વઘારેલી રોટલી – સવારનો પરફેક્ટ હેલ્ધી નાસ્તો

229

ચાલો આજે આપણા સૌ ગુજરાતીમાં ફેમસ હેલ્ધી વઘારેલી રોટલી બનવાની રીત શીખીએ. વઘારેલી રોટલી એ સાંજે જમવામાં કે બપોરના જમવામાં બચેલી – વધેલી રોટલીમાંથી બનાવામાં આવતો નાસ્તો છે. જે દરેક માટે હેલ્ધી અને પસંદીતા નાસ્તા માનો એક છે. જેને તમે ગમે ત્યારે ઇન્સટન્ટ બનવી શકો છો. અને ચા કે કોફી સાથે ખાઈ પણ શકો છો. વધી પડતી વઘારેલી રોટલી ચા સાથે ખાવાની ખુબજ મજા આવે છે.

વઘારેલી રોટલી બનાવવા માટેની સામગ્રી :

રોટલી : ટુકડાઓ (4 થી 5 રોટલી)
તેલ : 1/2 ચમચી
હિંગ : 1/4 નાની – ચમચી
રાઈ : 1/2 નાની – ચમચી
જીરું : 1/2 નાની – ચમચી
હળદર પાવડર : 1/3 નાની-ચમચી
મીઠું : 1 નાની-ચમચી, સ્વાદ પ્રમાણે

વઘારેલી રોટલી બનાવવા માટેની સૂચનાઓ :

1.) એક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરું નાખી ફૂટવા દઈએ.
2.) રાઈ ફૂટવા લાગે એટલે તેલમાં હળદર પાવડર નાખો.
3.) રોટલીના ટુકડા કરીને તેલમાં નાખો અને હળદર અને મસાલા સાથે હલાવી લો.
4.) સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને સારી રીતે વઘારેલી રોટલીને હલાવી લો.
5.) વચે વચે વઘારેલી રોટલીને હલાવતા રહો અને ૪ થી ૫ મિનીટ માટે મધ્યમ ગસ ઉપર વઘારો.
6.) વઘારેલી રોટલી ત્યાર છે. વઘારેલી રોટલીને ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં પીરસો.

વઘારેલી રોટલી બનાવાની રીત :

વઘારેલી રોટલી બનાવા માટે બચેલી રોટલીનો ઉપયોગ કરી શકાઈ છે. ૪ થી ૫ રોટલીને લઇ એના ટુકડા કરી લઈએ.

રોટલીને હાથમાં લઇ કોઈ પણ આકારના ટુકડા કરી લઈએ. પણ ધ્યાન રહે કે બહુ મોટા ટુકડા કે બહુ નાના ટુકડા ના થાય. મીડીયમ સાઈઝના અને માપ સરના ટુકડા રહે.

એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરીએ અને એમાં રાઈ અને જીરું નાખી સોતડો જ્યાં સુધી તે ફૂટી ન જાય.

રાઈ ફૂટી જાઈ પછી તેલમાં હળદર પાઉડર નાખો.

રોટલીના ટુકડા નાખી તેલમાં બધા મસાલા સાથે એકદમ વ્યવસ્થિત રીતે હલાવી તેને મિક્ષ કરો.

રોટલીને માધ્યમ ગસ ઉપર ૪ થી ૫ મિનીટ માટે પાકવા દઈએ જેથી કરીને એ થોડી કડક બને. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને હલાવી લો.

૨ થી ૩ મિનીટ માટે રોટલીને શેકાવા દઈએ જ્યાં સુધી રોટલી કડક બને.

વઘારેલી રોટલી ત્યાર છે. વઘારેલી રોટલીને નાસ્તામાં ચા સાથે પીરોસો.

તો તૈયાર છે તમારી ચટપટી અને ક્રિસ્પી મજેદાર વઘારેલી રોટલી. આ નાસ્તાને ચા સાથે કે કોફી સાથે ખાઈ સકાય છે અને ઘરે આવેલા મહેમાન હોય કે આપના વહાલે ઘરનાવ જ. બધાને આપી સકાય અને મજા લઈને ખાય પણ સકાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment