તમે પણ જો આ રીતે ખાવ છો બદામ, તો હવે થઇ જાવ સાવધાન

29

બદામ ખાવાના તમામ ફાયદાઓથી તમે જાણકાર હશો. એમ પણ બહુ સાંભળ્યું હશે કે આને ખાવાથી મગજ જડપી બને છે, પરંતુ આને ખાવાને લઈને હંમેશા શંકા બની રહે છે. કોઈ કહે છે કે બદામને છાલ સાથે ખાવું સારું હોય છે તો કોઈ કહે છે કે બદામને પલાળ્યા બાદ છાલ ઉતારીને જ ખાવું જોઈએ. અલગ અલગ વાતો સાંભળીને તમે પણ એ કન્ફયુઝનમાં રહેતા હશો કે ખરેખર બદામને ખાવાની સાચી રીત શું છે.

બદામમાં ઘણા વિટામીન અને મિનરલ્સ મળી આવે છે. આ વિટામીન ઈ, કેલ્શિયમ, જિંક, મૈગ્નેશિયમ અને ઓમેગા ૩ ફેટી એસિડનો સ્ત્રોત છે. જો કે બદામની છાલમાં ટેનિન નામનું એજાઈમ હોય છે, જે શરીરમાં આના પોષક તત્વોને પૂરી રીતે શોષણ કરવામાં અવરોધ પૈદા કરે છે. એટલા માટે કયારેય પણ બદામને છાલ સાથે ન ખાવ.

બદામને ખાવાની સાચી રીત તો એ જ છે કે બદામને એક રાત્રિ પહેલા પાણીમાં પલાળીને રાખી દો. આવું એટલા માટે કરવું જોઈએ, કેમ કે આનાથી બદામની છાલ સરળતાથી ઉતરી જાય છે.

બદામ ખાવાની રીત પછી આને ખાવાનો સાચો સમય પણ જાણી લો. પ્રયત્ન કરવો કે બદામને હંમેશા સવારના સમયે જ ખાવી જોઈએ. ચાલો જાણીએ પલાળેલા બદામના સેવનથી થતાં ફાયદા વિશે…

બદામ ભૂખને શાંત કરવાનું કામ કરે છે, જેનાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. હ્રદય માટે પણ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓ માટે વરદાન સ્વરૂપ છે. ગર્ભમાં જન્મતા બાળકને ફાયદો પહોંચાડે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment