ઈશ્વરના હાથ માનવામાં આવે છે આ પુલને આધાર આપનાર હાથને, ફોટો જુઓ સાથે વાંચો રસપ્રદ વાતો…

24

આકર્ષક અને સુંદર વાસ્તુકલા, પછી તે આધુનિક હોય કે ઐતિહાસિક, હંમેશા મુસાફરોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કેમ કે, તેનું સૌંદર્ય એ બતાવે છે કે, કલાકારીના આ સુંદર નમૂનાને માણસ અને મશીનોએ એકસાથે મળીને બનાવી છે. આવું જ એક ઉદાહરણ છે કાઉ વાંગ પુલ. જેન ગોલ્ડન બ્રિજ પણ કહેવામાં આવે છે. આ બહુ જ સુંદર પુલ વિયેતનામના Da Nang’s Ba Na Hillsના સૌથી ઉપરના ભાગમાં બનાવવામાં આવ્યો છે. પરંતુ તમને જાણીને દંગ રહી જશો કે, આટલી ઊંચાઈ પર હોવા છતાં તે માત્ર બે આર્ટિફિશ્યલ હાથ પર જ ટકેલો છે. રહી ગયાને આશ્ચર્યચકિત, જુઓ તેની હકીકત.

આ પુલને દુનિયાના સૌથી અનોખા અને અજીબ સ્ટ્રક્ચરમાંનુ એક માનવામાં આવે છે. જૂન મહિનામાં આ પુલને મુસાફરો અને સ્થાનિક લોકોને નિહાળવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ 150 મીટર લાંબો અને સમુદ્ર તળથી 1400 મીટર ઊંચાઈ પર પુલ આવેલો છે.

વિયેતનામનું આકર્ષણ-

આમ તો વિયેતનામમાં ઘણી પ્રાકૃતિક જગ્યા છે અને અહીંની સુંદરતાને જોવા દેશ-વિદેશથી લાખો લોકો આવે છે. આ વખતે લિસ્ટમાં એક બીજી જગ્યા સામેલ થઈ ગઈ છે પરંતુ તે પ્રાકૃતિક નથી. તેને હાલમાં જ બનાવામાં આવ્યો છે પરંતુ તે પોતાની સુંદરતાથી પ્રકૃતિની સુંદરતા વધારવામાં કોઈ કસર નથી છોડી. અહીં વાત કરવામાં આવી રહી છે વિયેતનામના ગોલ્ડન બ્રિજની જે પોતાના સૌંદર્યથી લોકોને આકર્ષિત કરે છે. આ બ્રિજને જોવા માટે લાખોની સંખ્યામાં પર્યટકો વિયેતનામ ફરવા આવે છે.

આ ફોટોમાં તમે પુલની ઉંચાઈનો અંદાજ લગાવી શકો છો. અહીંથી દૂર સુધી દેખાતું પ્રાકૃતિક સૌંદર્ય તમારુ દિલ જીતી લે છે.પુલના ઉપરથી તમે સુંદર પહાડીનો ચારેતરફથી નજારો જોઈ શકો છો. અંદાજે 1 વર્ષની મહેનત બાદ આ પુલને તૈયાર કરવામાં આવ્યો છે. ફ્રેન્ચ શાસન દરમિયાન 20મી શતાબ્દીમાં બા ના હિલ્સ બહુ જ સુંદર ડેસ્ટિનેશનમાંનું એક કહેવાયું આવ્યું છે. આ ક્ષેત્રમાં ફ્રેન્ચ ગામની જેમ લાગે તેવે ઘર અને બગીચાઓ આવેલા છે. અહીં 5.8 કિલોમીટર લાંબો કેબલ કાર ટ્રેક પણ છે. એક સમયે તે દુનિયાનો સૌથી ઊંચો અને લાંબો ટ્રેક કહેવાતો હતો.

જુનમાં ખુલી ગયો છે આ બ્રિજ

ધ ગોલ્ડન બ્રિજની શરૂઆતની ડિઝાઈન ટીએ લેન્ડસ્કેપ આર્કિટેક્ચરે તૈયાર કરી હતી. આ બ્રિજને જોઈને એવું લાગે છે કે, જાણે રસ્તાના રૂપે એક પટ્ટી આકાશમાં લટકેલી છે, અને તેને બે હાથના સહારે રોકવામાં આવી છે.

ખાસ વાત એ છે કે આ બ્રિજ જૂનમાં ખોલવામાં આવે છે અને થોડાક સમયમાં તે પર્યટકોની વિઝિટ લિસ્ટમાં સૌથી ઉપર આવી ગયું છે. તેના પછી વિયેતનામ ડ્રેગન બ્રિજ લોકોની લિસ્ટમાં ફરવા માટે આવે છે. આટલું જલ્દી ફેમસ ટૂરિસ્ટ પ્લેસ બનવા પાછળના કારણ તે બે હાથ છે જેને આ પુલને પકડી રાખ્યો છે.

બે હાથ પર ટકેલો છે ગોલ્ડન બ્રિજ-

વિયેતનામના ફેમસ ગોલ્ડન બ્રિજ બે હાથ પર ટકેલો છે. આકર્ષક વસ્તુકલાનો નમૂનો આ પુલને કાઉ વાંગ પુલ પણ કહેવામાં આવે છે. તે સમુદ્રની સપાટીથી 1400 મીટર ઉંચાઈ પર સ્થિત છે. આટલી ઉંચાઈ પર હોવા છતા તે માત્ર બે હાથના સહારા પર ટકેલો છે. તમે જ્યારે તેને દૂરથી જુઓ છો તો એવું લાગે છે કે રોડની એક પટ્ટીને કોઈ જોઈન્ટ હાથોએ ઉઠાવીને આકાશને ટચ કરવાનો પ્રયત્ન કર્યો છે.

કિનારી-કિનારી પર લાગવામાં આવ્યા છે ક્રાઈસેંથેમમ પ્રજાતિના ફૂલ-

આ પુલનું ઓફિસિયલ નામ કાઉ વાંગ પુલ છે જેનો લોકો ગોલ્ડન બ્રિજ કહેવાનું શરૂ કર્યું છે. આ બહુ સુંદર બ્રીજ છે, જે વિયતેનામના ડા નાંગ્સ બા ના હિલ્સ ઉપર બનાવેલો છે. આ પુલની સુંદરતા વધારવા માટે તેની બંને બાજુ પર લોબેલિા ક્રાઈસેંથેમમ ફૂલ લગાવામાં આવ્યા છે, જે તેની સુંદરતા વધારવામાં ચાર ચાંદ લગાડે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment