તમને ખબર છે કોણ છે વિશ્વના 10 સૌથી શક્તિશાળી લોકો? તે જાણવા માટે અવશ્ય વાંચો…

220
vishva-na-to-10-manso-nu-list

તમે અવાર નવાર એવું સાંભળ્યું હશે કે તાકાત કે શક્તિની જરૂર ફક્ત કોઈ ખરાબ કામ કે ઝગડો કરવા માટે જ હોય છે. જ્યારે સારૂ કામ કરવા માટે તો પ્યારની શક્તિ જ પૂરતી છે. પરંતુ આ સિવાય પણ વિશ્વમાં લોકો પોતાની શક્તિ માટે પાગલ હોય છે, બેચેન હોય છે ખ્યાતનામ હોય છે. દરેક એક બીજાથી વધારે શક્તિશાળી થવાનું ઈચ્છે છે. ફક્ત સામાન્ય લોકોમાં જ નહિ પરંતુ હવે તો વિશ્વના નેતાઓમાં પણ સર્વે થવા લાગ્યા છે કે બીજા કરતા કોણ વધારે શક્તિશાળી છે, કોણ તાકતવર છે કોણ પ્રભાવશાળી છે.

આવી રીતે હાલમાં થયેલા એક સર્વેમાં વિશ્વના 10 શક્તિશાળી નેતાઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીસ્ટમાં ભારત (INDIA) ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સ્થાન મેળવ્યું છે. જો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ક્રમમાં નવમાં સ્થાન પર છે. આમ છતાં વિશ્વના ટોપ ટેન શક્તિશાળી, પ્રભાવશાળી અને કદાવર નેતાઓમાં તેમનું સ્થાન છે તે જ મહત્વની અને ગૌરવ લેવા જેવી બાબત છે. તો ચાલો આજે અમે આપને બતાવીએ વિશ્વના સૌથી શક્તિશાળી ટોપ ટેન લોકોની – નેતાઓની નામાવલી.

વિશ્વના સૌથી શક્તિશાળી ટોપ ટેન લોકોમાં નેતાઓમાં ટોપ વન પર એટલે કે પ્રથમ ક્રમાંક પર છે,

1.) શી જીનપીંગ.

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ અત્યારે વર્તમાનકાળમાં વિશ્વના સૌથી તાકતવર, શક્તિશાળી વ્યક્તિ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગનો જન્મ 15 જુન 1953માં થયો હતો. હાલમાં ચીનના શી જીનપીંગ સૌથી વધુ લોકપ્રિય અને સર્વોચ્ચ નેતા છે.

શી જીનપીંગ ચીનના રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત ચીની સામ્યવાદી પાર્ટીના મહાસચિવ, કેન્દ્રના સૈનિક સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય પાર્ટી વિદ્યાલયના પણ અધ્યક્ષ છે. શી જીનપીંગને 15 નવેમ્બર 2012 ના રોજ ચીની સામ્યવાદી (કોમ્યુનિસ્ટ) પાર્ટીના મહાસચિવ જાહેર કરવામાં આવ્યા હતા.

2.) વ્લાદિમીર પુતિન.

રશિયાના પ્રભાવશાળી નેતા, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે ચોથી વાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઇ આવ્યા છે. વ્લાદિમીર પુતિન વિશ્વના બીજા નંબરના સૌથી તાકાતવર વ્યક્તિ અને નેતા છે. વ્લાદિમીર પુતિનનો જન્મ 7 ઓક્ટોબર 1952 નાં રોજ થયો હતો. વ્લાદિમીર પુતિન 7 મે 2012 થી રશિયાના રાષ્ટ્રપતિ છે. અને વર્ષ 2018 માં થયેલ રાષ્ટ્પતિની ચૂટણીમાં 76 % મત મેળવીને ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે.

આ પહેલા વ્લાદિમીર પુતિન સન 2000 થી 2008 સુધી રશિયાના રાષ્ટ્રપતિ અને 1999 થી 2000 અને 2008 થી 2012 સુધી રશિયાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. તેમના પ્રધાનમંત્રી કાર્ય કાળ દરમ્યાન તે રશિયાના “સંયુક્ત રશિયા પાર્ટી”ના અધ્યક્ષ પણ હતા.

3.)  ડોનાલ્ડ ટ્રમ્પ.

અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સર્વે મુજબ વિશ્વના ત્રીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને નેતા છે. આ એક એવો તફાવત છે જે, અમેરિકાના રાષ્ટ્રપતી વિશ્વના શક્તિશાળી નેતાઓની યાદીમાં ત્રીજા ક્રમે આવ્યા છે. બાકી અત્યાર સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ વિશ્વના શક્તિશાળી અને પ્રભાવશાળી ટોપ ટેન નેતાઓમાં પ્રથમ ક્રમે રહેલ છે. છેલ્લા થોડાક વર્ષોથી ચીને જે રફતારથી પ્રગતી કરી છે તે કાબિલે દાદ છે. અને તેથી જ ત્યાંના રાષ્ટ્રપતિ ખુબજ શક્તિશાળી થયા છે.

અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જુન 1946 ના રોજ થયો હતો. તે અમેરિકામાં નેતા હોવા ઉપરાંત મોટા બિજનેશ મેન પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂટણીમાં હિલેરી ક્લીન્ટનને હરાવીને વિજેતા થયા હતા.

4.) એન્જેલા મર્કેલ.

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ લીસ્ટમાં ચોથા નંબર પર છે. એન્જેલા મર્કેલ વિશ્વના ટોપ ટેન શક્તિશાળી, પ્રભાવશાળી અને કદાવર નેતાઓમાં  એક માત્ર મહિલા છે. એન્જેલા મર્કેલનો જન્મ 17 જુલાઈ 1954 ના રોજ થયો હતો.

એન્જેલા મર્કેલ 2005 થી વર્તમાન સમયમાં જર્મનીના ચાન્સેલર છે. તેમ જ સન 2000 થી ક્રિશ્ચિયન ડેમોક્રેટીક યુનિયન (જર્મની) પાર્ટીનું નેતૃત્વ પણ  કરી રહ્યા છે.

5.) જેફ બેજોસ.

વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રીટેલર કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ વિશ્વના ટોપ ટેનમાં પાંચમાં ક્રમ પર સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. જેફ બેજોસનો જન્મ 12  જાન્યુઆરી 1964 ના રોજ થયો હતો. જેફ બેજોસ Amazone.com ના સંસ્થાપક, અધ્યક્ષ, મુખ્ય કાર્યકારી અધિકારી અને બોર્ડના અધ્યક્ષ પણ છે.

જેફ બેજોસ અમેરિકાના પ્રિન્સટન વિશ્વ વિદ્યાલયના ગ્રેજયુટ થયેલ વ્યક્તિ છે. સન 1994 માં એમેઝોનની સ્થાપના કરતા પહેલા જેફ બેજોસે ડી. ઈ. શો. કંપની માટે નાણાકીય વિશ્લેષક તરીકે પણ કામ કર્યું હતું.

6.) પોપ ફ્રાન્સીસ.

વેટિકન સિટીમાં ૨૬૬માં પોપ બનેલ પોપ ફ્રાન્સીસ વિશ્વના સૌથી શક્તિશાળી અને તાકતવર વ્યક્તિના લીસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે.

પોપ ફ્રાન્સીસનો જન્મ 17 ડીસેમ્બર 1936 ના રોજ આર્જેન્ટીનામાં થયો હતો. તેઓ 13 માર્ચ 2013 થી પોપ બન્યા હતા. 8  મી સેન્ચ્યુરી પછી પોપ ફ્રાન્સીસ એવા પહેલા પોપ છે જે યુરોપની બહારથી ચુંટી કાઢવામાં આવ્યા છે.

7.) બીલ ગેટ્સ.

૧૬ વર્ષ સુધી અબજોપતિઓની યાદીમાં નંબર વન પર રહેલ બીલ ગેટ્સ વિશ્વના સૌથી શક્તિશાળી અને તાકતવર વ્યક્તિના લીસ્ટમાં સાતમાં સ્થાન પર છે. બીલ ગેટ્સ માઈક્રોસોફ્ટ નામની કંપનીના સહ સંસ્થાપક તથા તેના અધ્યક્ષ પણ છે બીલ ગેટ્સનો જન્મ 28 ઓક્ટોબર 1955 ના રોજ વોશિંગટનના એક ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.

બીલ ગેટ્સ 32 વર્ષના થયા તે પહેલા તેમનું નામ અબજોપતિના લીસ્ટમાં આવી ગયું હતું. અને કેટલાય વર્ષો સુધી તે આ યાદીમાં ટોપ વન પર – પહેલા સ્થાન પર ટકી રહ્યા હતા. બીલ ગેટ્સ વિશ્વ ભરમાં તેમના માનવતાના કાર્યો અને દાન આપવાની પ્રવૃતિથી ખુબજ જાણીતા છે.

8.) મોહમ્મદ બિન સલમાન.

31 મી ઓગસ્ટ 1985 ના રોજ જન્મેલા મોહમ્મદ બિન સલમાન સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ છે. મોહમ્મદ બિન સલમાનને 2009 માં રીયાદના તત્કાલ ગવર્નરના સલાહકાર બનાવવામાં આવ્યા હતા. વિશ્વના સૌથી શક્તિશાળી અને તાકતવર વ્યક્તિના લીસ્ટમાં મોહમ્મદ બિન સલમાન આઠમાં સ્થાન પર છે. 2015 માં કિંગ અબ્દુલ્લાહ બિન અબ્દુલ અજીજના અવસાન પછી મોહમ્મદ બિન સલમાનને કિંગ-રાજા બનાવવામાં આવ્યા હતા.

9.) નરેન્દ્ર મોદી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી શક્તિશાળી અને તાકતવર વ્યક્તિ અને નેતાના લીસ્ટમાં નવમાં સ્થાન પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી શક્તિશાળી અને તાકતવર વ્યક્તિ અને નેતામાં ટોપ ટેનમાં એક માત્ર ભારતીય છે.

2014 માં લોકસભાની ચુંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવીને વિશ્વ ભરમાં લોકો નરેન્દ્ર મોદીને ઓળખવા લાગ્યા. અને અત્યારના સમયમાં તેઓ ભારતના સૌથી મજબુત નેતા છે.

10.) લૈરી પેજ.

અમેરિકાના કોમ્પ્યુટર સાયનટીસ્ટ, ગુગલના બેતાજ બાદશાહ અને તેના સહ સંસ્થાપક વિશ્વના ટોપ ટેન શક્તિશાળી, પ્રભાવશાળી અને કદાવર વ્તાક્તિઓમાં તેમનું દશમાં સ્થાન પર નામ છે. ગુગલે વિશ્વને અને વિશ્વના બહારના ફલકને મુઠ્ઠીમાં સાંકળી લીધું છે. વિશ્વની કે વિશ્વના બહારની, બ્રહ્માંડની કોઇપણ માહિતી તમારા ખિસ્સામાં (મોબાઈલમાં કે લેપટોપમાં) આવી ગઈ છે. જે ગુગલને આભારી છે. લૈરી પેજનો જન્મ 26 મી માર્ચ 1973 નાં રોજ થયો હતો.

વિશ્વના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોના લીસ્ટમાં સમાવેશ થવાની સાથે લૈરી પેજનો વિશ્વના સૌથી ધનવાન લોકોના લીસ્ટમાં પણ સમાવેશ થયો છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment