જાણો શું છે ઈચ્છા મૃત્યુ અને કેમ તેના માટે પરમિશન લેવી પડે છે ???

35

સારું જીવન મેળવવા માટે સૌથી મહત્ત્વની બાબત છે સ્વસ્થ શરીર. જ્યારે પણ આપણું શરીર નબળાઈ અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત થઈ જાય છે ત્યારે માણસને માત્ર નિરાશા અને હતાશા જ સાંપડે છે. રોગી વ્યક્તિ ખુદને અસહાય અનુભવે છે અને આવામાં તે પોતાના પરિવાર પર બોજ બની જાય છે. તમે દુનિયામાં અનેક એવા કિસ્સા સાંભળ્યા હશે જ્યા પરિવારજનોએ પોતાના કોઈ બીમાર સંબંધી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી હોય. શું તમે જાણો છો, ઈચ્છા મૃત્યુ કેમ માગવામાં આવે છે અને તે કોને આપી શકાય છે. તો ચાલો આજે જાણીએ તેના વિશે.

જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોય છે તો તેને દર્દમાઁથી મુક્તિ અપાવવા માટે જ્યારે દર્દીની ઈચ્છાથી આપવામાં આવેલ મૃત્યુ ઈચ્છા મૃ્ત્યુ કહેવાય છે. ઈચ્છા મૃત્યુને બે શ્રેણીમાં વહેંચવામાં આવી છે. એક સક્રિય અને બીજી નિષ્ક્રિય.

સક્રિય ઈચ્છા મૃત્યુ

આ ઈચ્છા મૃત્યુમાં બીમારીથી પીડિત વ્યક્તિના જીવનનો અંત, ડોક્ટરની સહાયતાથી ઝેરનું ઈન્જેક્શન આપવા જેવા પગલાથી લેવામાં આવે છે. ઈચ્છા મૃત્યુના આ રૂપને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ગુનો માનવામાં આવે છે. ભારતના કાયદા અનુસાર, આવી રીતે મૃત્યુ આપવું હત્યા કહેવાય છે. કેટલાક દેશોમાં આ રૂપને કાયદાની અનુમતિથી સક્રિય ઈચ્છા મૃત્યુ આપવાનુ કાયદામાં છે. એવો દેશો છે ફ્રાન્સ અને નેધરલેન્ડ.

નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ

આ ઈચ્છા મૃત્યુમાં મૃત્યુની રીત થોડી અલગ છે. જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડિત છે, અથવા તો તે લાંબા સમયથી કોમામાં છે, તો તેના સંબંધીઓની સહમતિથી ડોક્ટરો દ્વારા દર્દીના જીવનરક્ષક ઉપકરણ બંધ કરી દેવામાં આવે છે અને તેની મૃત્યુ થઈ જાય છે. તે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કહેવાય છે.

ભારતમાં 7 માર્ચ, 2011ના રોજ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને અનુમતિ આપવામાં આવી હતી. આ નિર્ણય મુંબઈની નર્સ અરુણા શાનબાગને ઈચ્છા મૃત્યુ તે માટે દાખલ કરાયેલી અરજી બાદ આપવામાં આવ્યું હતું. અરુણા શાનબાગ 42 વર્ષ સુધી કોમામાં હતી. કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને પરમિશન આપી હતી, પરંતુ વર્ષ 2014માં સુપ્રિમ કોર્ટના 3 જજ દ્વારા તેને અસંગત બતાવી હતી. તેના બાદ આ કિસ્સો સંવિધાનિક પીઠની પાસે લંબિત હતો. પરંતુ આ બાદ જ અરુણાનું મૃત્યુ થયું હતું.

જ્યારે સારવાર ન થઈ શકે તેવી બીમારીથી પીડિત વ્યક્તિ પોતાની મોત માટે અરજી કરે છે, તો તેને સક્રિય ઈચ્છા મૃત્યુ આપવામાં આવે છે. પરંતુ જ્યારે અનેક દર્દીઓ કોમામાં હોય કે પછી ઈચ્છા મૃત્યુ માગવામાં અસમર્થ હોય તો તેના સંબંધીઓ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ માટે અરજી દાખલ કરે છે. આવામાં તેને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ આપવામાં આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment