વિજ્ઞાન પણ માને છે આ મંદિરોના ચમત્કારને, ક્યાંક રૂપ બદલે છે મૂર્તિ તો ક્યાંક મળ્યો અમૃત કળશ…

12

એમ તો ચમત્કાર અને રહસ્યના ઘણા કિસ્સાઓ તમે વાંચ્યા અને સાંભળ્યા હશે, આ કિસ્સાઓમાં અમુક કિસ્સાઓ એવા પણ હોય છે જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો સહેલો નથી હોતો. પરંતુ આજે પણ ઘણા એવા મંદિર છે, જેના ચમત્કારની આગળ વિજ્ઞાન પણ હાર માની લીધી, સાથે જ આ મંદિરોના કિસ્સા સાંભળીને તમે પણ ચમત્કારો પણ વિશ્વાસ કરવા મજબૂર થઇ જશો.

સામાન્ય રીતે આપણે બધાએ સાંભળ્યું હશે કે મંદિરમાં દેવી દેવતા સામે ઘી અથવા પછી તેલ પ્રગટાવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં જ એક એવું મંદિર છે જ્યાં ઘી, તેલના દીવડાઓ નહિ પરંતુ પાણીના દીવડા પ્રગટે છે. પાણીનું નામ સાંભળીને જ કદાચ તમે બધા આશ્ચર્યચકિત થઇ શકો છો કે આવું કેવીરીતે બની શકે છે. જે પાણી દીવડાને બુઝાવી દે છે એનાથી દીવડાની જ્યોત કેવી રીતે પ્રગટી શકે છે. પરંતુ ગડિયાઘાટ વાળા માતાના મંદિરમાં તમને ઘી, તેલની જરૂરિયાત નથી પડતી.

માતાના ચમત્કારોથી પૂર્ણ આ ભારતના મધ્યપ્રદેશમાં નલખેડાથી ૧૫ કિમી દુર ગામ ગાડિયાની પાસે કાલીસિંધ નદીના કિનારે આવેલ છે. આ મંદિરમાં થનાર ચમત્કારને જોઇને કોઈપણ વ્યક્તિનું માથું સહેજ જ શ્રદ્ધાભાવથી ઝુકી જશે. આ મંદિરમાં દીવડો પ્રગટાવવા માટે કોઈ ઘી અથવા તેલની આવશ્યકતા નથી હોતી, પરંતુ દીવડો પ્રગટાવવાના હેતુથી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંદિરમાં પાણીનો દીવડો પ્રગટે છે.

માન્યતા છે કે વરસાદની ઋતુમાં મંદિર નદીના પાણીમાં પૂર્ણ રીતે ડૂબી જાય છે, ત્યારે આ જ્યોતને બુઝાવી દેવામાં આવે છે. નદીનું પાણી ઓછું થવા પર શારદીય નવરાત્રી પહેલા આ જ્યોત ફરીથી પુજારી દ્વારા પ્રગટાવી દેવામાં આવે છે, જે આગલા વરસાદ સુધી પ્રગટી રહે છે. અહિયાં આસ્થા અને વિશ્વાસની આગળ ખાલી માનવ જ નહિ પરંતુ વિજ્ઞાન પણ હારેલું દેખાય છે.

આખી દુનિયામાં અધ્યાત્મ અને આસ્થા માટે પ્રસિદ્ધ ઉત્તરાખંડ રાજ્યમાં એમ તો અગણિત મંદિર છે, પરંતુ અહિયાં એક એવું પણ મંદિર છે, જે આ રાજ્યની રક્ષા કરે છે. આ મંદિરમાં દરરોજ આદ્યાશક્તિ ત્રણ રૂપોમાં ભક્તોને દેખાય છે. તે સવારે કન્યા, બપોરે યુવતી અને સાંજે વૃદ્ધાનું રૂપ ધારણ કરે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે એક વખત ભયાનક પુરમાં કાલીમઠ મંદિર વહી ગયું હતું. પરંતુ ધારી દેવીની મૂર્તિ એક પથ્થર સાથે જોડાયેલ હોવાના કારણે ધારો ગામમાં વહીને આવી ગઈ હતી. ગામના લોકોને ધારી દેવીની ઈશ્વરીય અવાજ સંભળાય છે કે એમની મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરવામાં આવે. જેના પછી ગામના લોકોએ માતાના મંદિરની સ્થાપના ત્યાં જ કરી દીધી.

માન્યતા છે કે આ મંદિરમાં માં કાલીની મૂર્તિ દ્વાપર યુગથી જ સ્થાપિત છે. કાલીમઠ તેમજ કાલીમઠમાં માં કાલીની મૂર્તિ ક્રોધ મુદ્રામાં છે, પંરતુ ધારી દેવી મંદિરમાં કાલીની મૂર્તિ શાંત મુદ્રામાં આવેલ છે. જો કે શાંત મુદ્રામાં દેખાવનારી ધારી માતાના ગુસ્સાને દુનિયાએ એ સમયે જોયો, જ્યારે એકાએક દેવભૂમિ પાણીમાં સમાઈ ગયું હતું. ઉત્તરાખંડના ગઢવાલમાં રહેનારાઓનું માનવું છે કે આ આપતિ માતા ધારી દેવીના પ્રકોપના કારણે આવી. કહેવામાં આવે છે આ પ્રાચીન મંદિરમાંથી માતાની મૂર્તિ હટાવાના થોડાક કલાકો પછી જ કેદારનાથમાં તબાહી આવી હતી અને હજારો લોકો કાળના મુખમાં સમાઈ ગયા.

મુસ્લિમ બાહુલ્ય દેશ ઇન્ડોનેશિયામાં એક એવું પ્રાચીન મંદિર છે, જ્યાં અમૃત કળશ હોવાનો દાવો કરવામાં આવે છે. આ મંદિર મુખ્ય જાવા આઈલેન્ડની વચોવચ છે. આ મંદિરને કંડી સુકુહ કહેવામાં આવે છે. માન્યતા  છે કે આ તે જ કળશ છે કે જે સમુદ્ર મંથન દરમ્યાન નીકળો હતો. કહેવામાં આવે છે કે આ કળશમાં રાખેલ દ્રવ્ય હજારો વર્ષથી રહેલ છે. માન્યતા છે કે આ અમૃત છે જે હજારો વર્ષથી નથી સુકાયું. આ કળશમાં પારદર્શી શિવલિંગ હોવાની વાત કહેવામાં આવે છે. આ મંદિરની દીવાલો પર મહાભારતનું આદિપર્વ પણ અંકિત છે.

આ કળશની ખબર ત્યારે પડી, જ્યારે ૨૦૧૬માં પુરાતત્વ વિભાગ મરમ્મતનું કાર્ય કરાવી રહ્યા હતા. પુરાતત્વ વિભાગને આ મંદિરની દીવાલની પાયામાંથી તાંબાનો કળશ મળ્યો, જેમાં એક પારદર્શી શિવલિંગ જોડાયેલ હતો. આની અંદર એક ખાસ લિક્વિડ ભરેલું હતું. શોધમાં મળ્યું કે તાંબાના કળશ સાથે આની ખુબજ બારીક જોડાણ કરવામાં આવ્યું હતું જેથી આને ખોલી ન શકાય. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ જે દીવાલમાં મળ્યો, એના પર સમુદ્ર મંથનની નક્કાશી હતી. આ કળશની કાર્બન ડેટિંગ લગભગ બારમી સદીની જણાવામાં આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment