“તુવેરના દાણાની કચોરી” તમે પણ બનાવી શકો છો અમારી આ રેસીપી જોઇને…

47

મોટા ભાગે કચોરી દરેક લોકોની ભાવતી વાનગી છે. ચાહે કોઇપણ કચોરી હોય લોકો તેનો સ્વાદ અચૂક માણે છે. તો ચાલો આજે અમે તમને તુવેરના દાણાની કચોરી ઘરે જાતે કઈ રીતે બનાવવાની રીત તેની આસન અને સરળ રીત જણાવીએ.

તુવેરના દાણાની કચોરી બનાવવા માટેની સામગ્રી

50 ગ્રામ તુવેરના દાણા, 2 ટેબલ સ્પૂન આદુ મરચા લસણની મિક્સ પેસ્ટ, 1 ટેબલ સ્પૂન રાઈ, 1 ટેબલ સ્પૂન જીરું, 3 ટેબલ સ્પૂન તેલ, 2 થી3 ટેબલ સ્પૂન તલ, ½ ટી સ્પૂન હળદર, ½ ટી સ્પૂન ગરમ મસાલો, ½ ટી સ્પૂન લાલ મરચા પાવડર, ½ ટી સ્પૂન ધાણા જીરું પાવડર, ½ ટી સ્પૂન તજનો પાવડર, ½ લવિંગનો પાવડર, 2 થી 3 ટેબલ સ્પૂન લીંબુનો રસ, 3 ટેબલ સ્પૂન ખાંડ, ¼ કપ જીણી બારીક સમારેલી કોથમીર, તળવા માટે જરૂરિયાત પ્રમાણે તેલ, સ્વાદ અનુસાર મીઠું અને ટમેટાનો સોસ.

કણક બાંધવા માટેની સામગ્રી

1 કપ મેંદો, ¼ કપ ઘઉંનો લોટ, 3 ટેબલ સ્પૂન સોજી, 3 થી 4 ટેબલસ્પૂનઘી, ½ ટેબલ સ્પૂન મીઠું અને જરૂર મુજબનું પાણી.

તુવેરના દાણાની કચોરી બનાવવા માટેની રીત

૧.) સૌ પ્રથમ તુવેરના દાણાને ક્રશ કરી લો.

૨.) ત્યાર બાદ કણક બાંધવા માટેની બધીજ સામગ્રીને એક કથરોટમાં લઇ સારી રીતે મિક્સ કરી તેનો સોફ્ટ લોટ બાંધી લો. અને તેને ઢાંકીને એક બાજુ રાખી દયો.

૩.) હવે એક કડાઈ લઇ તેમાં તળવા માટે જરૂરીયાત મુજબ તેલ નાખો અને તેને ગેસ પર મધ્યમ તાપ પર ગરમ કરવા મુકો.

૪.) તેલ ગરમ થઇ જાય પછી તેમાં રાઈ અને જીરું નાખો.

૫.) રાઈ તડતડી જાય પછી તેમાં ક્રશ કરેલા તુવેરના દાણાનાખી તેને પણ સહેજ પકાવા દયો. ત્યાર બાદ તેમાં તુવેરના દાણાની કચોરી બનાવવા માટેની તમામ સામગ્રી નાખી તેને સારી રીતે હલાવીને મિકસ કરો

૬.) હવે કડાઈને ઢાંકીને તેને 8 થી 10 સુધી ગેસ પર મધ્યમ ધીમા તાપે પકાવા દયો.

૭.) હવે ગેસ બંધ કરી કડાઈને ગેસ પરથી નીચે ઉતારી કડાઈમાં રહેલી સામગ્રી હાથમાં લઇ શકાય તેવી ઠંડી થાય ત્યારે તેના નાના નાના બોલ બનાવીને એક બાજુ રાખી મુકો.

૮.) હવે ક્રમ નંબર ૨ના કણક બાંધવા માટેની સામગ્રી માંથી જે સોફ્ટ લોટ તૈયાર કરેલ તેના નાના નાના લુવા કરી નાની નાની પૂરી વણી લો.

૯.) આ પૂરીમાં ક્રમ નંબર 7 મુજબના તુવેરના દાણાની કચોરી બનાવવા માટેની સામગ્રી માંથી બનાવેલા નાના નાના બોલને મૂકી પૂરીની આજુ બાજુની ફરતી ગોલાઈથી બોલને પેક કરો દયો.

૧૦.) હવે એક કડાઈમાં આ બોલને તળવા માટે જરૂરી માત્રામાં તેલ લઇ તેને ગેસ પર મૂકી મધ્યમ તાપ પર ગરમ કરો.

૧૧.) તેલ ગરમ થઇ જાય એટલે તેમાં પૂરીમાં મુકીને બનાવેલા બોલને તળી લો.

તમારી તુવેરના દાણાની કચોરી ખાવા માટે તૈયાર છે. આ કચોરીને ટમેટાના સોસની સાથે તમે પણ ખાવ અને મહેમાનને પણ ખવરાવો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment