માતાના ધાવણમાં કયા ઘટકો સમાયેલા હોય છે ?

82
what-are-the-components-of-breast-milk

વિશ્વમાં એવી ઘણી ઓછી વસ્તુઓ છે જે માતાના પ્રેમ જેટલી પવિત્ર અને શુદ્ધ છે. આ યાદિમાં માતાનું ધાવણ ટોચ પર છે. સમગ્ર પૃથ્વી પરની માદા જાતિઓમાં જન્મ આપવાની અને તેમને પોષણ આપવાની શક્તિ સમાયેલી હોય છે. શરૂઆતના દિવસોમાં જ્યારે બાળક બધી રીતે અક્ષમ હોય ત્યારે તેને આ પોષણ માતાના ધાવણ દ્વારા મળે છે.

માતા પોતાના નવજાત બાળકને જો કોઈ ઉત્તમ ખોરાક આપી શકે તેમ હોય તો તે છે સ્તનપાન એટલે કે પોતાનું ધાવણ. બાળકના જન્મ બાદ તરત જ અને થોડા મહિના સુધી બાળક માત્ર પોતાની માતાના ધાવણ પર જ નિર્ભર હોય છે અને તેના થકી જ તે વ્યવસ્થિત રીતે વિકાસ પામે છે. વાસ્તવમાં ધાવણ એ એવો ખોરાક છે કે જો બાળકને પોતાની માતાનું ધાવણ મળી રહે તો તેના માટે બીજા કોઈ જ ખોરાકની જરૂર નથી રહેતી શુદ્ધ પાણીની પણ નહીં.

ડોક્ટર હંમેશા માતા-પિતાને બાળકના શરૂઆતના મહિનાઓમાં સ્તનપાન કરાવવાનો આગ્રહ રાખે છે ખાસ કરીને તેના બંધારણના મહિનાઓ દરમિયાન. હેલ્થ એક્સપર્ટનું પણ માનવું છે કે સ્તનપાન એ બાળક અને માતા બન્ને માટે સ્વાસ્થ્યવર્ધક છે.

માતાનું ધાવણ એ માત્રને માત્ર નવજાત બાળક માટે જ ડિઝાઈન કરવામાં આવેલો વિશિષ્ટ ખોરાક છે અને તે પણ તેની માતા દ્વારા માટે તેમાં કંઈ ખોટું હોઈ જ ન શકે. માતાનું ધાવણ બાળકોના પેટ માટે હળવું હોય છે એટલે કે તે તેને સરળતાથી પચાવી શકે છે. તેમાં બાળકના પોષણ માટે યોગ્ય પ્રમાણમાં પોષકતત્ત્વો સમાયચેલા હોય છે જે બાળકના રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે.

નવી માતાઓ હંમેશા પોતાના નવજાત બાળકના પોષણને લઈને મુંઝાયેલી રહે છે. તો તેમણે હંમેશા પોતાના બાળકો માટે તેમને યોગ્ય પ્રકારનો ખોરાક મળી રહે તે વાતને ધ્યાનમાં રાખવાની હોય છે. અને તેમ કરવા માટે બ્રેસ્ટ મિલ્ક એક ઉત્તમ ઉપાય છે તેમાં તે બધું જ છે જે એક નવજાત બાળક માટે જરૂરી હોય છે.

તેમ છતાં જો તમને બ્રેસ્ટ મિલ્ક વિષે વધારે કૂતુહલ હોય તમે તેના ઘટકો વિષે જાણવા માગતા હોવ તો તેના પર અગણિત સંશોધનો અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. અને તે દ્વારા નીચેના ઘટકો માતાના ધાવણમાં જોવા મળ્યા છે.

1)પાણીઃ

બ્રેસ્ટ મિલ્કનું આ મુખ્ય ઘટક છે. તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે બ્રેસ્ટ મિલ્ક એ સામાન્ય દૂધ કરતાં થોડું પાણીવાળુ હોય છે. તેનો આ ગુણ તેને નવજાત બાળકના નાજુક પેટ માટે યોગ્ય બનાવે છે. નવજાત બાળકનું પાચન તંત્ર હજુ બીજા ખોરાક માટે તૈયાર નથી થયું હોતું. વાસ્તવમાં બ્રેસ્ટ મિલ્કમાં 90% પાણી હોય છે. તેનાથી બાળક હંમેશા હાઇડ્રેટ રહે છે અને તેના દ્વારા તેના શરીરના આંતરિક અંગો સુરક્ષિત રહે છે.

2. પ્રોટિન્સ

પ્રોટિન આપણા સ્નાયુઓનું બંધારણ કરે છે, તે તમારા શરીર માટે અતિઆવશ્યક ઘટક છે. બ્રેસ્ટ મિલ્કમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટિન સમાયેલું હોય છે જે તમારા બાળકના વિકાસ માટે મદદરૂપ હોય છે. તેમાં લેક્ટોફેરિન નામનું સૌથી મહત્ત્વનું પ્રોટિન સમાયેલું હોય છે જે તમારા બાળકને કોઈપણ પ્રકારના સંક્રમણથી દૂર રાખે છે. તે શરીરને આયર્ન શોષવામાં મદદ કરે છે જે પણ શારીરિક વિકાસ માટેનું મહત્ત્વનું ઘટક છે.

3. કાર્બોહાઇડ્રેટ્સ

કાર્બોહાઇડ્રેટ એ ઉર્જાનો એક મહત્ત્વનો સ્રોત છે. સામાન્ય દૂધ શર્કરા જેને લેક્ટોસ કહેવામાં આવે છે તે બ્રેસ્ટ મિલ્કમાં વધારે જોવા મળે છે અને આ જ ઘટકમાંથી તમારા બાળકને સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે. માતાના દૂધમાંથી બીજું જે મહત્ત્વનું કાર્બોહાઇડ્રેટ્સ મળે છે તે છે ઓલિગોસેકારાઇડ્સ. તે આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને તેનાથી બાળકને ઝાડા થતાં નથી.

4. ચરબી

તમારા બાળકને બે કારણસર ચરબીની જરૂર પડે છે. ચરબી ઉર્જાના એક સ્રોત તરીકે અને તેના કારણે બાળકનું વજન વધવામાં પણ મદદ રહે છે જે મોટા થતાં બાળકમાં એક મહત્ત્વનું પરિબળ છે. મહત્ત્વના ફેટી એસિડ જેમ કે DHA એ બાળકના મગજના વિકાસ અને નર્વસ સિસ્ટમના નિર્માણ માટે તેમજ દ્રષ્ટિ માટે જરૂરી ઘટક છે.

5. ઇમ્યુનોગ્લોબિન્સ

બ્રેસ્ટ મિલ્ક એ ઇમ્યુનોગ્લોબિન્સથી ભરપૂર હોય છે, તે એવા એન્ટીબોડીઝ છે જે બાળકને સંક્રમણકારક કીટાણુઓ સામે લડવામાં મદદ કરે છે. તમારા બાળકનું રોગપ્રતિકારક તંત્ર સંપૂર્ણ રીતે હજુ ડેવલપ થયેલું હોતું નથી માટે તેમને સંક્રમણ ઝડપથી થઈ શકે છે, જે તેના વિકાસ માટે અવરોધરૂપ સાબિત થઈ શકે છે. અને માતાનું દૂધ બાળક વારંવાર બિમાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખે છે.

6. વિટામિન્સ

નવજાત બાળકને મહત્ત્વના પોષકતત્ત્વો તેવા વિટામિન્સની ખુબ જરૂર હોય છે. માતાના દૂધમાં વિટામિન્સનું યોગ્ય પ્રમાણ હોય છે. વિટામીન્સ જેવા કે વિટામીન ડી, તેમને સ્કર્વિ જેવા રોગથી દૂર રાખે છે. આ રોગ સામાન્ય રીતે નવજાત બાળકમાં જોવા મળતો હોય છે કારણ કે તેમનામાં વિટામીન ડીની કમી રહેલી હોય છે. બીજા વિટામિન્સ જેમ કે વિટામીન એ અને બી3 બાળકના સ્વસ્થ વાળ અને ત્વચાના વિકાસ માટે મદદરૂપ થાય છે.

7. હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ
કારણ કે તમારા બાળકના ગુપ્ત હોર્મોન્સનો જું સંપૂર્ણ વિકાસ નથી થયો હોતો માટે તેવા સંજોગોમાં બ્રેસ્ટ મિલ્ક તેનો મોટો સ્રોત સાબિત થાય છે. મોટાભાગના હોર્મોન્સ જેમ કે પ્રોલેક્ટીન, થાઇરોક્સિન અને એન્ડોર્ફીન્સ તમારા બાળકને સામાન્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. દૂધમાંના એન્સઝાઇમ્સ બાળકને તેને પચાવવામાં મદદ કરે છે.

8. ખનીજ

તમારા બાળકને પોતાના શરીરના વિકાસ માટે કેટલાક ખનીજોની જરૂર પડે છે જેમ કે આયર્ન, ઝીંક અને સોડિયમ જે બાળકને માતાના દૂધમાંથી મળે છે. આ ખનીજ બાળકને શારીરિક વિકાસ દરમિયાન તેના લોહીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. તે શરીરના અન્ય ભાગો સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે અને સ્વસ્થ શ્વસન અને હૃદયની કાર્યક્ષમતામાં મદદ કરે છે.

ટૂંકમાં માતાનું ધાવણ એ નવજાત બાળક માટે અનિવાર્ય ખોરાક છે. પિડિયાટ્રીશીયન હંમેશા આગ્રહ રાખે છે કે બાળક ઓછામાં ઓછું છ મહિનાનું થાય ત્યાં સુધી તેને સ્તનપાન કરાવવું જોઈએ. આ સમય દરમિયાન તેને ઉપરના પાણીની પણ જરૂર નથી પડતી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment