અંકલ સેમ ડોનાલ્ડ ટ્રમ્પ કેવી રીતે પોતાના શરીરનું વજન ઘટાડે છે ?

16

વિશ્વના સૌથી તાકાતવર વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ કેવી રીતે પોતાના શરીરનું વજન ઘટાડે છે ?

અમેરિકાના સૌથી તાકાતવાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના શરીરના વજનને ( વિશ્વ લેવલે વજનમાં નહીં હો ) 10 થી 15 પાઉન્ડ જેટલું ઓછું કરવા માટે જાન્યુઆરીમાં પોતાના આહારમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સાથે પોતાના શરીરની સ્થૂળતાને ઓછી કરવા માટે અંકલે એક નવી વ્યાયમકે કસરત કરવાની યોજના પણ બનાવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું શારીરિક વજન ઓછું કરવા માટે તેમને પોતાના ફીટનેશ એક્સપર્ટની મદદ અને સલાહ લઇ ડાયેટ ચાર્ટ બનાવ્યો છે. આ ડાયેટ ચાર્ટ મુજબ અંકલ સેમ એ માછલી અને બર્ગરનો પોતાના આહારમાં ત્યાગ કરવો પડશે. એમાય ખાસ કરીને બર્ગર. સીએનએન ના કહેવા મુજબ રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વજનને 10 થી 15 પાઉન્ડ વજન ઓછું કરવા માટે જાન્યુઆરીમાં તેના આહારમાં ફેરફાર કર્યો હતો. તે સાથે તેમણે પોતાના શરીરની સ્થૂળતાને ઓછી કરવા માટે વ્યાયમ કરવાની પણ યોજના બનાવી હતી.

તેના પાંચ મહિનાના આ નિયમ દરમ્યાન ટ્રમ્પના નજીકના લોકોએ કહ્યું કે, “અમે તેનામાં નાનો એવો ફેરફાર જોયો છે, મોટા ભાગે તે શું ખાય છે અને કેવી રીતે ખાય છે.” પણ હા, વિક એન્ડ દરમ્યાન ગોલ્ફ રમતી વખતે તેમને સમજવા યોગ્ય દિનચર્યાનો અભ્યાસ કરી શક્યા નથી. આ સમયે રાષ્ટ્રપતી ગાડીઓનો આનંદ લેતા હતા.

ટ્રમ્પ ખુદ આ અભ્યાસના મહત્વને ઓછું મહત્વ આપતા હતા, કારણ કે તેનું માનવું એમ હતું, અને સવાલ પણ કરતા હતા કે ક્યાંક આ અભ્યાસ ફાયદાકારકને બદલે જોખમકારક કે નુકશાનકારક તો નથીને ? સીએનએનના કહેવા મુજબ વ્હાઈટ હાઉસની ચિકિત્સક રોની જેક્સને જાન્યુઆરીમાં સંવાદ દાતાઓથી ભરેલા હોલમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ નિયમિત રીતે વ્યાયમ કરતા નથી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment