આ છે વિશ્વ ભરમાં થયેલી સૌથી મોટી વિમાનની દુર્ઘટનાઓ

49

સમગ્ર વિશ્વમાં લગભગ રોજ બરોજ ક્યાંક ને ક્યાંક પ્લેનના ક્રેશની દુર્ઘટનાઓ થતીજ રહે છે. આવી કેટલીક દુર્ઘટનાઓ પ્લેનના પાયલોટ અને ક્રુ મેમ્બરની સમજદારી અને સુજ બુજથી અકસ્માત માંથી બચાવી શકાઈ છે દુર્ઘટનાઓ ટાળી શકાઈ છે. પણ કેટલીય એવી દુર્ઘટનાઓ છે કે તેને સમયસર મદદ ન મળવાને કારણે કે આકસ્મિક યાંત્રિક તક નીકીને કારણે હજારો લોકોની સાથે પ્લેનના પાયલોટ અનેક્રુ મેમ્બરોએ પણ જીવ ગુમાવ્યા છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ આવી કેટલીક કરૂણાંતિક વિમાનની દુર્ઘટનાઓ વિશે.

12 ઓગસ્ટ 1975 ના દિવસે જાપાન એર લાઈન્સની ફ્લાઈટ નંબર 123 એ ઉડાન ભર્યાની લગભગ 32 મિનીટ બાદ તુરત જ આ સુટાકાની પહાડીઓ સાથે તે ટકરાઈ ગઈ. આ વિમાને ઓસાકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી ઉડાન ભરી હતી. વિમાનની આ દુર્ઘટનાનું મુખ્ય કારણ અપૂર્ણ અને ખામી યુક્ત સમાર કામને લીધે વિમાનનું અ નિયંત્રિત નિયંત્રણ થવું મુખ્ય બાબત હતી. આ દુર્ઘટનામાં 520 લોકોના મૃત્યુ થયું હતું.

12 નવેમ્બર 1996 ના રોજ સાઉદી અરેબિયા એર લાઇન્સનું વિમાન હરિયાણાના ચરખી દાદરીમાં હવામાં જ કજા કિસ્તાન એર લાઇન્સની ફ્લાઈટ સાથે ટકરાઈ ગયું. આ બંને વિમાન સામ સામે ટકરાઈ ગયા. બંને વિમાનમાં કુલ 349 સફર કરનાર વ્યક્તિઓમાં પાયલોટ અને ક્રુ મેમ્બર પણ હતા. ટોટલી 349 સફર કરનાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. અને હા, આ દુર્ઘટના કજા કિસ્તાન એર લાઇન્સની ફ્લાઈટના પાયલોટની ભૂલને કારણે થઇ હતી.

3 માર્ચ 1997 નાં રોજ તૂર્કી એર લાઈન્સની ફ્લાઈટ નંબર 981 જંગલમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ ફ્લાઈટે પેરીસથી લંડનની ઉડાન ભરી હતી. આ અકસ્માતમાં વિમાનમાં હાજર રહેલ 346 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ કાર્ગોનો દરવાજો ખરાબ હોવાનું કહેવામાં આવે છે.

23 જુન 1985 ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટ નંબર 182 ને આયરીશ હવાઈ ક્ષેત્રમાં ઉડતા સમયે જ બોમ્બથી ઉડાવી દેવામાં આવી હતી. આ ફ્લાઈટ મોન્ટ્રીયલ લંડન, દિલ્હી, મુંબઈ, હવાઈ માર્ગ પર ઉડાન ભરતી હતી. આ વિમાન એટલાન્ટીક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં હાજર રહેલા 329 લોકોના મૃત્યુ થયા હતા. એક ખાસ વાત, આ વિમાનમાં રહેલ મોટા ભાગના લોકો ભારતમાં જનમ્ય હતા અથવા તો, ભારતીય મૂળના હતા.

19 ઓગસ્ટ 1980 ના દિવસે સાઉદી અરેબિયાની એર લાયન્સની ફ્લાઈટ નંબર 163 માં યાત્રીઓના સામાનવાળા વિભાગમાં આગ લાગી ગઈ હતી. ત્યાર પછી આવી કટોકટીમાં તેની તાત્કાલિક આપાત લેન્ડીંગ કરવામાં આવી હતી. પરંતુ કોઈ યાંત્રિક ખામીના કારણથી વિમાનનો મુખ્ય દરવાજો ખરા સમયે ખુલી શક્યો નહિ. જેથી આ અકસ્માતમાં કુલ 301 લોકોના મૃત્યુ થયા હતા.

19 ફેબ્રુઆરી 2003 ના દિવસે ઈરાનનું મીલીટ્રિ વિમાન IL 76 પહાડી વિસ્તારમાં દુર્ઘટના ગ્રસ્ત થયુ હતું. આ પહાડી વિસ્તાર ઈરાનના કેરમાનની નજીક આવેલ છે. એમ જણાવવામાં આવેલ છે કે આ દુર્ઘટના ખરાબ મોસમ વાતાવરણને લીધે થઇ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં હાજર રહેલ કૂલ 275 લોકોના મૃત્યુ થયા હતા.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment