વાહન ચાલકો માટે ખુશ ખબર – દરેક વાહન ચાલક અચૂક વાંચે

198

હાલના નિયમ મુજબ ટ્રાફિક પોલીસ તમારી પાસે રોડ રસ્તા કે હાઈવે પર તમે વાહન ચલાવતા હો ત્યારે તમારી પાસે ઓરીજનલ ડ્રાઈવિંગ લાયસન્સ, આર.સી.બુક, પી.યુ.સી. અને વીમાના ડોક્યુમેન્ટ્સ વગેરે તપાસવા માંગે ત્યારે તમારે તેને બતાવવા માટે ફરજીયાત તમારી સાથે રાખવા પડે છે અને બતાવવા પડે છે. પણ ક્યારેક તમે આમાંના કોઇપણ ડોક્યુમેન્ટ્સ ઘરે ભૂલી ગયા હો કે ખોવાઈ ગયા હોય તો તમે કેવી મુશ્કેલીમાં મુકાઈ જાવ છો? તો હવે આમાંથી રાહત આપતા સમાચાર ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગે એક પરિપત્ર બહાર પાડીને તેમાંથી વાહન ચાલકોને મુક્તિ અપાવી છે.

તો ચાલો જોઈએ શું છે આ ખુશ ખબર ?

ગુજરાતના લાખો વાહન ચાલકો માટે ખુશ ખબર અને રાહતના સમાચાર આવ્યા છે. હવે વાહન ચલાવતી વખતે તમારી પાસે ઓરીજીનલ ડ્રાઈવિંગ લાયસન્સ અને જે તે વાહનની આર.સી.બુક એટલે કે રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ બુક નહિ હોય તો પણ રોડ ટ્રાફિક પોલીસ તમને કોઇપણ પ્રકારનો દંડ કરી શકશે નહિ. અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં કોઇપણ સ્થળે, શહેર કે હાઈવે ઉપર વાહન ચલાવતી વખતે વાહન ચાલકે ડ્રાઈવિંગ લાયસન્સ, આર.સી.બુક, પી.યુ.સી. વીમાની પોલીસીના ડોક્યુમેન્ટ્સ વગેરે ઓરીજીનલ સાથે રાખવા ફરજીયાત છે/હતા. પરંતુ હવે ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગે એક પરિપત્ર બહાર પાડીને આ બધા ડોક્યુમેન્ટ્સ સોફ્ટ ફોરમેટમાં સાથે રાખવાની છૂટ આપી છે.

ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગે તારીખ: 7 સપ્ટેમ્બર 2018 શુક્રવારના રોજ આ બાબતે એક પરિપત્ર બહાર પાડીને ઉપર દર્શાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ ફીજીકલી ભૌતિક સ્વરુપે સાથે રાખવાને બદલે વાહન માલિક કે ડ્રાઈવર પોતાના મોબાઈલના ડીજીટલ લોકરમાં તે રાખી શકે તે માટેની છૂટ આપી છે. આ માટે ઉપર દર્શાવેલ વાહનને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ મોબાઈલના ડીજીટલ લોકર એપ્લીકેશનમાં ડાઉનલોડ કરી શકશો અને તમે જ્યારે વાહન ચલાવતા હો ત્યારે તમારી પાસે ટ્રાફિક પોલીસ ડ્રાઈવિંગ લાયસન્સ કે તે વાહનને લગતા ઉપરોક્ત કોઇપણ ડોક્યુમેન્ટ્સ તપાસવા માંગે ત્યારે તમે મોબાઈલના ડીજીટલ લોકર એપ્લીકેશનમાં ડાઉનલોડ કરેલા આ ડોક્યુમેન્ટ્સ બતાવી શકશો જે કાયદેસર માન્ય ગણાશે.

ભારત સરકારના સંદેશા વ્યવહાર અને માહિતી પ્રસારણ મંત્રાલયે તારીખ. 21/7/2016 થી નોટીફીકેશન ક્રમાંક – જીએસઆર 711 (ઈ) થી ઇન્ફર્મેશન ટેકનોલોજી  (પ્રિઝર્વેશન એન્ડ રિટેન્સન ઓફ ઇન્ફર્મેશન બાય ઇન્ટરઝીડીયરીઝ પ્રોવાઇડીંગ ડીજીટલ લોકર ફેસીલીટીઝ) રૂલ્સ, 2016 જાહેર કરેલ છે. આ નિયમો ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ, 2000 હેઠળ બહાર પાડવામાં આવેલ છે. આ નિયમોમાં નિયમ – 2 પેટા નિયમ -12 ના ભાગ (જી) માં ડીજીટલ લોકરની વ્યાખ્યા આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ડીજીટલ લોકર એટલે તેના વપરાશકર્તા દ્વારા ઈલેક્ટ્રોનિક રેકર્ડની ડીલીવરી આપવાની સેવાને ડીજીટલ લોકર કહેવામાં આવે છે. જ્યારે ફક્ત ડીજી લોકર એટલે રાજ્ય સરકાર દ્વારા માન્ય અને રાજ્ય સરકાર દ્વારા જ સંચાલન કરવામાં આવતી વેબસાઈટ અને મોબાઈલ આધારિત ડીજીટલ લોકર સીસ્ટમ.

ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી બુકને એટલે કે રજીસ્ટ્રેશન સર્ટીફિકેટને ડીજીલોકર અથવા એમ પરિવહન એપ પ્લેટફોર્મથી રજુ થયેલા આ દસ્તાવેજોને મૂળ અસલ દસ્તાવેજો જેવી જ કાયદાકીય અધિકૃતતા આપવા અને ડીજીલોકર એમ પરિવહન એપનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે ભારત સરકારે અવાર નવાર તે બાબતની સૂચનાઓ આપેલ છે. હાલમાં ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ડીપાર્ટમેન્ટના તારીખ: 8/8/2018 ના રોજ જાહેર કરેલ પરિપત્રથી અદ્યતન સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ડીજી લોકર પ્લેટફોર્મ અને મીનીસ્ટ્રી ઓફ રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના એમ પરિવહન એપ પ્લેટફોર્મ પર ભારતીય નાગરિકોને ઇસ્યુ કરવામાં આવેલ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. બુક ઈલેક્ટ્રોનિક ફોર્મમાં રાખવાની સગવડ આપવામાં આવે છે. ઉપરાંત મીનીસ્ટ્રી ઓફ રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના એમ પરિવહન એપ પ્લેટફોર્મ પર આઈ.ટી. એકટ, 2000 મુજબ ડીજીલોકર/એમ પરિવહન એપ પ્લેટફોર્મ પર મુકેલ ડીજીટલ કોપીઓને મૂળ અસલ દસ્તાવેજ જેવી જ માન્યતા આપવાનું ફરજીયાત બનાવેલ છે.

આઈ.ટી.એકટ, 2000 ની જોગવાઈઓ મુજબ ડીજીલોકર કે એમ પરિવહન એપ પ્લેટફોર્મ પર રજુ થયેલ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.બુકની ડીજીટલ કોપીને મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ તથા ટ્રાન્સપોર્ટ ઓથોરીટી દ્વારા ઇસ્યુ થયેલ સર્ટીફિકેટની જેમ જ કાયદેસર માન્ય ગણવા.

જો વાહન માલિક કે વાહન ચલાવનાર ડ્રાઈવર દ્વારા કોઈ ગંભીર ગુનો કે અકસ્માત કરવામાં આવે અને ખાતાકીય રીતે દસ્તાવેજો કબજે લેવાની જરૂરિયાત ઊભી થાય તેવા કિસ્સામાં એન્ફોર્સમેન્ટ એજન્સી આ દસ્તાવેજોને Vahan/sarathi વાહન/સારથી ડેટાબેઝ પરથી ઈલેકટ્રોનિક સ્વરૂપમાં મેળવી શકશે. જેથી હવે આ દસ્તાવેજોને ફીજીકલ સ્વરૂપમાં સીઝ કરવાની જરૂરિયાત રહેશે નહિ.

ઈ – ચલણ સોફ્ટવેરમાં ડોક્યુમેન્ટ ઇમ્પાઉન્ડનું ઓપ્શન ઉપલબ્ધ છે. જ્યારે વાહન ચાલક પાસે ડોક્યુમેન્ટ ડીજીટલ સ્વરૂપે હોય અને તેને ઇમ્પાઉન્ડ કરવાના હોય ત્યારે ઈ – ચલણ સોફ્ટવેરમાં ડોક્યુમેન્ટ ઇમ્પાઉન્ડની નોંધ કરવાની રહેશે. આ નોંધ વાહન 4.0 સોફ્ટવેરમાં એલર્ટ સ્વરૂપે રીફ્લેકટ થશે. જેથી જો કોઈ વાહન પર કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય તો વાહન 4.0 માં એલર્ટ આવશે જેથી તેનું ટ્રાન્ઝેક્શન અટકાવી શકાય. છે ને આનંદના અને ખુશખબરના સમાચાર.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment