ટ્રેનમાં મળતી આ સુવિધાઓ વિષે તમે જાણો છો…

99

અનેકવાર એવું થાય છે કે, એકલા મુસાફરી કરતા લોકો, અથવા તો થાકેલા લોકો ટ્રેનમાં એવા સૂઈ જાય છે કે, તેમનાથી તેમનું સ્ટેશન ચૂકાઈ જવાય છે. ગાઢ ઊંઘને કારણે તેઓ પોતાના સ્ટેશનને છોડીને આગળના સ્ટેશન પર પહોંચી જાય છે. જ્યારે ઉઠે છે ત્યારે બહુ જ મોડું થઈ ગયેલુ હોય છે. ઊંઘને કારણે રેલવે સ્ટેશન પર મુસાફરો સમયસર ઉતરી ન શકવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેથી આ સમસ્યાનું સમાધાન કરવા માટે ભારતીય રેલવેએ કેટલીક સિલેક્ટેડ ટ્રેનો માટે Destination Alert સેવા શરૂ કરી છે.

આ સેવા રિઝર્વેશન કરનારા મુસાફરો માટે ઉભી કરાઈ છે. મેસેજ અને કોલના માધ્યમથી મુસાફરોને સમય માટે એલર્ટ કરવામાં આવશે, જેથી ઊંઘને કારણે તેમનું સ્ટેશન ન છૂટી જાય. આ સેવા હાલ તો રાતના 11 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી જ કામ કરી રહી છે. તેનો લાભ લેવા માટે રેલવેનો પૂછપરછ સેવા નંબર 139ને ડાયલ કરી શકો છો. પહેલી રીત એ છે કે, 139 પર ડાયલ કરીને ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ (આઈવીઆર)ના નિર્દેશોનું પાલન કરતા ડેસ્ટિનેશન એલર્ટ સેટ કરી લો અથવા આ નંબર પર ડાયલ કરીને રેલવેના ગ્રાહક સેવા અધિકારી સાથે સીધી વાત કરીને તેનો ઉપયોગ કરો.

1. આઈવીઆરના માધ્યમથી139 નંબર પર ડાયલ કરો, બતાવવામાં આવેલ સૂચનોને ધ્યાનથી સાંભળો અને તમારી ભાષા પસંદ કરો. આઈવીઆર પસંદ કરવા માટે 7 દબાવો અને પછી ડેસ્ટિનેશનલ એવર્ટ માટે 2 નંબર દબાવો. હવે તમારા 10 ડિજીટનો પીએનઆર નંબર ટાઈપ કરો અને પછી તેને કન્ફર્મ કરવા માટે 1 નંબર દબાવો. તમારા દ્વારા બતાવવામાં આવેલ પીએનઆર નંબર પર ડિસ્ટેનેશન કોલ સેટ થઈ જશે. તેના સેટ થતા જ એક કન્ફર્મેશન મેસેજ પણ આવશે.

2. ગ્રાહક સેવા અધિકારી દ્વારા139 ડાયલ કરીને બતાવવામાં આવલે સૂચનોનું પાલન કરીને ગ્રાહક સેવા અધિકારી સાથે વાત કરવાનો વિકલ્પ પસંદ કરો. ગ્રાહક સેવા અધિકારીને 10 ડિજીટનો પીએનઆર નંબર બતાવો. અધિકારીઓને તમારો મોબાઈલ નંબર પર જણાવો, જેના પર તમે એલર્ટ મેસેજ અને કોલ મેળવવા માંગો છો. તેના સેટ થતા જ ગ્રાહક સેવા અધિકારી પણ તેની પુષ્ટિ કરશે.

3. એસએમએસ દ્વારાએસએમએસ દ્વારા ડેસ્ટિનેશન એલર્ટ મેળવવા માટે ALERT (PNR Number) લખીને 139 પર એસએમએસ કરો. ધ્યાન રાખો કે 139 પર કોલે કે મેસેજ કરવાનું ફ્રી નથી. મેટ્રો સિટીથી કોલ કરવા પર એક મિનીટના 1.20 રૂપિયાનો ચાર્જ લાગશે અને અન્ય જગ્યાઓ પરથી કોલ કરવામાં 2 રૂપિયા પ્રતિ મિનીટના હિસાબે તમને કોલ ચાર્જ લાગશે. તો બીજી તરફ, 1 એસએમએસની કિંમત 3 રૂપિયા હશે. તમને જણાવી દઈએ કે, મુસાફરોની સંતુષ્ટિને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસીની વેબસાઈટમાં અનેક નવા અપડેટ્સ લાવવામા આવ્યા છે, જે ગ્રાહકોના હિતમાં હોય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

Leave a comment