શું ખરેખર? XIAOMI ના ફોન ઉપર પ્રતિબંધ મુકાવાનો છે?

106
xiaomi-ban


અત્યારે XIAOMI ના ફોન વિષે કોણ નથી જાણતું ! એક CHINA ની કંપની જેને ભારતમાં સ્માર્ટ ફોન નું આખું માર્કેટ ફેરવી લીધું, એની MI, REDMI અને બીજી ઘણી બધી સીરીસ ભારતમાં સફળ રહી છે. હાલમાં આ કંપનીએ ભારતમાં TV પણ ONLINE વેચવાના ચાલુ કર્યા છે જે મોબઈલની જેમ સફળ રહ્યા છે.

XIAOMI ની ખાસ વાત એની કિંમત છે. સેમસંગ અને નોકિયા જેવી મોટી મોટી કંપનીઓ જે FEATURES ૨૦ થી ૩૦ હજારમાં આપે છે, એજ FEATURES XIAOMI 10 થી ૧૫ હજારમાં આપે છે. અને આજ કારણે આજે મોટી મોટી કંપનીઓ આની સામે ઝુકી પડી છે.


પણ, આ એક ખબર તમને ચોંકાવી દે શે ! હા, COOLPAD નામની એક કંપનીએ XIAOMI ના ફોન પર પ્રતિબંધ મુકવા માટે માંગ કરી છે તેમજ ફરિયાદ પણ દાખલ કરી છે.

COOLPAD અને XIAOMI ઓછા બજેટ વાળા ફોન બનાવે છે અને એ બંને એકબીજાના હરીફ પણ છે.
સુત્રો ઉપરથી જાણવા મળ્યું છે કે XIAOMI કંપનીએ COOLPAD ની પેટન્ટ ચોરી કરી છે અને એ માટે જ COOLPAD કંપની એ એના વિરુદ્ધ દાવો પણ કર્યો છે.


અને આજ કારણે COOLPAD કંપનીએ XIAOMI ના Redmi Note4X, Mi 6, Mi Max2, Mi Note 3, Redmi 5 Plus, Mi Mix, Redmi Note5 અને Mi 5X ફોન ઉપર પ્રતિબંધ મુકવાની પણ અરજી કરી છે.


ફક્ત આટલું જ નહિ, COOLPAD કંપની એ આ પેટન્ટ ચોરી થવાને કારણે થયેલા નુકસાન માટે પણ ભરપાઈ ની માંગ કરી છે.
જોકે આ પેહલી વાર નથી કે કોઈ કંપનીએ XIAOMI ઉપર આવો કેસ કર્યો હોય. આની આગળ જાન્યુઆરીમાં પણ કોઈ કંપનીએ આ રીતનો જ કેસ XIAOMI ઉપર કર્યો હતો.

Leave a comment