વર્ષના 65 દિવસ અંધારામાં રહે છે આ પૈસાદાર લોકો, કારણ છે જાણવા જેવું

36

દુનિયા સુંદર આશ્ચર્યોથી ભરેલી છે. તમે પડ ખોલીને ખોલીને થાકી જશો પરંતુ દરેક વખતે આ પૃથ્વી પર એક નવું આશ્ચર્ય મળશે. ‘મિડનાઈટ સન’ નામથી પ્રખ્યાત નોર્વે વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ એક શહેર એવું પણ છે, જ્યાં ૬૫ દિવસો સુધી ગાઢ અંધારામાં જીવે છે લોકો અને શુંકામ ?

પહેલી નજરે, યૂટીકૈગવિક શહેર કોઈ અન્ય આર્કિટેક શહેરની જેમ લાગે છે. આ શહેર સંપૂર્ણપણે ઠંડુ છે, જ્યાં આખું વર્ષ મોટાભાગે પરમાફ્રોસ્ટ પ્રખ્યાત છે, સાથે જ અંધકારપૂર્ણ પણ કેમકે આ પૃથ્વી પર સૌથી વધુ વાદળવાળી જગ્યાઓમાંથી એક છે. જો કે વાતાવરણ પ્રતિકુળ છે, શહેરમાં ૪૦૦૦થી પણ વધારે લોકો રહે છે, જેમાં મોટાભાગના લોકો અલાસ્કાના મૂળ નિવાસી છે.

એ દુનિયાનો સૌથી ઉત્તરી સાર્વજનિક સમુદાયોમાંથી એક પણ છે કેમકે યૂટીકૈગવિક દુર ઉત્તરમાં આવેલ છે, જેનાથી આ સંયુક્ત રાજ્યમાં સૌથી દુર આવેલ ઉત્તરી શહેર બની જાય છે. સાથે જ, ઉત્તકાગવિકના લોકોને નિશ્ચિત રૂપે આના પર ગર્વ છે, કેમકે એમનું આદર્શ વાક્ય “ધ નોર્દર્ન અમેરિકન સિટી” છે.

આની પહેલા યૂટીકૈગવિક શહેર બૈરોના નામથી ઓળખાતું હતું, યૂટીકૈગવિક શહેર ઉત્તરી ઢાળ બરોનું આર્થિક કેન્દ્ર છે. અમુક લોકો તેલ ક્ષેત્રના સંચાલનમાં મદદ કરે છે, અન્ય સરકારી લોકો કામ પર વિશ્વાસ કરે છે, જ્યારે બાકીના પ્રવાસની કમાણીથી કામ ચલાવે છે. તમે એ જ વિચારી રહ્યા હશો કે આટલા વિષમ વાતાવરણના ક્ષેત્રમાં કોઈ શુંકામ ફરવા જતા હશે ?

આર્કિટેક સર્કલમાં ગરમીના મહિનાઓમાં સુરજ અડધી રાત સુધી નીકળેલ હોય છે. એ સમયે સૂર્ય દિવસના ૨૪ કલાક સુધી રહે છે. આ સમય દરમ્યાન, ઘણા આર્કિટેક શહેર પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે અલગ અલગ કાર્યક્રમો અને પ્રોગ્રામ કરે છે જે રાતમાં આ જાદુઈ ક્ષણને જોવાનો અનુભવ કરવા માંગે છે.

જો કે, મધ્યરાત્રિએ સૂર્ય જ એકમાત્ર ઘટના નથી કે, જે યૂટીકૈગવિકને દુનિયાની ભીડથી અલગ ઉભું કરે છે. બીજા અલાસ્ક્ન શહેરો વિપરીત, યૂટીકૈગવિકમાં ઠંડીના મહિનાઓ દરમ્યાન અસામાન્ય રૂપથી લાંબી ધ્રુવીય રાત હોય છે. એક એવી રાત્રિ કે જે ૬૫ દિવસો સુધી ચાલે છે! એટલે કે ૬૫ દિવસ અહિયાં સૂર્ય નીકળતો જ નથી અને ખાલી અંધારું છવાયેલું રહે છે. ૨૦૧૮માં, ૧૮ નવેમ્બરે છેલ્લું સુર્યાસ્ત થયું હતું. આના પછી, શહેરમાં ૬૫ દિવસની લાંબી રાત થઇ ગઈ અને ૨૩ જાન્યુઆરીએ ફરી સૂર્યોદય થયો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment