વિમાનમાં વાઇ-ફાઇ : મોબાઇલ હવે પ્લેનમાં પણ શાંતિ લેવા નહીં દે!

65
Wi-Fi in aircraft

વિમાનમાં નેટવર્ક સર્વિસ એ આમ તો
કોઇ નવી વાત નથી. દુનિયાની ઘણી એરલાઇન્સ
ઇનફ્લાઇટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ કરે જ છે.
આપણા દેશમાં એ સુવિધા મળતી નથી,
જોકે હવે લાંબી રાહ જોવી નહીં પડે!

હવે આપણે ઊડતાં વિમાનમાંથી
ફેસબુક લાઇવ કરી શકીશું. મતલબ હવે
આકાશમાં પણ આપણને આરામ મળવાનો નથી.

‘ફ્લાઇટ ઇઝ રેડી ટુ ટેકઓફ. ઓલ પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ મોબાઇલ ફોન ઓર પુટ ઇટ ઇન ફ્લાઇટ મોડ.’ વિમાન ઊડવાની તૈયારી હોય એટલે મીઠા મધુરા અવાજમાં આપણને કહી દેવામાં આવે છે કે તમારો મોબાઇલ ફોન બંધ કરી દો અથવા એરોપ્લેન મોડ પર મૂકી દો. જે લોકો મોબાઇલથી તંગ આવી ગયા છે એને થોડીવાર તો એમ થાય જ કે હાશ શાંતિ. ફ્લાઇંગ અવર્સ બહુ હોય ત્યારે આપણને કામચલાઉ રિલેક્સેશન મળે છે. જોકે ઉત્પાતિયા જીવ એરોપ્લેન મોડમાં રહીને પણ ઓફ લાઇન કામ કરતા રહે છે.

એક સમય હતો જ્યારે ગેઝેટ્સ ચાલુ હોય તો પ્લેનમાં ટેક્નિકલ ઇસ્યુઝ ઊભા થતા હતા. હવે ટેક્નોલોજીએ એનો તોડ શોધી લીધો છે. આપણે જેમ બસ, કાર કે ટ્રેનમાં મોબાઇલ વાપરી શકીએ છીએ એ જ રીતે વિમાનમાં હજારો ફૂટ ઊંચે પણ મોબાઇલ વાપરી શકીશું. અલબત્ત એના ફાયદાઓ છે જ અને તમે માનો તો ગેરફાયદા પણ છે. તમે હવામાં પણ તમારું કામ કરી શકશો. ફ્રેન્ડ્સ સાથે ચેટ કે વિડિયો કોલ કરી શકશો.

જે લોકો ફ્રિક્વન્ટ ફ્લાયર્સ છે તેના માટે એર સફર માથાના દુખાવા જેવી બની રહેતી હોય છે એને ઇન્ટરનેટથી થોડી રાહત મળશે. વિમાનમાં પહેલી વખત બેસવાનો રોમાંચ જબરજસ્ત હોય છે પણ વારંવાર જનાર માટે વિમાનની મુસાફરી બોરિંગ બની જાય છે. એક-બે કલાકની મુસાફરીમાં તો હજુ વાંધો નથી આવતો પણ ઇન્ડિયાથી અમેરિકા જનારા લોકોને પૂછી જોજો કે એની શું હાલત થાય છે! આવા લોકો હવે વિમાનમાં બેઠાં બેઠાં ફોન મચડ્યા રાખશે.

વિમાનમાં ઇન્ટરનેટ સેવા એ આમ તો કોઇ નવી વાત નથી. અમુક સિલેક્ટેડ એરલાઇન્સ કંપનીઝ વર્ષોથી વિમાનમાં આ સેવા આપી જ રહી છે. શરૂઆતમાં ઓનબોર્ડ વાઇ-ફાઇ સેવા ચાર્જેબલ હતી. જોકે હવે એ એર સર્વિસનો જ એકભાગ બનતી જાય છે. દુનિયાના ઘણા દેશોએ વિમાનમાં ઇન્ટરનેટ ફેસિલિટીને મંજૂરી આપી દીધી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ પણ આ મામલે આપણા દેશ કરતાં આગળ છે. આપણા દેશમાં વિમાનમાં ઇન્ટરનેટ સર્વિસની હજુ મંજૂરી મળી નથી. આપણા દેશની ઘણી એરલાઇન કંપનીઝ આ માટે તૈયાર છે, એ લોકો સરકારના ગ્રીન સિગ્નલની જ રાહ જોઇને બેઠા છે. જોકે હવે નજીકના ભવિષ્યમાં આપણા દેશમાં પણ વિમાનમાં નેટ સર્વિસ શરૂ થઇ જાય એવી શક્યતા છે.

અમેરિકામાં ગોગો ઇન એર ઓનલાઇન કંપની વિમાનમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. ડેલ્ટા એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ, અમેરિકન એરલાઇન, વર્જિન એરલાઇન સહિત અનેક એરલાઇન્સ ગોગોની સેવા લે છે. આ ઉપરાંત વર્લ્ડની જાણીતી એરલાઇન કંપનીઝ એતિહાદ, અમિરાત, સિંગાપોર એરલાઇન્સ, કતાર એરવેઝ સહિત અસંખ્ય કંપનીઓ ઇનફ્લાઇટ વાઇ-ફાઇ સર્વિસ પૂરી પાડે છે. દુનિયાની આ એરલાઇન્સ કંપનીઝ પણ આપણા દેશના ગ્રીન સિગ્નલની રાહ જોઇ રહી છે. તેનું કારણ એ છે કે એ લોકો વાઇ-ફાઇ સેવા પૂરી પાડતાં હોય તો પણ એમનું એરક્રાફ્ટ ઇન્ડિયન એર સ્પેસમાં એન્ટર થાય પછી સર્વિસ આપી શકતાં નથી. મંજૂરી મળે તો આપી શકે.

વિશ્વમાં પણ હજુ ઓનબોર્ડ ઇન્ટરનેટ સર્વિસ સાવ કોમન નથી. સિલેક્ટેડ ફ્લાઇટ્સમાં જ મળે છે. જોકે ટેક્નોલોજી એ ઝડપે વિકસી રહી છે કે થોડાંક વર્ષોમાં સાવ જ કોમન થઇ જશે. આપણા દેશની વાત કરીએ તો આપણે ત્યાં હજુ ઓનબોર્ડ ઇન્ટરનેટ સર્વિસના ટેસ્ટિંગ ચાલે છે. આમ તો બધું ઓકે થઇ ગયું છે. હવે આપણી સરકાર ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇન્ડિયા ટેલિગ્રાફી રૂલ્સમાં સુધારા-વધારા કરે અને જાહેરાત કરે એટલી જ વાર છે.

આપણે ત્યાં હમણાં વિમાનમાં 25 હજાર ફૂટ ઉપરથી ફેસબુક લાઇવનો સફળ પ્રયોગ થયો. હનીવેલ એરોસ્પેસ ઇન્ડિયાના અધ્યક્ષ નીલુ ખત્રી અને કસ્ટમર બિઝનેસ લીડર શશી કાંચારલાએ બોઇંગ 757 ટેસ્ટ એરક્રાફ્ટમાંથી ફેસબુક ઉપર લાઇવ કર્યું. વિમાનમાંથી કોઇ પણ જાતના માઇનોર ડિસ્ટર્બન્સ વગર લાઇવ થયું. તેમણે કહ્યું કે, વિમાનમાં પચાસ એમબીપીએસ બૈંડ વિડ્થ મળે છે. હજુ ભવિષ્યમાં આ સ્પીડ વધે એવી પણ શક્યતાઓ છે જ. દેશની સરકાર અને સુરક્ષા એજન્સીઝ હવે મંજૂરી આપે એટલે સર્વિસ મળતી થઇ જશે.

વિમાનમાં વાઇ-ફાઇ માટે વિમાનની બહારની બાજુ એન્ટેના હોય છે. એ સેટેલાઇટ સાથે કનેક્ટ થાય છે. જમીન પર પણ સિગ્નલ્સ મોકલે છે. હજુ આ ક્ષેત્રમાં પણ નવા-નવા પ્રયોગો થઇ રહ્યા છે. વિમાન હવામાં હોય ત્યારે તેનાથી સૌથી નજીક જે સેટેલાઇટ હોય તેની પાસેથી કનેક્શન મળે છે. એ સેટેલાઇટ કયા પ્રકારનો છે અને કયા દેશનો છે તેના ઉપર પણ ઘણો આધાર રહે છે. જોકે એ બધી ટેક્નિકલ બાજુઓ છે. લોકોને એની સાથે કોઇ લેવા-દેવા હોતી નથી. લોકોને તો બસ વિમાનમાં વાઇ-ફાઇ સેવા મળવી જોઇએ. આપણે જે રીતે રાઉટર વાપરીએ છીએ એ જ રીતના રાઉટર વિમાનમાં હશે જે તમને વેવ્ઝ આપશે.

સ્માર્ટ ફોન, ગેઝેટ્સ અને ઇન્ટરનેટે આખી દુનિયા બદલી નાખી છે અને હજુ સતત દુનિયા બદલાઇ રહી છે. વેલ, નોટ બેડ, સારી વાત છે પણ એના કારણે માણસની લાઇફ વધુ બિઝી અને સ્ટ્રેસફુલ થઇ રહી છે. કંઇ વાંધો નહીં, ધીમે ધીમે લોકો પણ સમજવા લાગશે અને ગેઝેટ્સનો જરૂર પૂરતો જ ઉપયોગ કરશે. અત્યારે તો વિમાનમાં બે-ત્રણ વખત એનાઉન્સમેન્ટ ન થાય ત્યાં સુધી કોઇ મોબાઇલ બંધ કરતું નથી અને ફ્લાઇટ જેવી લેન્ડ થાય કે તરત જ મોબાઇલ ચાલુ કરી દે છે. હવે એ દિવસો દૂર નથી કે આવી પળોજણમાંથી મુક્તિ મળે. તમે લખી રાખજો, આવનારા સમયમાં સ્માર્ટ ફોનમાંથી એરોપ્લેન મોડ પણ નીકળી જશે કારણ કે તમે વિમાનમાં પણ આરામથી ઇન્ટરનેટ વાપરી શકતા હશો!

પેશ-એ-ખિદમત
આઇના બન કે અપના તમાશા દિખાયે હમ,
યૂં સામને રહે કિ નજર ભી ન આયે હમ,
દરપેશ હૈ ગુજિસ્તા રુતોં કા સફર હમે,
હૈરત ન કર કિ લૌટ કે વાપસ ન આયે હમ.

– અહમદ શહરયાર

લેખક : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment