વજન ઓછો કરવા ઈચ્છો છો તો ૩ વાગ્યા પહેલા કરો લંચ, તો થશે આ ફાયદો…

9

સ્વાસ્થ્યમંદ રહેવા માટે સાચા સમયે પૌષ્ટીક વસ્તુનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને જે લોકો વજન ઓછો કરવા માંગે છે, તેને તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. તામે જો ઓછા સમયમાં વધારે વજન ઓછો કરવા ઈચ્છો છો, તો૯ તમને ખાવાની સાથે સાથે સાચા સમય વિશે પણ ખબર હોવી જોઈએ. પણ કામનું પ્રેશર અને સમય ન મળવાના કારણે મોટા ભાગના લોકો લંચ મોડું જ કરે છે અને આ આદત વજન વધારવાનું કામ કરે છે.

અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં પ્રકાશિત સ્ટડીના અનુસાર બપોરે ખાવાનું ૩ વાગ્યા બાદ ખાવાનું ખાવાવાળા લોકોમાં વજનની પ્રક્રિયા ધીમી પડવા લાગે છે. આ સ્ટડી સ્પેનના અંદાજે 1200 થી વધારે વજનવાળા લોકો પર કરવામાં આવી છે, જે વજન ઓછો કરવાના જુસ્સામાં રહેલા હતા. સ્ટડી દરમિયાન જાણવામાં આવ્યું કે જે લોકો ૩ વાગ્યા બાદ લંચ કારે છે, તેનો વજન જલ્દી ઓછો થતો નથી.

આ સ્ટડીમાં સામાન્ય રીતે વિશેષ જેનેટિકવાળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે વર્ષ 2013માં અઆવેકી સ્ટડીની રીપોર્ટમાં પાન આ વાત સામે આવી હતી કે ૩ વાગ્યા બાદ લંચ કરવાવાળા લોકોનો વજન જલ્દી ઓછો થતો નથી.

લંચ ટાઇમથી શ માટે પડે છે ફર્ક?

ઇન્ટરનલ કલોક સર્કેડીયન રીદમ શરીરનું સુવું અને ઉઠવું એ સાયકલને રેગ્યુલેટ કરે છે. ઇન્સ્યુલીન હાર્મોન પર પણ તેની ઊંડી અસર પડે છે. જયારે શરીરમાં ઈન્સ્યુલિન સેંસીટીવીટી લો હોય છે તો તે સમયે વજન ઓછો કરવો ખુબ જ મુશ્કેલ હોય છે.

જમવાનો સાચો સમય કયો છે?

હાર્વર્ડ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલી સ્ટડી અનુસાર સમય બહાર ખાવાનું ખાવાથી સ્વાસ્થ્ય પાર ખુબ જ ખરાબ અસર પડે છે. જે લોકો સાચા સમયે ખાવાનું ખાતા નથી, તેને વજન ઓછુ કરવામાં મુશ્કેલી પડે છે. રોજ એક સમય પર ખાવાનું ખાવાથી શરીરના સરકેડીયન કલોક સરખી રીતે કામ કરે છે.

રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાચા સમયે ખાવાનું ખાવાથી મેટાબોલીઝમ, જાડાપણું અને સ્લિપ સાઇકલ સાચી રીતે કામ કરે છે. જો તમે પણ વજન ઓછો કરવા ઈચ્છો છો તો સાચા સમય પર ખાવાનું શરુ કરી દો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment