સંધિવાની બિમારીમાં ખાવા-પિવામાં ધ્યાન રાખવા જેવી બાબતો..

45

સંધિવા એ ખુબ જ પીડાદાયક બિમારી છે, આ જેને થઈ જાય છે તેનો પીછો તે ક્યારેય નથી છોડતી. આ બીમારીમાં શરીરમાં યુરિક એસિડ વધી જાય છે જેનાથી સાંધાંમાં પિડા થાય છે. કેટલાક લોકોને સંધિવાની બિમારી મોડી ઉંમરે થાય છે. પણ કેટલાક લોકોમાં તે બાળપણથી જ હોય છે. કેટલીક ખાદ્ય ચીજો છે જેને આહારમાં લેવાથી સંધિવની પિડામાં કેટલીક હદ સુધી રાહત મળે છે.

સંધિવાનું મૂળ કારણઃ

શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી સંધિવાની બિમારી થાય છે જેના કારણે સાંધામાં સોજા આવી જાય છે. સંધિવાનો દર્દી પિડાના કારણે વધારે હરી-ફરી નથી શકતો, એટલે સુધી કે તેમને થોડું હાલવા-ચાલવાથી પણ તકલીફ થાય છે.

સૌ પ્રથમ તેની અસર પગના અંગૂઠામાં જોવા મળે છે. આ રોગની સૌથી મોટી ઓળખ એ છે કે રાત્રે સાંધાનો દુઃખાવો વધે છે અને સવારે થાક અનુભવાય છે.

સંધિવાની બિમારીમાં તમારે ચરીઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.

સંધિવામાં કંદમૂળવાળી (મૂળિયાવાળી) શાકભાજી ખુબ જ ફાયદાકારક રહે છે, ગાજર, શક્કરીયા, આદુ સારા રહે છે. તેમાં પ્યુરિનનું પ્રમાણ ખુબ ઓછું હોય છે.

સંધિવાની બિમારી ધરાવતી વ્યક્તિને ખુબ પ્રવાહી તેમજ પ્રવાહી પદાર્થનું સેવન કરવાનું કહેવામાં આવે છે, પણ તેમાં આલ્કોહોલ કે સોફ્ટ ડ્રીંકનો સમાવેશ થતો નથી જો તમે તેમ કરશો તો તમારી પીડા વધી જશે.
2010માં કરવામાં આવેલા એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે ફ્રેક્ટોસવાળી વસ્તુઓનું સેવન કરનારા લોકો માટે સંધિવાની સંભાવના બેગણી થઈ જાય છે.

આલ્કોહોલ ખાસ કરીને બિયર શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારે છે આ ઉપરાંત શરીરમાં રહેલા બિનજરૂરી તત્ત્વોને પણ શરીરમાં સંઘરી રાખે છે.

જો તમે સંધિવાથી પીડીત હોવ તો તમારે તેવી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવું જેઈએ, જેમાં વધારે પ્રમાણમાં પ્યુરિન મળી આવતું હોય, કારણ કે વધારે પ્યુરિન આપણા શરીરમાં વધારે યુરિક એસિડ ઉત્પન્ન કરે છે.

શતાવરી, કોબી, પાલક, મશરૂમ, ટામેટા, સોયાબીન તેમજ તેના તેલ જેવી ખાદ્ય વસ્તુઓથી સંધિવા પિડિત વ્યક્તિએ દૂર રહેવું જોઈએ.

સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment