યુઆઇડીએઆઈ ના જણાવ્યા મુજબ ટેલીકોમ કંપનીઓ તાત્કાલિક અસરથી જમા કરે “આધાર ડીલિંક” કરવાનો પ્લાન

49
UIDAI na janavya mujab Telikom kampanio tatkalik asarathi jama kare

આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવ્યા બાદ યુઆઇડીએઆઈ એટલે કે યુનિક આઇડેન્ટિ ફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા દરેક ટેલીકોમ કંપનીઓને પંદર દિવસની મુદ્દત આપવામાં આવી છે. યુઆઇડીએઆઈ એ કહ્યું છે કે પહેલા ઈકેવાયસી મારફત રજુ કરવામાં આવેલ સીમ કાર્ડની બાબતમાં તાત્કાલિક અસરથી પંદર દિવસની અંદર જલ્દીથી નિર્ણય લ્યે. દરેક ટેલીકોમ કંપનીઓએ પોતે કેવી રીતે આધારને ડીલિંક કરશે તેના વિશે તાત્કાલિક જણાવવાનું રહેશે.

 ૧.) યુઆઇડીએઆઈ એ કઈ કઈ ટેલીકોમ કંપનીઓને આ સર્ક્યુલર મોકલ્યો છે ?

યુઆઇડીએઆઈ એ ભારતી એરટેલ, રિલાયન્સ જીયો, વોડાફોન અને આઈડિયા સહિત અન્ય ટેલીકોમ કંપનીઓને આ સર્ક્યુલર મોકલીને તેમની પાસેથી તાત્કાલિક અસરથી ઉપરની બાબતે જવાબ માંગ્યો છે. મહત્વની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા દિવસ પહેલા જ આધાર કાનુનના સેક્શન 57 ને રદ કરવામાં આવ્યો હતો. આ સેક્શન 57 માં દરેક ટેલીકોમ કંપનીઓને 12 સંખ્યાના આધાર નંબરને ઈકેવાયસી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યો હતો.

૨.) 2016 માં આરબીઆઈ એ સૂચનાઓ આપી હતી.

આરબીઆઈ એ એટલે કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા એ 2016 માં ઓટીપી મારફત ઈકેવાયસી કરવા માટે સૂચનાઓ આપી હતી. આરબીઆઈ એ ત્યારે પોતાના આદેશમાં દરેક બેન્કોને જણાવ્યું હતું કે તે ઓટીપી મારફત પોતાના ગ્રાહકોની અનુમતિ લઈને ઈકેવાયસી કરી શકે છે. જો કે ઈકેવાયસી કરાવનાર કોઇપણ ગ્રાહક એક વર્ષમાં એક લાખ રૂપિયાથી વધારે પૈસા (રૂપિયા) જમા કરાવી શકશે નહિ.

૩.) ઈકેવાયસીથી લોન લેનાર ગ્રાહકમાં થયો વધારો.

આધાર મારફત ઈકેવાયસી કરાવનાર ગ્રાહકોની સંખ્યામાં ખુબજ વધારો જોવા મળ્યો હતો. આનો સૌથી મોટો લાભ નાની રકમની લોન લેનાર ગ્રાહકને થયો હતો. ફિનટેક કંપનીઓનો ખર્ચ પણ આ પ્રોસેસ દ્વારા ખુબજ ઓછો થઇ ગયો હતો. 2017 માં જ્યાં 4.8 કરોડ લોકોનું ઈકેવાયસી થયું હતું, તેની સામે 2018 માં તે વધીને 13.8 કરોડ થયું છે. બેન્કોને પણ ઈકેવાયસી પોતાનું નેટવર્ક અને ગ્રાહકની સંખ્યા વધારવામાં ખુબજ મદદરૂપ થયેલ છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com  &  કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ  FacebookTwitter અને YouTube પર.

Leave a comment