ટૂથપેસ્ટ અને સાબુમાં આવેલ આ વસ્તુથી થઇ શકે છે “જીવલેણ બીમારી”

37

એંટીબેકટેરીયલ  અને એંટીફન્ગલ તત્વ ટ્રાઈક્લોસનના ઉપયોગથી કોલન એટલે કે મોટા આંતરડામાં સોજો આવી શકે છે અથવાતો કેન્સર થઇ શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટુથપેસ્ટ અને હાથ ધોંવાનો સાબુ પણ કેન્સર નું કારણ બની શકે છે? જી હા, એકઅભ્યાસ માં જાણવા મળ્યું છે કે આ બંને તત્વ વાળા એંટીબેકટેરીયલ  અને એંટીફન્ગલ તત્વ ટ્રાઈક્લોસનના ઉપયોગથી કોલન એટલે કે મોટા આંતરડામાં સોજો અને  કેન્સર થઇ શકે છે.

એક અભ્યાસ દરમિયાન ટ્રાઈક્લોસનનો પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું છે કે થોડા સમય માટે ટ્રાઈક્લોસનની થોડી માત્રાથી મોટા આંતરડા સાથે સંકળાયેલ સોજો શરૂ થઈ ગયો અને કોલાઇટ્સ  સાથે સંકળાયેલ બીમારીમાં પણ વધારો થવા લાગ્યો અને અંતે ઉંદરના મોટા આંતરડામાં કેન્સર જોવા મળ્યું હતું.

એમેરિકાના મેસાસ્યુટ- એમહેસ્ટ વિશ્વવિદ્યાલય ના ગુઓડોંગ ઝાંગ કહે છે કે, “આ પરિણામોથી પહેલી વખત ખબર પડી કે ટ્રાઈક્લોસનથી આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રતિકુળ અસર પડી શકે છે .” છેલ્લા અભ્યાસ મુજબ જાણવા મળ્યું  છે કે ટ્રાઈક્લોસનની વધારે માંત્ર્રાથી ઝેર નો પ્રભાવ પડી શકે છે. જયારે તેના સ્વાસ્થ્ય પર તેની ઓછી માત્રાનો પ્રભાવ અસ્પષ્ટ હતો

આ નવી શોધ માટે સંશોધકોએ ઉંદરને ટ્રાઈક્લોસનની અલગ અલગ પ્રમાણમાં માત્રા વાળો ખોરાક ખવડાવવામાં આવ્યો હતો. આના પરિણામથી એ જાણવા મળ્યું કે મનુષ્યના લોહીના નમુનાની માત્રા વાળા ટ્રાઈક્લોસનની માત્રાને ઉંદર પર ઉપયોગ કરવાથી નિયંત્રિત ઉંદરની સરખામણીમાં મોટા આંતરડામાં સોજો વધારે પ્રમાણમાં વિકાસ થયેલ જોવા મળે છે. ત્યાર પછી વધારે ટ્રાઈક્લોસનના ઉપયોગથી ઉંદરના મોટા આંતરડા સંબંધી સોજો વધારે ગંભીર સ્વરુપમાં આવી ગયો હતો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment