“વિધિના લેખ” – ભગવાન રામને કેમ ન હતું સીતા માતાના સ્વયંવરનું આમંત્રણ….

47

વિધાતાએ જે લખ્યુ હોય તે કયારેય મિથ્યા થઇ શકે નહી.

જનક રાજાએ જ્યારે સિતાજીના સ્વયંવરનું આયોજન કરેલુ ત્યારે અયોધ્યા નરેશ દશરથ રાજાને આમંત્રણ જ મોકલેલ નહી. પરન્તુ સિતાજીના લગ્ન અયોધ્યાના જ રાજકુંવર ભગવાન શ્રી રામ સાથે જ થયા. વિધાતાના લેખ કોણ બદલી શકે?

જનક રાજાએ દશરથ રાજાને સ્વયંવરનુ આમંત્રણ ન આપવા પાછળ શું કારણ હતું?

એક સરસ વાત જોઇયે.

જનકપુરીમાં યશોનંદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેના લગ્ન પછી પ્રથમવખત સ્વસુર ગૃહે પત્નીને તેડવા જતો હતો. સ્વાભાવીક છે ખુબ જ સરસ કપડા પહેરીને નિકળેલ હોય.

રસ્તામાં એક કળણમાં એક ગાય ફસાયેલ હતી. કળણ એટલે એક મોટા ખાડામાં કિચડ ભરાયેલ હોય. કોઇ પણ તેમાં ભુલથી પણા જાય તો અંદર વધુ ને વધુ ડુબતા રહે બહાર આવી જ ન શકે. અંતે મૃત્યુને શરણ પહોંચે.

કળણમાંથી બહાર આવવા ગાય ખુબજ તડફડિયા મારતી હતી. યશોનંદે વિચાર્યુ ગાયને બહાર તો કાઢી શકાય તેમ નથી. તેનું મૃત્યુ તો નિશચ્તિ છે. માટે મારે કપડા બગડે તેવું કરવુ નહી. યશોનંદ કળણમાં ડુબી રહેલ ગાય ઉપર પગ મુકી આગળ જવા લાગ્યો.
મરતા મરતા ગાયે યશોનંદને શ્રાપ આપ્યો.

” હે બ્રાહ્મણ હું તને શ્રાપ આપુ છુ કે તું જેને મળવા ઉતાવળો જઇ રહ્યો છે તે વ્યક્તિની તારા ઉપર નજર પડશે કે તુરન્ત તેની દ્રષ્ટિ જતી રહશે”

બ્રાહ્મણને બહુ જ પસ્તાવો થયો પણ હવે શું થય શકે. જેવી ભગવાનની મરજી કહી તે આગળ ચાલ્યો.

સ્વસુરગૃહે પહોંચી યશોનંદ બારણામાં મોઢુ ફેરવી પોતાનો ચહેરો છુપાવી ઉભો રહ્યો. ઘરના દરેક સભ્યોએ બહાર આવી તેને આવકાર આપ્યો અને અંદર પધારવા વિનંતી કરી. યશોનંદની પત્નીએ પણ અંદર આવવા કહ્યું. પણ તે બધાથી મો છુપાવી બહાર જ ઉભો અને આમ કરવાનું કારણ વિસ્તારથી બધાને જણાવ્યુ.

ગૌમાતાના શ્રાપની વિગત જાણ્યા પછી યશોનંદની પત્ની એ કહ્યું ભલે હું અંધ બનુ પણ તમને અહીંથી પાછા જવાની અનુમતી નહી જ આપુ.

યશોનંદે પત્નીની જીદ સામે હાર સ્વીકારી પોતાનો ચહેરો બતાવ્યો. જેવી પત્ની ની નજર યશોનંદ પર પડી ક તરતજ તે અંધ બની ગઇ.

યશોનંદ સપત્ની તથા તેના સ્વસુર પક્ષના વડીલો આ આપતિનુ નિવારણ કરવા જનકરાજાના દરબારમાં આવ્યા અને ગાય માતાજીના શ્રાપની વાત કરી તેમજ તેના નિવારણ માટે ઉપાય બતાવવા વિનંતી કરી.

જનકરાજાનો દરબાર હંમેશા વિદ્વાન પંડિતો તથા તપસ્વી રૂષિઓ અને સંત મહંતો થી ભરાયેલો રહેતો.

યશોનંદની સમસ્યા સાંભળીને જનક રાજાએ તપસ્વી રૂષિઓને આનુ નિવારણ કરવા વિનંતી કરી.

ગૌહત્યા તથા ગાયના શ્રાપનુ નિવારણ શું?
રૂષિઓ પણ એકબીજાના સામે જોવા લાગ્યા.

બરાબર તેજ સમયે શૃંગરૂષિ પધાર્યા. તેમણે સમસ્યાનું નિવારણ કરવા જનકરાજાએ વિનંતી કરી.

શૃંગરૂષિએ કહ્યું રાજન સમસ્યા ખરેખર ગહન છે. પણ શાસ્ત્રોમાં તેનુ નિવરણ છે.

જનકરાજા : રૂષિવર આપ એક માત્ર આ સમસ્યાનો ઉપાય બતાવી શકો તેમ છો. આપ કૃપા કરી સત્વરે આનુ નિવારણ કરો.

હે રાજન આનુ નિવારણ કઠીન છે પણ છતા પ્રયત્ન કરવાથી જરૂર ફળ મળશે.

શૃંગરૂષિએ કહ્યું :

“જે સ્ત્રીએ, મન, વચન, અને કર્મથી ક્યારેય પણ પોતાના પતિની આજ્ઞાનું ઉલંઘન કર્યુ ન હોય તેવી પતીવ્રતા સ્ત્રી, ચારણીમાં ગંગાજળ લાવી તેની આંખો પર છાંટે તો અંધ થયેલ આંખોમાં ફરીથી દ્રષ્ટિ આવશે.”

જનક રાજાએ આવી પતિવ્રતા સ્ત્રી શોધવાની જાહેરાત કરી પણ તેમના રાજ્યમાંથી સફળતા ન મલી. પછી અન્ય રાજ્યોમાંથી પણ આવી પતિવ્રતા સ્ત્રી શોધવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા. આખરે
જનક રાજાએ અયોધ્યાના રાજા દશરથને પણ વિનંતી કરી કે તમારા રાજ્યમાં આવી પતીવ્રતા સ્ત્રી હોયતો તેમને મદદ કરવા મોકલો.

દશરથ રાજાએ તેમની ત્રણેય રાણીઓને વાતકરી. આ વાત સાંભળીને કૌશલ્યા, સુમિત્રા અને કૈકય ત્રણેય એકસાથે હસીપડી. કૌશલ્યાજીએ કહ્યું મહરાજ આપણા રાજ્યમાં કલયુગનો હજુસુધી પ્રવેશ થઇ શક્યો જ નથી. જ્યાં કલયુગ ન હોય ત્યાં દરેક સ્ત્રી-પુરૂષ પોતાના ધર્મને અનુસરે છે. મન, કર્મ અને વચન પૂર્વક પોતાના કર્તવ્ય અનુસાર જ જીવન વ્યતિત કરે છે. આથી આપણા રાજ્યની કોઇપણ સ્ત્રી શૃંગરૂષિની આજ્ઞા અનુસાર આ કાર્ય કરવા સક્ષમ છે. રાજ્યની કોઇપણ સામાન્ય વર્ગ-વર્ણની સ્ત્રીને આપ વિના સંકોચે મોકલો. તે જરૂર રાજ્યની યશ અને કિર્તીમાં વધારો
કરશે.

દશરથ રાજાએ મહેલની સફાઇ કરનાર એક સામાન્ય વર્ણની સ્ત્રીને આવાત સમજાવીને પુરા માનસન્માન સાથે રાજ્યના દૂતો સાથે જનકપૂરી મોકલી.

અયોધ્યાની સફાઇ કર્મચારી સ્ત્રીએ ગંગા કિનારે જઇ ચરણીમાં ગંગાજલ ભર્યુ અને બહાર આવી. બધા એ આશ્ચર્યપૂર્વક જોયું. ચારણીમાંથી પાણીનું એક ટીપુ પણ જમીન પર ઢોળાયુ નહી અને આ ગંગાજલ યશોનંદની પત્નીની આંખો પર છાંટતા તરત જ તમને દ્રષ્ટિ
પરત મલી.

અયોધ્યાની સફાઇ કર્મચારી સ્ત્રીને જનકરાજાએ ખુબજ ઇનામો આપી સન્માન સાથે અયોધ્યા પરત મોકલી આપી અને દશરથ રાજાનો આભાર માન્યો.

આ પ્રસંગ બન્યા પછી થોડાક વર્ષો બાદ જનકપૂરીમાં સિતાજીના સ્વયંવરનું આયોજન કરવાનું હતું.

જનક રાજાએ ઉપરોક્ત પ્રસંગ યાદ કરીને વિચાર્યું. અયોધ્યામાંથી પહેલી સામાન્ય સફાઇ કરનાર સ્ત્રીને જે રીતે દશરથ રાજાએ મોકલી હતી તેવી જ રીતે સ્વયંવરમાં ભાગલેવા કોઇપણ સામાન્ય વર્ણના યુવાનને જો દશરથ રાજા મોકલે, અને તે યુવાન ભગવાન પરશુરામના શિવ ધનુષ્ય ઉઠાવી સફળતા પૂર્વક બાણ ચડાવે તો!!!!

તો સિતાજીનો વિવાહ પણ તેની જ સાથે કરવો પડે.

આવા વિચારને કારણે જ જનકરાજાએ સિતાજીના સ્વયંવરનું આમંત્રણ અયોધ્યા મોકલ્યુ જ નહી.

આ તરફ રામ લક્ષ્મણને સાથે લાવીને વિષ્વામિત્ર જનકપૂરી સ્વયંવરમાં આવ્યા અને ભગવાન રામને શિવ ધનુષ્ય ઉઠાવવા આજ્ઞા કરી. ભગવાન રામચંદ્રજી સ્વયંવરમાં સફળ થયા અને સિતાજીએ તેમને વરમાળા પહેરાવી.

જનકરાજાએ જે અયોધ્યામાં સ્વયંવરનું આમંત્રણ પણ મોકલ્યુ નથી તે જ અયોધ્યાના રાજકુંવર શ્રીરમને સિતાજીએ વરમાળા પહેરાવી.

આ વિધીના લેખ જ કહેવાયને!!!!

સૌજન્ય : પ્રબોધ ભટ્ટ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment