેની આદેશની અવગણના કરે છે તેને કષ્ટ સહન કરવું જ પડે છે. તેના બદલે જે વ્યક્તિ ઉપરી અધિકારી કે ગુરુજનો સાથે સુમેળ રાખી, મધુર વચન બોલી સહકારની ભાવનાથી કામ કરે છે તેને સફળતા પ્રાપ્ત ઝડપથી થાય છે અને આવા લોકોને સમસ્યાઓ સહન પણ કરવી પડતી નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment