રાજ કપૂરની “મેરા નામ જોકર” એ પેહલી એવી હિન્દી ફિલ્મ હતી જેમાં બે ઈન્ટરવલ હતા….

65

બોલીવૂડની અજાણી અને રસપ્રદ વાતો…

૧. જયારે “શોલે” બનતી હતી ત્યારે ધર્મેન્દ્રએ લાઈટ મેનને વારંવાર ભૂલ કરવા માટે વધુ પૈસા આપ્યા હતા, જેથી તે હેમા માલિનીને એટલીવાર વધુ હગ કરી શકે.

૨. “કહો ના પ્યાર હે” આ ફિલ્મ Guinness Book of World Records 2002 માં સૌથી વધુ એવાર્ડસ જીતવા માટે સ્થાન પામી. આ ફિલ્મને કુલ ૯૨ એવોર્ડ્સ મળ્યા હતા.

૩. અક્ષય કુમાર ખુબ જ શંકાશીલ અને અંધશ્રદ્ધાળુ છે. તેઓ કાગળ પર કઈ પણ લખતા પહેલા હમેશા મથાળા પર “ઓમ” લખી ને જ શરૂઆત કરે છે.

૪. “બોલીવૂડ” જે દેશમાં ધર્મ ગણાય એવા ભારત દેશમાં ૧૩૦૦૦ થી પણ ઓછી સિનેમા છે તેની સામે અમેરિકામાં ૪૦,૦૦૦ છે.

૫. એક અંદાજ મુજબ ભારતીયો વાર્ષિક ૨.૨ અબજ જેટલી ટીકીટો ખરીદે છે, જે દુનિયાનો સૌથી મોટો આંકડો છે. પરંતું હોલીવૂડની સમકક્ષ આ કમાણી પા ભાગની પણ નથી કારણ ટીકીટના એવરેજ ભાવ દુનિયામાં સૌથી નીચા પણ ભારતમાં જ છે.

૬. જાણીને આશ્ચર્ય થશે કે સલમાન ખાનને નાહવાના સાબુ ભેગા કરવાનો શોખ છે. તેના બાથરૂમમાં હેન્ડમેઇડ અને હર્બલ સાબુનું બહુ મોટું કલેક્શન હોય જ છે. તેનો સૌથી પ્રિય સાબુ ફ્રુટ અને વેજીટેબલ્સમાંથી બનેલો હોય તે છે.

૭. શાહરૂખખાનનો સૌથી અપ્રિય વિષય હિન્દી હતો. હિન્દીમાં વધુ કાબિલિયત આવે તે માટે તેની મમ્મી ખાસ તેને હિન્દી ફિલ્મો જોવા સિનેમા માં લઇ જતી.

૮. રાજ કપૂરની “મેરા નામ જોકર” એ પેહલી એવી હિન્દી ફિલ્મ હતી જેમાં બે ઈન્ટરવલ હતા.

૯. વિશ્વની સૌથી લાંબી ફિલ્મ પણ બોલીવૂડની જ છે, “LOC: Kargil” જે 4 કલાક અને 25 મિનીટ લાંબી હતી.

૧૦. ૧૩ વર્ષની નાની શ્રીદેવીએ તમિલ ફિલ્મ “મૂન્દ્રુંમુદીચું” માં રજનીકાંતની સાવકી માં નો રોલ કરેલો હતો.

૧૧. ૧૯૬૦માં ધર્મેદ્રએ કરેલી, “દિલ ભી તેરા હમ ભી તેરે” માં તેને મળેલી ફીસ હતી રૂપિયા ૫૧.

૧૨. સુનીલ દત તેના શરૂઆતના કરિયરમાં પોતે એક રેડિયો સ્ટેશનમાં RJ હતા, તેની સૌથી પ્રિય અભિનેત્રી “નરગીસ” નું ઈન્ટરવ્યું લેવા પોતે માંગતો હતો, જયારે એ દિવસ આવ્યો ત્યારે તે એક પણ શબ્દ નરગીસ સામે બોલી ના શક્યો અને તે ઈન્ટરવ્યું કેન્સલ કરવામાં આવ્યું. પછી વર્ષો બાદ જયારે બંને એ ‘Mother India’ (1957) માં સાથે કામ કર્યું ત્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન ગ્રંથીએ જોડાયા !

૧૩. “દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે” માં શાહ રુખ ખાનની જગ્યાએ પહેલા સેફ અલી ખાનની પસંદગી કરવામાં આવી હતી.

૧૪. “રોકસ્ટાર” ફિલ્મ રીવર્સ ઓર્ડરમાં શુટિંગ કરવામાં આવી હતી, જેમાં ક્લાઈમેક્ષ પેલા શૂટ થયું હતું. કારણકે ડાઈરેક્ટર, હીરો રણબીર કપૂરની હેઈર સ્ટાઈલની સાતત્યતા જાળવવા માંગતા હતા.

૧૫. અનીલ કપૂરનું કુટુંબ જયારે પ્રથમ વખત મુંબઈ આવ્યું ત્યારે તે રજ કપૂરના ગેરેજમાં રોકાયું હતું. પછી તેઓ મુંબઈના મિડલ ક્લાસ એરિયામાં ૧ BHK માં રહેતા હતા.

૧૬. હુસ્નની રાણી એવી રેખા જયારે પબ્લિકમાં આવે છે ત્યારે તેણી હમેશા ગુલાબી, લાલ અથવા ચોકલેટી કલરની લીપ્સ્ટીકમાં જ હોય છે.

૧૭. શોલે ફિલ્મ બનાવતી વખતે એકવાર અમજદ ખાનને ફિલ્મમાંથી પડતો મુકવાની તૈયારી થઇ ગઈ હતી, કારણ કે ગબ્બરના રોલ માટે સ્ક્રીપ્ટ રાઈટર જાવેદ અખ્તરને તેનો અવાજ ખુબ જ ધીમો અને નબળો લાગતો હતો. તેથી શરૂઆતમાં ડેનીને પણ લેવામાં આવ્યો હતો પરંતુ પાછળથી અમજદ ખાને બધું સંભાળી લીધું હતું.

૧૮. અમિતાભ બચ્ચન એટલા નિયમિત હતા કે ઘણીવાર તો “ફિલ્મીસ્તાન સ્ટુડિયો” નો ગેટ ખોલવાનો હોય ત્યારે વોચમેન કે ગેટ કીપર આવ્યા હોય તેની પહેલા તેઓ આવી જતા, આવું ઘણીવાર થતું એટલે બચ્ચન સર પોતે ચાવી સાથે રાખતા અને ઘણીવાર તેઓ પોતે જ દરવાજો ખોલી લેતા.

૧૯. સિલસિલા જ એક એવી ફિલ્મ હતી જેમાં શશી કપૂરે અમિતાભના મોટા ભાઈ તરીકે નો રોલ નિભાવ્યો છે. બાકી બીજી બધી ફિલ્મો જેમ કે “દીવાર”, “સુહાગ”, “દો ઓર દો પાંચ” અને “નમકહલાલ” આ બધામાં આનાથી ઉલટું છે.

૨૦. મોહમ્મદ રફી એ બોક્ષિંગના દીવાના હતા. તેઓને તે જોવું બહુ જ ગમતું. શિકાગોની ટૂર વખતે તેમણે તેના ઓર્ગેનાઈઝરને વિનંતી કરી કે બોક્ષિંગ ચેમ્પિયન મોહમ્મદ અલી સાથે મુલાકાત કરાવી આપે. તમને જાણી આશ્ચર્ય થશે કે જયારે આ વાતની જાન મોહમ્મદ અલીને થાય છે ત્યારે તે પોતે રફી જી ની મુલાકાતે આવી પહોચે છે, કારણ તેઓ પણ રફીના ગાયનના દીવાના હતા.

21. મુગલ –એ-આઝમ શરૂઆતમાં ત્રણ ભાષામાં બનાવવામાં આવી હતી. હિન્દી, તમિલ અને ઈંગ્લીશ. જયારે તમિલમાં બહુ બુરી રીતે ફ્લોપ થયા બાદ તેનું ઇંગ્લીશમાં પ્રોડક્શન પણ બંધ રાખ્યું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment