“પિયર” એટલે શું? દરેક પરિવારે વાચવા જેવું અને અમલ કરવા જેવું..

186
What is Pierre

હું અને મારો મિત્ર હિત સાથે અમે લગભગ ૪૦૦ લોકો ગિરનારજી નેમિનાથ દાદાની જાત્રા કરવા જઈ  રહ્યા હતા ટ્રેનમાં અમે બધા પોત પોતાની સીટ પર બેઠા હતા..ત્યાં જ “મમ્મી આ પિયર શું હોય?
એ સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની મમ્મીને..

“બેટા.. પિયર એટલે…. મમ્મીના પપ્પાનું ઘર!” –
પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.

“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે..
તો તારું પિયર ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”
– આંખો પટ-પટાવતા સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.

“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું – એટલે એ મમ્મીનું પિયર કહેવાય.”
– ફરી શક્ય એટલા ઓછા શબ્દોમાં મમ્મીએ જવાબ આપ્યો,..

જવાબમાં જેટલા વધુ શબ્દો એટલા જ વધુ પ્રશ્નો -એ સમઝીને જ તો!..

“મમ્મી, આપણે દર વેકેશનમાં મામાનાં ઘેર જઈએ ત્યારે તું કેટલી જુદી હોય…

સવારે નિરાંતે ઉઠે…

બધું કામ કરતા-કરતા મસ્ત મઝાના ગીતો ગાતી જાય,..

બપોરે મામા પાસે પિક્ચરની સીડી મંગાવીને પિક્ચર જુવે,..

સાંજે કામ કરતા કરતા અમને કેટલી સ્ટોરીઝ કરે…

મામાના કબાટમાંથી શોધી શોધીને બુક્સ કાઢીને રાતે જાગી જાગીને વાંચે…

મને ખુબજ ગમે જયારે તું આ બધું કરે..

તું એકદમ ખુશ અને બ્યુટીફૂલ લાગે મમ્મી.”

– માંડ નવ-દસ વર્ષની ટબુડી એ વાત જોઈ ગઈ જે કદાચ આપણો પુખ્ત સમાજ જોઈ કે સમઝી નથી શકતો…
“બેટા હું મામાનાં ઘેર કે દાદાના ઘેર,
બધે જ ખુશ જ હોઉં છું… ”

– દીકરીના અણધાર્યા લાગણીભીના શબ્દો મમ્મીને નિશબ્દ કરી ગયા.
“હા મમ્મી , તું આમ તો ખુશ જ હોય છે પણ…
દાદા નાં ઘેર તું ક્યાંક ખોવાઈ જાય છે…

આખો દિવસ મારા, પપ્પા કે દાદા-દાદી માટે આમ તેમ દોડ્યા જ કરે છે..
તું ખુશ હોય છે ખરી પણ એવી “જુદી ખુશ” નહિ જેવી તું મામાના ઘેર હોય છે …
એવું કેમ હોય મમ્મી?”

– નાની ઢીંગલીના સવાલનો મમ્મી પાસે કોઈ જવાબ ન હતો..
દીકરીને છાતી સરસી ચાંપીને મમ્મી હસી રહી, પોતે ખુશ છે એ બતાવવા…
આવો….

આપણા કુટુંબની સ્ત્રીઓ -માત્ર વેકેશનની થોડી ક્ષણો નહિ,

આખી જીન્દગી દિલથી જીવી અને માણી શકે એવા સમાજનું ઘડતર કરીએ…

આરામ કરવા, શ્વાસ લેવા, હળવા થવા કે પછી મન ભરીને પોતાના શોખ પુરા કરવા પિયર જવાની રાહ નાં જોવી પડે એવા “ઘર” આપીએ દરેક સ્ત્રીને!

પિતા, પતિ કે પુત્રની મરજી અને અસ્તિત્વથી અલગ પોતાનું અનોખું અસ્તિત્વ વિકસાવી અને જીવી શકે એવી આબોહવા અને વાતાવરણ આપીએ…

આપણા જીવનની દરેક સ્ત્રીને!

આવો – “પારકી” શબ્દને ત્યજીને – “પોતાનાપણા”-ની સલામતી,
હુંફ અને લાગણી આપીએ આપણી “માં”, “પત્ની, બહેન અને દીકરીને..!

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment