ટ્રેનના ટોઇલેટ માંથી આવી રહ્યો હતો મહિલાનો અવાજ, યાત્રીઓને લાગ્યું મહિલાનો રેપ થઇ રહ્યો છે, દરવાજો તોડીને જોયુ તો રહી ગયા દંગ….

72

વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનમાંથી મંગળવારે એક મહિલા ટોઇલેટમાં ફસાઈ ગઈ હતી.ટ્રેનમાં મુસાફરી કરતા લોકોએ રેલ્વે મંત્રીને ટ્વીટ કરીને જાણકારી આપી.આ પછી ટ્રેન શામગઢ  પહોચી ત્યારે RPFએ દરવાજો તોડીને મહિલાને બહાર કાઢી હતી.ત્યાર પછી મહિલાને GRPના ગાર્ડને સોપી દેવામાં આવી હતી.આ દરમિયાન ટ્રેન 10 મિનીટ સુધી શામગઢના સ્ટેસન ઉપર ઉભી રહી હતી.

મંગળવારે સેલ્સમેનનું કામ કરતા પ્રજાપતિ રતલામથી શામગઢ જવા માટે વડોદરા કોટા પેસેન્જર ટ્રેનમાં બેઠા હતા.રતલામથી ટ્રેન નીકળતા થોડી વાર પછી તેમનું ધ્યાન ટ્રેનના ડબાના ટોઇલેટ ઉપર ગયું.ત્યાં ઘણા લોકો ઉભા હતા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા.પરંતુ દરવાજો ખુલી ન રહ્યો હતો.પાસે જઈને જોયું તો અંદરથી કોઈ મહિલાનો ચીસો પાડવાનો આવાજ આવી રહ્યો હતો.મુસાફરોની આપેલી સુચના ઉપરથી RPFનો એક જવાન ટ્રેનના ડબામાં આવ્યો પણ તે કઈ પણ કયા વગર જોઈને જતો રહ્યો.ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ દરવાજો ખોલવાના ઘણા પ્રયાસો કયા પણ દરવાજો ખુલીયો નહિ.આ વચ્ચે ઘણા મુસાફરો પોતાન સ્ટોપ ઉપર ઉતારવાના બદલે બીજા સ્ટેસનોએ પહોચી ગયા હતા.

રેલ મંત્રી પીયુસ ગોયલને કર્યું ટ્વીટ, બે મિનીટ માજ આવ્યો અધિકારીઓનો જવાબ.

ટ્રેનમાં બેઠેલા મુસાફર પ્રજાપતિએ રેલ મંત્રી પીયુસ ગોયલને ટ્વીટ કરી દીધું.બે મીનીટમાંજ ભારતીય રેલ માંથી જવાબ આવ્યો કે ઘટનાની મહિતી ત્યાના અધિકારીઓને આપી દેવામાં આવી છે.ત્યાં સુધીમાં ટ્રેન શામગઢ પહોચી ગઈ ત્યાં RPFના SI કૃષ્ણ શર્મા અને તેના સ્ટાફના લોકોએ દરવાજો ખખડાવ્યો તો અંદરથી મહિલાની ચીસો સંભાળતી હતી.જવાનોએ ઘણું પૂછયું પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહિ અને કોઈ બહાર પણ ન આવ્યું એટલે જવાનોએ દરવાજો તોડી નાખ્યો હતો. શામગઢ GRPના TI રમેશ સિંહએ કહ્યું હતું કે મહિલા ગાંડી હતી.તેને શામગઢના કોટા મંડળને સોપી દેવામાં આવી હતી.

લોકોને લાગ્યું હતું કે કોઈ મહિલા સાથે દુષ્કર્મ કરી રહ્યું છે.

મહિલા એવી રીતે ચીસો પાડી રહી હતી કે જેમ કોઈ તેનું ગળું દબાવી રહ્યું હોય.તે મુસાફરોના સવાલો ના જવાબ પણ નહોતી આપી રહી.આ પરથી મુસાફરોને લાગ્યું કે અંદર બે વ્યક્તિ છે જેને મહિલાને કેદ કરી લીધી છે અને તેની સાથે દુષ્કર્મ કરી રહ્યા હશે.પરંતુ એવું કશુજ ન હતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment