સ્મોકિંગ કરીને કાળા પડી ગયા છે હોઠ? તો ઘરે બનાવો આ સ્ક્રબ અને હોઠને કરી દો ગુલાબી…

85
tips-for-pink-lips

આજકાલ મોટાભાગના છોકરાઓ તેમજ છોકરીઓને સિગરેટ પીવાની આદત પડી ગઇ હોય છે. જો કે સિગરેટપીવી એ આજના યંગસ્ટર્સ માટે ફેશન બની ગઇ છે. એક અહેવાલ અનુસાર ભારતીય મહિલાઓ સ્મોકિંગ કરવાના મામલે બીજા નંબર પર છે. પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે, સિગરેટપીવાથી હેલ્થ તેમજ સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. સિગરેટ પીવાની જલદી અસર તમારા હોઠ પર પડે છે અને હોઠ કાળા પડવા લાગે છે. આ સાથે કેન્સર થવાનુ જોખમ પણ વધી જાય છે. આમ, જ્યારે હોઠ કાળા પડી જાય પછી વ્યક્તિને ઘરની બહાર જવામાં પણ શરમ આવતી હોય છે અને તેઓ જલદી ક્યાંક બહાર જવાનુ પસંદ કરતા નથી. જો તમે પણ આ સમસ્યાથી હેરાન પરેશાન થઇ ગયા છો તો જાણી લો સ્મોકિંગ કરીને કાળા પડી ગયેલા હોઠને કેવી રીતે કરશો ગુલાબી અને મુલાયમ.

બેકિંગ સોડા સ્ક્રબ

સ્મોકિંગ કર્યા પછી કાળા પડી ગયેલા હોઠને પિંક કરવા માટે બેકિંગ સોડા સ્ક્રબ એ એક બેસ્ટ ઓપ્શન છે. હોઠ પરની કાળાશ દૂર કરવા માટે 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા, 1 ટેબલ સ્પૂન ખાંડ અને 3-4 ટીપા તેલના મિક્સ કરી લો. ત્યારબાદ 10 મિનિટ આ મિશ્રણને એમ જ રહેવા દો. પછી આ સ્ક્રબથી હોઠ પર 10 મિનિટ હળવા હાથે મસાજ કરો અને પાણીથી ધોઇ લો. આમ, આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ત્રણ વાર રેગ્યુલરલી કરવાની રહેશે. જો તમે આ સ્ક્રબનો આવી રીતે નિયમિત ઉપયોગ કરશો તો તમારા હોઠ ધીરે-ધીરે પિંક થવા લાગશે.

મધ અને ખાંડનુ સ્ક્રબ

આ સ્ક્રબ બનાવવા માટે 1 ટેબલ સ્પૂન ખાંડમાં 4-5 ટીપામધના એડ કરી લો. ત્યારબાદ આ સ્ક્રબથી2 મિનિટ સુધી તમારા હોઠ પર મસાજ કરો અને પછી હુંફાળા પાણીથી ધોઇ લો. હવે હોઠને એકદમ હળવા હાથે લૂછીને પેટ્રોલિયમ જેલી લગાવો. આ પ્રોસેસ સતત તમારે 10 દિવસ સુધી કરવાની રહેશે. આ સ્ક્રબ તમારા હોઠની કાળાશ દૂર કરીને હોઠને સોફ્ટ બનાવવાનુ કામ પણ કરે છે.

કોફી સ્ક્રબ

આ એક નેચરલ સ્ક્રબ છે જે હોઠની કાળાશને દૂર કરીને ગુલાબી બનાવવામાં મદદ કરે છે. આ સ્ક્રબ બનાવવા માટે તમે કોફી બિન્સનેપીસીને તેને દૂધમાં મિક્સ કરી લો. પછી આ સ્ક્રબથી હોઠ પર મસાજ કરો અને તેને હુંફાળા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે સતત 20 દિવસ સુધી કરવાની રહેશે.

ઓલિવ ઓઇલ સ્ક્રબ

આ સ્ક્રબહોઠની કાળાશ અને કોમળ બનાવવા બેસ્ટ છે. આ સ્ક્રબ બનાવવા માટે 1 ટેબલ સ્પૂન ખાંડમાં 5-6 ઓલિવ ઓઇલના ટીપા મિક્સ કરીને 2 મિનિટ સુધી સતત હલાવો. પછી તેને તમારા હોઠ પર લગાવોઅને 10 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ હુંફાળા પાણીથી હોઠને ધોઇ લો.

આમ, જો તમે આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરશો તો તમારા કાળા પડી ગયેલા હોઠ ગુલાબી થશે અને સાથે-સાથે મુલાયમ પણ થશે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment