“વેજિટેબલ ખિચ્ચા રોલ” મને તો નામ વાંચીને જ મોમાં પાણી આવી ગયું…!!

78

“વેજિટેબલ ખિચ્ચા રોલ”

સામગ્રી :

ખિચ્ચાની:

૨ કપ ચોખાનો લોટ, ૧ કપ દાડિયાનો લોટ (શેકેલા ચણાના દાડિયા), ૧ ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૨ કપ પાણી, મીઠું, ૧ ટેબલસ્પૂન જીરું

શાકભાજી:

૧ કપ મિક્સ શાકભાજી બાફેલાં (વટાણા, ફણસી, કૅપ્સિકમ, ગાજર), ૨ લીલા કાંદા કાપેલા (ઑપ્શનલ), ૨ નંગ ચીઝ ક્યુબ્સ, ૨ ટેબલસ્પૂન લસણની પેસ્ટ, ૨ ટેબલસ્પૂન કોથમીર સમારેલી, ૧ ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર, ૧ ટેબલસ્પૂન સાકર, અન્ય સામગ્રી, તળવા માટે તેલ

રીત :

એક પૅનમાં બે કપ પાણીને મીઠું-જીરું, આદું-મરચાંની પેસ્ટ, સાકર નાખીને ઉકાળવું. પાણી ઊકળે એટલે એમાં મિક્સ કરેલો ચોખાનો અને દાડિયાનો પાઉડર મિક્સ કરી એક ડિશમાં પાથરીને ઠંડું કરવું. પાથરેલા ખીચ્ચામાં ઉપરનાં શાકભાજી મિક્સચરની સામગ્રી મિક્સ કરી મનગમતો શેપ આપી એને ગરમ તેલમાં તળી લેવું અથવા શૅલો ફ્રાય કરવું. (પૅટીસ વાળી) કોઈ પણ ચટણી, સૉસ કે ડીપ સાથે ગરમાગરમ સર્વ કરવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment