અત્યાર સુધી ફક્ત હોટલમાં અને પ્રસંગમાં જ ખાધું હશે વાઈટ ગ્રેવીનું શાક હવે જાતે જ બનાવો ગ્રેવી…

29

કોઈ પણ શાક બનાવવા માટે તમને એકમાત્ર રેડ ગ્રેવી બનાવતા આવડતી હોય છે. બહાર રેસ્ટોરન્ટ્સમાં જમવા પણ જાઓ તો પણ રેડ ગ્રેવી કે ગ્રીન ગ્રેવીમાં જ શાક બનાવતા હોય છે. પરંતુ તમે એક પ્રકારના શાક ખાઈને કંટાળ્યા છો, તો આજે ટ્રાય કરો વ્હાઈટ ગ્રેવીમાં બનાવેલ શાક. આ ગ્રેવી તમારા શાકને કંઈક અલગ સ્વાદ આપશે.

વ્હાઈટ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી:

1-2 મોટા ચમચા તેલ,
½ ઈંચ દાલચીનીનો ટુકડો,
2 લવિંગ,
2 ઈલાયચી,
½ નાની ચમચી આદુ પેસ્ટ,
2 લીલા મરચા,
સ્વાદ અનુસાર મીઠું,
½ કપ કાજુની પેસ્ટ,
½ કપ દહી,
¼ નાની ચમચી કાળી મિરચી પાવડર,

બનાવવાની વિધી:

પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખે ગરમ કરો. તેલ ગરમ થવા પર તેમાં ઉપર બતાવેલા તમામ મસાલા નાખી દો. સાથે જ આદુની પેસ્ટ, બારીક કાપેલા લીલા મરચા પણ ઉમેરીને ગેસ પર સાંતળી લો.
મસાલા સાંતળી લીધા બાદ તેમાં કાજુની પેસ્ટ નાખી દો અને મધ્યમ ગેસ પર પેસ્ટને સતત હલાવતા 3-4 મિનીટ સુધી સાંતળો
કાજુની પેસ્ટ સાંતળી લીધા બાદ તેમાં દહી મિક્સ કરો અને મસાલાને ઉકળવા દો.
આ બાદ તેમાં ½ કપ પાણી એડ કરો. ગ્રેવીને સતત હલાવતા રહો, જેથી તે વધુ ઉકળી ન જાય.
ગ્રેવીમાં હવે કાળા મરચાના પાવડર અને મીઠું ઉમેરો. હવે થોડું પાણી મિક્સ કરીને ગ્રેવે 2 મિનીટ સુધી ધીમા આંચ પર પકાવો. બની ગઈ તમારી ગ્રેવી.
આ ગ્રેવી કોઈ પણ શાકમાં મિક્સ કરીને બનાવી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment