વજન ઘટાડવામાં મદદ કરશે એલચીનું પાણી અને એલચીના ફાયદા

101

એલચીના ઘણા ફાયદા છે. પોતાના સ્વાદ અને સુંગધના લીધે આ દરેક ભારતીય ઘરોમાં રસોઈમાં નાખવામાં આવે છે. શરદીઓની સીઝન આવતા જ “ચા” માં એલચીનો ફ્લેવર તો દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. તમે એ જાણીને હેરાન રહી જશો કે એલચી માત્ર પેટમાં જમા થયેલ ફેટને ઓછું કરવાનું જ નહિ પરંતુ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવાની સાથે જ ગ્લુકોઝ ટોલરેસમાં પણ સુધાર કરે છે. એલચી ડાઈજેશન સરખું રાખે છે પરિણામે વજન ઓછું થવા લાગે છે. આહિયા અમે તમને થોડા બીજા કારણ કહીએ છીએ જેનાથી ખબર પડી જશે કે એલચી વજન ઘટાડવામાં ઉપયોગી છે.

કેવી રીતે એલચીનું પાણી ઓછો કરશે વજન?

૧.) બહાર કાઢવા ઝેરીલા પદાર્થ
આયુર્વેદ પ્રમાણે અમુક બીમારીના કારણે ઝેરીલા પદાર્થ બનવા લાગે છે. આ ઝેરીલા પદાર્થો બ્લડ સર્ક્યુલેશનમાં ગડબડ ઉભી કરે છે અને એનર્જી લેવલને પણ ડાઉન કરી દે છે. એલચી એક એવી વસ્તુ છે જે એસીડ જેવા ઝેરીલા તત્વોને ઓછા કરવામાં મદદરૂપ છે. જો તમને પણ એસીડીટીની સમસ્યા છે તો એલચીવાળી મસાલા “ચા” પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

૨.) બ્લોટિંગમાં રાહત
એલચી પાચનમાં ખુબજ મદદગાર છે. સામાન્ય રીતે અપચાવના કારણે બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવા લાગે છે. આ જ કારણ છે કે એલચી પેટ અને આતરડા સંબંધી બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. યાદ રાખો કે જો ડાઈજેશન સારું હશે તો વજન પોતાની રીતે જ ઓછો થવા લાગશે.

૩.) શરીરમાંથી બહાર કાઢવું વધારાનું પાણી
જો શરીરમાં પાણી જમા થવા લાગે તો વજન વધવા લાગે છે. એલચીના આયુર્વેદિક ગુણો શરીરમાં પેશાબના રૂપમાં રહેલ વધારાનું પાણી બહાર કાઢવામાં મદદરૂપ છે.

૪.) ખરાબ કોલેસ્ટ્રોલને રજા
એલચીમાં એવા તત્વ રહેલ હોય છે જે ફેટ ઓછું કરવાનું કામ કરે છે. આ જ કારણ છે કે એલચી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી દે છે.

કેવી રીતે કરો એલચીના પાણીનો ઉપયોગ?

તમારે માત્ર કરવાનું એટલું છે કે એલચીને તોડીને એના બીજ અલગ કાઢી નાખવાના છે. હવે આને આખી રાત માટે એક ગ્લાસ પાણીમાં નાખીને રાખી દો. સવારમાં ઉઠીને જ આ પાણી પી લો. તમે આની જગ્યાએ એલચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હા, એ વાતનું પુરતું ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે તમે આની સાથે સંતુલિત આહાર પણ લો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment