વાયુ પ્રદુષણથી તમારા આરોગ્ય પર જ નહિ, મગજ પર પણ અસર થાય છે

33

એક અભ્યાસ મુજબ વાયુ પ્રદુષણથી તમારા આરોગ્ય પર જ નહિ, મગજ પર પણ અસર થાય છે.

માલતી ઐયર અને વિનમ્રતા બોરવંકરનું કહેવું છે કે વાયુ પ્રદુષણને કારણે ફક્ત તમારા ફેફસા અને હૃદયને જ નુકશાન પહોંચે છે એવું નથી. પણ હાલમાં થયેલ એક નવા અભ્યાસ મુજબ જાણવા મળ્યું કે હવામાં રહેલ પ્રદુષણના કારણે તમારૂ મગજ પણ પ્રભાવિત થાય છે. ખાસ કરીને વૃધ્ધ લોકોના મગજ પર આ વાયુ પ્રદુષણની એટલી ખરાબ અસર થાય છે કે ઘણા લોકોને તો બોલવા માટે શબ્દ પણ મોઢામાંથી કાઢવા માટે ઘણી મહેનત કરતા જોવામાં આવે છે. આમ જુઓ તો તેમને ગણીતનો સાવ સામાન્ય કોયડો ઉકેલવામાં પણ ઘણી તકલીફ થાય છે.

૧.) સંજ્ઞાન એટલે કે અનુભૂતિ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.

પેલ અને પેકિંગ આ બે યુનીવર્સીટીઝના જોઈન્ટ અભ્યાસને એક ખુબજ પ્રખ્યાત એવી નેશનલ એકેડેમી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી વાયુ પ્રદુષણની ઝપટમાં રહે તો તેની સંજ્ઞાન એટલે કે અનુભૂતિ કરવાની ક્ષમતા ખુબજ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. અમેરિકાના વોશિંગટન શહેરમાં આવેલ ઇન્ટરનેશનલ ફૂડ પોલીસી રીસર્ચ ઇન્સ્ટીટયુટનું માનવામાં આવે તો, “આ અભ્યાસનું પરિણામ બતાવે છે કે એવા લોકો જે લાંબા સમય સુધી વાયુ પ્રદુષણની ઝપટમાં રહે છે તેઓની બોલવાની અને ગણિત એટલે કે સામાન્ય હિસાબ કરવાની ક્ષમતા ખુબજ વધારે ઘટી જાય છે. આવો પ્રતિકુળ પ્રભાવ સ્ત્રીઓની સરખામણીએ પુરૂષોમાં વધારે જોવામાં આવ્યો હતો. અને તે પણ ખાસ કરીને વૃદ્ધ લોકોમાં વધારે જોવામાં આવે છે.

૨.) ચીનના 32,000 લોકો પર કરવામાં આવેલ સર્વે.

આ અભ્યાસ દરમ્યાન વર્ષ 2010 થી 2014 સુધીમાં ચીનના લગભગ 32 હજાર લોકોનો સર્વે કરવામાં આવેલ. જેમાં વાયુ પ્રદુષણની તેમના આરોગ્ય પર અને મગજ પર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને રીતે શું અસર થાય છે તેની તપાસ કરવામાં આવી હતી. આ અભ્યાસના મુખ્ય કાર્યકર્તા જીયાબો જૈંગની વાત માનવામાં આવે તો વાયુ પ્રદુષણના કારણે લોકોની બોલવાની ક્ષમતા ખુબજ પ્રભાવિત થાય છે. અને તે વ્યક્તિની ઉંમર વધવાની સાથે તે સમસ્યા પણ વધતી જાય છે.

૩.) વાયુ પ્રદુષણના કારણે 2015માં 25 લાખ લોકોના મૃત્યુ.

ચીનમાં કરવામાં આવેલ આ વાયુ પ્રદુષણનો અભ્યાસ ભારત માટે પણ સાચો સાબિત થઇ શકે છે. જ્યાં વર્ષ 2015માં લગભગ 25 લાખ લોકોના મૃત્યુ ફક્ત વાયુ પ્રદુષણ સાથે સંકળાયેલ સમસ્યાઓના કારણે થયું હતું. સીનીયર ગ્રીનપીસ ઇન્ડિયા આંદોલનના સંચાલક સુનીલ દહિયા કહે છે કે ચીનમાં વાયુ પ્રદુષણની જે અસર દેખાઈ રહી છે તેની સરખામણી ભારતમાં પણ યોગ્ય છે. વ્યાજબી છે. અત્યારે વિકાસની જે ગતી અને સ્થિતિ છે તે ચીન અને ભારત બંને દેશોમાં એક સરખી જોવા મળે છે. અને એટલા માટે જ બંને દેશમાં વાયુ પ્રદુષણનું સ્તર પણ એક સરખું છે. વાયુ પ્રદુષણની અસરની જટિલતા દરેક દેશના હિસાબે જુદી જુદી હોય શકે છે. પણ કોઇપણ દેશના વ્યક્તિના સ્વાસ્થ્ય પર થતો પ્રભાવ એક સરખો જ હશે.

૪.) વાયુ પ્રદુષણના કારણે મગજને નુકશાન પહોંચે છે.

જીયાબો જૈંગ કહે છે કે, વાયુ પ્રદુષણ વૃધ્ધોના મગજને જે નુકશાન પહોચાડે છે તેનાથી આરોગ્યની સાથે સાથે આર્થિક ખર્ચ પણ વધતો જાય છે. આવું એટલા માટે થાય છે કે સંજ્ઞાનાત્મક કાર્યપદ્ધતિ વૃધ્ધો માટે ખુબજ જરૂરી છે, જેથી તે પોતાના દરરોજના કાર્યની સાથે પોતાના આર્થિક નિર્ણય પણ લઇ શકે. સંજ્ઞાનાત્મક કુશળતામાં કોઇપણ પ્રકારની ખામી કે વિક્ષેપ અલ્જાઈમર કે ડિમેન્શિયા થવાનો ખતરો વધારે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment