ઉચી જ્ઞાતિવાળા લોકોની સામે ખુરશી પર જમી રહ્યો હતો દલિત, લોકોએ ઢોર માર મારતા થયું મૃત્યુ…

7

ઉચી જ્ઞાતિના લોકો સામે ખુરશી પર બેસીને એક દલિતે ખાધું તો ઉચી જ્ઞાતિના લોકોએ તેને ઢોરમાર માર્યો. ગંભીર રૂપથી ઘાયલ થયા પછી તેને હોસ્પીટલમા દાખલ કરવામાં આવ્યો જ્યાં ૧૦ દિવસ પછી રવિવારે તેનું મૃત્યુ થઇ ગયું. સમાજને હચમચાવી નાખે એવી આ બાબત ઉત્તરાખંડના ટિહરી જીલ્લાની છે.

૨૭ વર્ષનો દલિત યુવક જીતેન્દ્ર પોતાના સગાને ત્યાં લગ્નમાં જવા માટે ૨૬ એપ્રિલે શ્રીકોટ ગામ ગયો હતો. શ્રીકોટ ગામ, ટિહરી ગઢવાલ જીલ્લાના નૈનબાગની અંદર આવે છે. આજ ગામના લગ્નમાં સમાજને નીચે જોવું પડે તેવી ઘટના બની.

લગ્નમાં જીતેન્દ્ર એક ખુરશી પર બેસીને જમતો હતો. તેની બાજુમાં અમુક સુવર્ણ પણ જમી રહ્યા હતા. આ દરમિયાન કહેવાનુસાર એક સુવર્ણ જ્ઞાતિનો વ્યક્તિ ત્યાં આવ્યો અને દલિત યુવકને જ્ઞાતિ ઉપર ખરાબ શબ્દ કહીને ઉભું થવા કહ્યું. જયારે યુવકે ઉભું થવાની ના પાડી તો તે વ્યક્તિએ યુવકને મારવાનું ચાલુ કરી દીધું. થોડોક લોકોને યુવકને બચાવીને બાબત શાંત કરી.

દલિત યુવકની બહેનના કહેવા મુજબ, જયારે ભાઈ પોતાના ઘર પાછો આવતો હતો ત્યારે જગડો કરનાર વ્યક્તિ અને અન્ય લોકો તેની પાછળ આવ્યા અને રસ્તામા જ તેને માર્યો જેનાથી તેને ગંભીર ઈજા થઇ. પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો . ત્યાં ૧૦ દિવસ પછી રવિવારે જીતેન્દ્રનું મૃત્યુ થઇ ગયું. જીતેન્દ્રના મૃત્યુના સમાચાર મળતા જ ગામના લોકો અને પરિવારના લોકોએ હોસ્પીટલના ધમાલ કરી નાખી અને આરોપી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી.

પરિવારની ફરિયાદ પર પોલીસ સ્ટેશનમાં ૭ વ્યક્તિના સામે ધારા ૧૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ આઈપીસી તથા એસસી એસટી એક્ટની અંતર્ગત બાબત દાખલ કરવામાં આવી છે. પોલીસ બાબતની તપાસ કરી રહી છે. પોલીસે ફરિયાદના આધારે ગજેન્દ્ર સિંહ, શોભન સિંહ, કુશલ સિંહ, ગબ્બર સિંહ, ગંભીર સિંહ, હરબીર સિંહ, હુકુમ સિંહના વિરોધમાં એસસી એસટી એક્ટની અંતર્ગત કેસની નોંધણી કરી લીધી છે.

જણાવી દઈએ કે મૃતક દલિત યુવક પરિવારમાં કામ કરનાર એક જ હતો. ઘરમાં એક નાનો ભાઈ, બહેન અને વિધવા માં છે. હવે આખા ઘરની જવાબદારી બહેન પણ આવી ગઈ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment