ટ્રેનની રાહ જોતી મહિલાએ ગુથ્યો સ્કાર્ફ, લાગી લાખોની બોલી…

30

એવું નથી કે ખાલી આપણા જ દેશમાં ટ્રેન લેટ થાય છે. જર્મનીથી આવેલ એક સમાચાર અનુસાર જ્યાં એક મહિલાએ મોડી ટ્રેનની રાહ જોતા સમયે એક સ્કાર્ફ ગુંથી નાખ્યો. ખાસ વાત એ છે કે આ મહિલા દ્વારા ગૂંથવામાં આવેલ સ્કાર્ફ હવે ૭૫૫૦ યૂરો એટલે કે ૬ લાખ રૂપિયામાં વેચાવા જઈ રહ્યો છે. ક્લાઉડિયા વેબર નામની આ મહિલા બાવેરિયન દેશના નાના શહેરથી તે મ્યૂનિખ સુધીની યાત્રા કરે છે. એક વર્ષથી એ રેલ્વે સ્ટેશનમાં રીપેરીંગના લીધે ત્યાંથી મ્યૂનિખ સુધીની યાત્રામાં ૪૦ મિનિટના બદલે હવે ૨ કલાકનો સમય લાગતો હતો. યાત્રામાં મોડાની સાથે સાથે ક્યારેક ટ્રેન પણ મોડી થઇ જતી હતી. થઇ રહેલી આ અસુવિધાના કારણે ક્લાઉડિયાના મનમાં એક વિચાર આવ્યો. એમણે આ અસુવિધાનો ફાયદો ઉપાડતા એક સ્કાર્ફ ગુંથી નાખ્યો. આ સ્કાર્ફ વિશે એમની દીકરીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર જાણકારી આપી.

ખાસ વાત એ નથી કે સ્કાર્ફ નીલામ થઇ રહ્યો છે. પોતાની યાત્રામાં વિલંબ થવા પર ક્લાઉડિયાનો સ્કાર્ફ ગૂંથવાની રીત નિરાલી હતી. જે દિવસે એમને ૫ મિનિટનો વિલંબ થતો એ દિવસે તેણી ગ્રે કલરનો ઉપયોગ કરતી હતી. જે દિવસે અડધી કલાકનો વિલંબ  થતો તેણી ગુલાબી કલરથી સ્કાર્ફને ગુંથતી હતી અને જે દિવસે એમને એનાથી પણ વધારે મોડું થતું હતું તો તેણી લાલ રંગના ઉનનો ઉપયોગ કરતી હતી. ક્લાઉડિયાનું કહેવું છે કે જે દિવસે ટ્રેન મોડી નહતી થતી એ દિવસે તેણી સફેદ રંગનો ઉપયોગ કરતી હતી. આ પ્રકારે ક્લાઉડિયાએ થઇ રહેલી અસુવિધાનો વિરોધ કર્યો. એમના આ વિચિત્ર સ્કાર્ફને ‘રેલ ડિલે સ્કાર્ફ’ નામ આપવામાં આવ્યું. ક્લાઉડિયની દીકરી સારા એક પત્રકાર છે એમને એક દિવસ પોતાની માં દ્વારા બનાવામાં આવેલ આ સ્કાર્ફની ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેના પછી ઘણા લોકોએ એ પોસ્ટને લાઈક અને શેર કરી. સારાએ આ સ્કાર્ફને વેચવાનું મન બનાવ્યું અને એમાંથી આવેલ પૈસાથી હવે તેણી રેલ્વે સ્ટેશન પર રાહ જોનારાની મદદમાં ઉપયોગ કરવાનો વિચાર કરી રહી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment