તો ચાલો આજે કરીએ રસોઈમાં વપરાતી વસ્તુઓની ઓળખ

27

રસોઈની દુનિયા એવડી મોટી છે કે ઘણા શબ્દો આપણને ખ્યાલ જ નહિ હોતા. મારા અનુભવ પરથી મેં થોડા અઘરા લગતા શબ્દોનું લીસ્ટ બનાવ્યું છે જે સૌને ઉપયોગી થશે.તો ચાલો આજે કરીએ રસોઈમાં વપરાતી વસ્તુઓની ઓળખ

૧. આઈસીંગ સુગર- જલ્દીથી જામી જાઇ તેવી ખાંડ.

૨. બ્રાઉન સુગર- ગરમ કરીને બ્રાઉન કરેલી ખાંડ.બ્રાઉન સુગરની બદલે અડધી ખાંડ અને અડધો ગોળનો ઉપયોગ કરી શકાય.માત્ર ખાંડનો પણ ઉપયોગ કરી શકાય.

૩. ડ્રીન્કીંગ ચોકલેટ- ચોકલેટનો પાઉડર.

૪. બ્રેડ ક્રમ્સ- ટોસ્ટનો ભૂકો

૫. કેપ્સીકમ- સીમલા મિર્ચ

૬. કેનેપ્સ- મેંદાની બાસ્કેટ જે તૈયાર બજારમાં મળે.જેને જોતી હોય ત્યારે તેલમાં તળીને ઉપયોગ કરવાનો હોય.

૭. વર્મીસીલી સેવ- ચોખાની સફેદ નાયલોન સેવ.

૮. મેક્રોની- મેંદાની બનાવટ.પસ્તાની વેરાઈટી

૯. સ્પગેટી- મેંદાની બનાવટ. પાતળી, લાંબી સેવ જેવી હોય.

૧૦. નુડલ્સ- મેંદાની બનાવટ.

૧૧. આજીનો મોટો- ક્રિસ્ટલ પાઉડર જે ચાઈનીઝ વાનગીઓમાં ઉપયોગ થાય.આના લીધે વાનગી જલ્દીથી ચડી જાય અને વાનગીનો સ્વાદ જળવાય રહે.

૧૨. ચીલીસોસ- મરચાનો સોસ.આ સોસ લીલો કે ઘાટ્ટો લાલ રંગનો હોય છે.વધારે પડતો આ સોસ ચાઈનીઝ વાનગીમાં વપરાય છે.

૧૩. સોયાસોસ- સોયાબીનમાંથી બનાવામાં આવે છે. આ સોસ ઘાટ્ટો કથ્થાઈ રંગનો હોય છે.વધારે પડતો આ સોસ ચાઈનીઝ વાનગીમાં વપરાય છે.

૧૪. વિનેગર- આને સિરકા પણ કહેવાય. આ સફેદ અથવા કથ્થાઈ રંગનો મળે છે. વસ્તુને લાંબા સમય સુધી સાચવવા માટે ઉપયોગ થાય છે.આનો સ્વાદ ખાટો હોય છે.ચાઈનીઝ વાનગીમાં વપરાય છે.

૧૫. યીસ્ટ- પાઉં,પિઝ્ઝા તથા નાન વગેરેમાં આથો લાવવા આનો ઉપયોગ થાય છે.આ બે જાતની મળે છે- ડ્રાય યીસ્ટ અને ફ્રેશ યીસ્ટ.

૧૬. સિલ્વર ફોઈલ- આને ચાંદીનો વરખ કહે છે. જે પાતળો કાગળ જેવો નાજુક હોય છે.આને બટરપેપર સાથે સંભાળીને મિઠાઈ પર લગાવામાં આવે છે,પછી બટરપેપર હળવેથી લઇ લેવાનું.

૧૭. એલ્યુમીનીયમ ફોઈલ- ટીફીનમાં રોટલી, પરાઠા જેવી વાનગી રેપ કરવા ઉપયોગી, બાઉલ પર ફીટ કરવાથી વાનગી ગરમ રહે છે.

૧૮. જીલેટીન- આનો ઉપયોગ પુડિંગ, સલાડ તથા આઈસ્ક્રીમ વગેરેમાં સેટ કરવા માટે થાય છે. ૧ એન્વેલ્પ- ૧ tbsp બરાબર થાય.

૧૯. જેલી- અલગ અલગ સુગંધ, રંગ અને ખાંડ ભેળવેલું જીલેટીન.

૨૦. કસ્ટરડ પાઉડર- આ પાઉડર દુધને ઘાટું બનવા વપરાય છે.આઈસ્ક્રીમ,પુડિંગ તથા ફ્રુટસલાડમાં આનો ઉપયોગ થાય છે. આ અલગ અલગ ફ્લેવરમાં મળે છે.

૨૧. કોર્ન ફ્લોર- મકાઈનો લોટ જે સફેદ બારીક લોટ હોય છે.આઈસ્ક્રીમ,સૂપ અને કાઢીને ઘટ્ટ કરવા આનો ઉપયોગ થાય છે.ઘણી વાનગીઓમાં કોટિંગ કરવા ઉપયોગ થાય છે.

૨૨. સોડીયમ બેન્ઝોએટ- એક પ્રકારનું પ્રિઝર્વેટીવ છે.આનો ઉપયોગ અથાણામાં અને ટમેટામાંથી બનતી વાનગીઓમાં થાય છે.આને સ્કોચ તથા જ્યુસમાં નખાય છે.૧ કિલોની સામગ્રીમાં ૧ ગ્રામની માત્રામાં નાખવાનો હોય છે નહીતર વધારે ઉપયોગ કરવાથી વસ્તુ કાળી પડી જાય છે.

૨૩. પોટેશિયમ મેટા બાયસલ્ફાઈટ- એક પ્રકારનું પ્રિઝર્વેટીવ છે. આને કે.એમ.એસ. કહેવાય છે.આનો મુખ્ય ઉપયોગ શરબત અને ટામેટાના સોસમાં થાય છે.

૨૪. એસીટીક એસીડ- આનો ઉપયોગ ટમેટાના સોસ, ગાજરના અથાણા તથા ખાટીમીઠી ચટણીમાં થાય છે.

૨૫. સાઇટ્રીક એસીડ- આ લીંબુના ફૂલ તરીકે ઓળખાય છે.લીંબુની જગ્યાએ આનો ઉપયોગ થાય છે.જે વાનગીમાં લીંબુનો રસ નાખવાથી ઢીલી થય જાય છે તેમાં આનો ઉપયોગ થાય છે.સફરજનમાંથી બનતી વાનગી તથા કેરી,દ્રાક્ષ,જામફળ જેવા ખાટા મીઠા ફળોના શરબત તથા જામ જેલીમાં આનો ઉપયોગ થાય છે.

૨૬. બેકિંગ પાઉડર- આ સોડા બાયકાર્બ, કોર્ન ફ્લોર અને ક્રીમ ઓફ ટાટારનું (टार्टार) મિક્ષણ છે.કેક તથા બિસ્કીટ વગેરે બેકરી વાનગીમાં ફુલાવા માટે થાય છે.

૨૭. ટાટાર (टार्टार) ક્રીમ- કેક તથા બિસ્કીટ વગેરે બેકરી વાનગીમાં ફુલાવા માટે થાય છે.

૨૮. ગ્લેજ ચેરી – ચેરીને લાલ ચાસણીમાં ડુબાડીને રાખ્યા બાદ સુકવીને બનાવામાં આવે છે.વાનગીના ડેકોરેશનમાં ઉપયોગી બને છે.

૨૯. તૂટીફૂટી- કાચા પપૈયાના ટુકડા કરી રંગીન ચાસણીમાં ડુબાડીને સુકવી તૈયાર કરવામાં આવે છે.વાનગીના ડેકોરેશનમાં ઉપયોગી બને છે.

૩૦. કાલાજીરા- ૧ tsp જીરું+૧૦ મરી. જીરાને શેકીને તેમાં મરી નાખી બારીક પાઉડર બનાવો.દહીંવડામાં ઉપયોગ થાય છે.

૩૧. લેઈ- મેંદો+ચોખાનો લોટ. બને લોટ માં પાણી નાખીને ગરમ કરવાનો,ઘટ્ટ પેસ્ટ બનવી જોઈએ.સમોસા જેવી પડવાળી વાનગીમાં પડને શીલ કરવા ઉપયોગી.

૩૨. ઈનો- મીઠા સોડા અને લીંબુના ફૂલનું મિક્ષણ. આનાથી વાનગી મુલાયમ અને ફૂલે છે.

૩૩. ચાઈનાગ્રાસ- આઈસ્ક્રીમને જલ્દી જમાવા માટેનો પાઉડર.

૩૪. જી.એમ.એસ. અને સી.એમ.એસ.- આઈસ્ક્રીમ આનાથી જામે છે અને મુલાયમ લાગે છે,બરફ જેવો આઈસ્ક્રીમ હાર્ડ નથી લાગતો.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment