હાથીના છાણનો વપરાશ કરીને કરોડો રૂપિયાની બહુરાષ્ટ્રીય કંપની બનાવનાર એક સક્ષમ મહિલા…

24

પ્રકૃતિ આપણી મિત્ર છે. પ્રકૃતિએ આપણને વિપુલ માત્રામાં સાધનો આપ્યા છે જે માનવજાત માટે વરદાન છે. કેટલાક એવા પદાર્થો જેને આપણે પૂર્ણરૂપથી બિનઉપયોગી માનીએ છીએ પણ હકીકતે તેમાં મુલ્યવાન રાતનો જેની ઉપયોગીતા છુપાયેલી હોય છે. મહિમા મહેરા અને શ્રી વીજેન્દ્ર શેખાવત એવા ઉધમી મહાનુભાવો છે જેણે તુચ્છ, નક્કામી કે બિનઉપયોગી, ફેંકવા લાયક પદાર્થોને ઓળખીને તેણે કિંમતી ઉપયોગી વસ્તુઓ બનાવી તેનું મૂલ્ય વધાર્યું છે. ‘કથીરમાંથી કંચન’ બનાવવાની કલા જગત સમક્ષ મૂકી છે.રૂપિયાની ૧૫૦૦૦ લોન લઇ સહુ પ્રથમ તેમણે હાથીના છાણને કાચો માલ બનાવ્યો અને વ્યવસાય શરુ કર્યો. આજે તેનું વાર્ષિક ટર્નોવર કરોડોમાં છે. ૨૦૦૩માં જયારે મહિમા તથા વીજેન્દ્ર આમેરનો કિલ્લો જોવા રાજસ્થાન ગયા ત્યારે કિલ્લાની નીચે તેમણે હાથીનું છાણ જોયું. તેઓને ધ્યાનમાં આવ્યું કે તેમાં રેશા પર્યાપ્ત માત્રામાં છે. તેમાંથી કાગળ બનાવી શકાય. બસ! ઈન્ટરનેટ પરથી શોધી શરુ કરી. તેઓને જાણકારી મળી કે શ્રીલંકા, થાયલેન્ડ, મલેશિયા જેવા દેશોમાં આ જ રીતે હાથીના છાણમાંથી કાગળ બને છે.બસ! દ્રઢ નિશ્ચય કરીને બંનેએ કામ શરુ કર્યું. ઈ.સ. ૨૦૦૭ માં કાગળ યુગમાં ક્રાંતિ આવી. હાથી છાપ કાગળને ભારતમાં પ્રથમ વખત પ્રસ્તુત કર્યો. આ રીતે હાથીના છાણમાંથી નોટબુક, ફોટો આલ્બમ, ફ્રેમ, બેગ અને સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ બનાવી શકાય છે. બજારમાં જેની કિંમત ૧૦ રૂપિયાથી ૫૦૦ રૂપિયા સુધી હોય છે પ્રત્યેક વ્યવસાય જેમ જ પહેલાં ભારત અને પછી જર્મની નિકાસ શરુ કરી. હવે યુરોપ સુધી નિકાસ થાય છે.

આ વ્યવસાયમાં સર્વ પ્રથમ પ્રમુખ પ્રક્રિયા એટલે એક મોટી ટાંકીમાં આ છાણને સાફ કરાય છે. પછી સુકવીને કાગળ બનાવાય છે. ધોવા માટે વપરાયેલું પાણી ઉત્તમ ખાતર તરીકે વપરાય છે. મહિમા જયારે નાની હતી ત્યારથી જ પ્રદુષણ મુક્ત ઈકો ફ્રેન્ડલી જીવન જીવવા ઇચ્છતી હતી. તેની આ ઈચ્છાએ તેણે વ્યવસાય તરફ દોરી. ગામડાની એક ટીમ પૂરી પ્રક્રિયામાં સહાયક બને છે. હકીકતે હાથીનું પાચનતંત્ર નબળું હોવાથી તેના છાણમાં રેસાની માત્ર વધારે હોય છે. પરિણામે કાગળની ગુણવત્તા ઉત્તમ હોય છે.તેમના આ પ્રયોગના નાવીન્યને આવકારીએ તેનાથી પ્રકૃતિનું રક્ષણ અને વેપાર બંને જળવાય છે. તેમનું આ સાહસ રસાયણ મુક્ત ને ઉત્તમ છે. પ્રશંસનીય છે. પ્રકૃતિના સંરક્ષક અને સાહસિક એવા આ બંને ઉધોગપતિઓને શત શત વંદન.

લેખન સંકલન : દીપ્તિ બુચ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment