વેજ ચીલી પનીરી ઢોકળાં સ્ટીક – ઢોકળા તો ગુજરાતીઓની શાન છે તો ક્યારે બનાવો છો ?

84
vegetable-chili-paniri-dhokla-stick

વેજ ચીલી પનીરી ઢોકળાં સ્ટીક

મહેમાન આવવા ના હોય એટલે ફરસાણ મિષ્ટાન તો હોય જ એમાંય ઢોકળાં તો ગુજરાતીઓ ની શાન છે, પણ રોજ રોજ એક જ પ્રકાર ના ઢોકળાં થી કાંટાળી ગયા છો તો આજ એક ઢોકળાં ને પનીર નું નવું જ સ્ટાર્ટર બનાવતા શીખી લો. એનું નામ છે વેજ ચીલી પનીરી ઢોકળાં સ્ટીક મહેમાન ખુશ થઈ જશે.

સામગ્રી નોંધી લો

ઢોકળાંનું ખીરું એક થાળી થાય એટલું તમે માપ તમને જોઈએ એ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો.
મીઠું,
ઇનો સોડા,
તેલ,
આદુ મરચાની પેસ્ટ,
મરી પાવડર,
અને સફેદ તલ
બધાનું માપ મે પિકચર માં આપેલું જ છે.

હવે મરી પાવડર અને તલ સિવાય ની બધી સામગ્રી ખીરા માં મિક્સ કરી એકદમ ચમચા વડે હલાવો. કો ત્યારબાદ એક મોટા લોયા માં પાણી નાખી અને વચ્ચે એક કાંઠો મૂકી એક થાળી અથવા કેક ટીન ને તેલ લગાવી પ્રી હિટ કરો..

હવે તેમાં તૈયાર કરેલું ખીરું રેડી ઉપર તલ અને મરી પાવડર ભભરાવો અને ૧૦ મિનિટ માટે ઢાંકી ને ચડવા દો.

ઢોકળાં તૈયાર થાય ત્યાં સુધી બાકી ની તૈયારી કરી લઈએ પનીર ચોરસ કાપેલું એક બાઉલ, તૈયાર થયેલા ઢોકળાં નેપણ ચોરસ ક્યૂબ જેવાં જ કાપવાના.

લાલ, પીળાં, લીલાં કેપ્સિકમ એક બાઉલ,
ટામેટાં એક બાઉલ
મેરીનેટ કરવા માટે ટીકા મસાલો,
લાલ મરચાનો પાવડર,
મીઠું સ્વદાનુસાર,
તલ એક ટેબલ સ્પૂન,
ચાટ મસાલો સ્વદાનુસાર,
અને ૨/૩ ચમચી તેલ,

હવે બધા કેપ્સિકમ અને ટામેટાં ચોરસ આકાર માં ક્યૂબ જેવા જ કાપી ને રેડી કરો.હવે એક બાઉલ માં તેલ અને બધા મસાલા અને તલ મિક્સ કરી ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી ૧૦ મિનિટ સાઈડ પર મૂકી દો એટલે મસાલા ની અરોમા બરાબર ભળી જાય.

હવે તુથપિક માં પેહલા કેપ્સીકમ, પનીર પાછું કેપ્સીકમ પછી ઢોકળાં નો પીસ અને પછી ટામેટાં નો પીસ અને લાસ્ટ માં પાછું કેપ્સીકમ. આવી રીતે બધી સ્ટિક્ રેડી કરી લો.હવે ગ્રિલ પાન અથવા ગ્રિલ ટોસ્તર માં ગ્રિલ કરી ને ગરમાગરમ લાલ મરચા ની ચટણી, ખજૂર આમલીની ચટણી ને લીલી ચટણી સાથે પીરસો. ચટણી ના હોય તો ટોમેટો કેચઅપ સાથે પણ પીરસી શકાય.

તમને કંઈ નવું કરવાનો આનંદ થશે ને મહેમાનો ને નવું ખાવાનો.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment