વજન ઉતારવાના બધાં પ્રયાસો નિષ્ફળ ગયા છે ? તો હવે બસ આટલી વાતો પર જ ફોકસ કરો

64

બાળકો, ઘર, પરિવાર અને નોકરી આ તમામ બાબતોમાં સતત વ્યસ્ત રહેતી સ્ત્રી પોતાના માટે સમય ફાળવી શકતી નથી. જેના કારણે ઘણી વખતે માનસિક તણાવ અને ભાગદોડ હોવા છતાં શરીર વધી જવાની શક્યતા રહે છે. અમુકવાર સતત કાર્યશીલ રહેતા છતાં સ્ત્રીઓનું વજન સતત વધતું જાય છે અને શરીર બેડોળ બનતું જાય છે. જેથી સ્ત્રીઓએ ખાસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તે સ્વસ્થ અને સુડોળ શરીર સાથે સુંદર રહી શકે. સ્ત્રીઓ માટે આ 10 વસ્તુઓ અત્યંત જરૂરી છે. સ્ત્રીના સુઘડ સ્વાસ્થ્ય માટે તેણે આ 10 રીત અપનાવવી જોઈએ. આ મહત્વની 10 ટીપ્સ વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ તેમને રાખશે એકદમ હેલ્ધી અને ફિટ.

સ્ત્રીઓએ પ્રોટીન યુકત ખોરાક લેવો જોઈએ જેના કારણે શરીર વધતુ નથી પણ તેની સાથે શરીર સતત ઉર્જાવાન રહે છે. ગમે તેટલી ભાગદોડ બાદ પણ થાક લાગતો નથી. આ ઉપરાંત ડેરી પ્રોડકટનો પોતાની ડીશમાં નજીવો ઉપયોગ કરવો જોઈએ. જંક ફુડથી દૂર રહેવુ જોઈએ.

પાલક શરીર ઉતારવાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરને કંટ્રોલમાં રાખવાનો એકદમ આસાન ઉપાય પણ છે. આ ઉપરાંત જે લીલા શાકભાજી પ્રોટીન અને વિટામિન સીથી ભરપુર હોય તો તે પણ લેવા જોઈએ. તેનાથી શરીર તાજગીસભર રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

શરીરને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ડી પણ મળી રહે તે જરૂરી છે. આ ત્રણ વસ્તુઓનો સંગમ શરીર માટે ખુબ ઉપયોગી અને રક્ષક સ્ત્રોત માનવામાં આવે છે. મેનોપોજ સમયે આ ત્રણેય તત્વો શરીરને મળી રહે તે જરૂરી હોય છે. આ તત્વો શરીરમાં વધે તે માટે ગ્રીન શીડ્સ, ફળો વગેરેનો ઉપયોગ વધારવો જોઈએ. આ તત્વો શરીર ઉતારવામાં પણ મદદ કરે છે.

કયારેક એક જ ખોરાકમાંથી બધા જ વિટામિન મળી રહે તે શકય નથી. ત્વચાને સુંદરતા બક્ષવી, એજીંગની સમસ્યા અટકાવવી, કેન્સર જેવા રોગોથી પણ દૂર રાખે તેવો એક માત્ર સોર્સ છે નારંગી.તેમાં રહેલા AEC વિટામિન તણાવને દૂર કરી બોડીને રિડ્યુશ કરે છે. નર્વસ સિસ્ટમને પણ દૂર કરે છે. હાર્ટના રોગનો ખતરો પણ ટળે છે.

શરીરને ઓમેગા 3ની પણ પૂરતી માત્રામાં જરૂર પડે છે.તેનાથી મગજ સ્વસ્થ રહે છે અને સુંદરત પણ વધે છે.મેનપોઝ બાદ હાર્ટની તકલીફમાં ઓમેગા 3 ઉપયોગી છે.પ્રેગ્નેન્સીમાં તબીબો ઓમેગા 3 સમાયેલ હોય તેવો ખોરાક લેવાની પણ તરફેણ કરે છે.ઓલીવ ઓઈલમાં ઓમેગા 3નુ પ્રમાણ સૌથી વધારે હોય છે.

જો તમારે તમારી કાયાને સુંદર અને સ્વસ્થ બનાવવી હોય તો કેલેરીઝ યુક્ત પીણા પીવાનુ ટાળો.તેનો સૌથી સારો વિકલ્પ પાણી છે.કારણ કે પીણામાં રહેલુ સુગર તમારુ વજન વધારવા માટે જવાબદાર બની શકે છે.રોજનુ બની શકે તો 12થી 15 ગ્લાસ પાણી પીવુ જોઈએ તે તમારા શરીર માટે સૌથી ઉત્તમ છે.

લાલ સ્ટ્રોબેરી તેના રંગ પ્રમાણે જ ગુણો ધરાવે છે.તમારા શરીરને તંદુરસ્તી આપતુ આ સૌથી સારુ ફળ માનવામાં આવે છે. સ્ટ્રોબેરીનુ મોટુ રાઝ એ છે કે તે ખાવાથી ઉંઘ સારી આવે છે. ભાગદોડભર્યા જીવનમાં સારી ઉંઘ પણ જરૂરી છે.ઘણી વખતે અનિદ્રાને કારણે પણ શરીર વધવાની સમસ્યા થઈ શકે છે.

સ્ત્રીઓને માસિક સમય દરમ્યાન વધારે ભાગદોડ કરવી જોઈએ નહી. આ સમય દરમ્યાન મીઠુ, સુગર, જંકફુડ, કોફી કે માંસાહારને લેવાનુ ટાળવુ જોઈએ. આવા સમયે બી6, વિટામિન ઈ, મેગ્નેશિયમ, ઓમેગા 3 જેવા તત્વોથી ભરપુર ખોરાક લેવો જોઈએ.

જો તમારુ શરીર વધી ગયુ હોય તો તમે સાઈકલિંગ કરી શકો છો. તે સારામાં સારો ઉપાય છે. સાઈકલિંગથી આખા શરીરની કસરત થાય છે .તમારા હીપ્સનો ભાગ ઉતારવામાં સાઈકલિંગ સૌથી સારો વિકલ્પ બની શકે છે. આ કસરતની સાથે સારો ખોરાક પણ લેવો જરૂરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

વોટ્સઅપ ચેનલમાં જોડવા “Hi” લખી મોકલાવો 08000057004 પર.

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment