યાદ રાખો મંગળવારના દિવસે હનુમાન પૂજામાં ભૂલથી પણ ના થાય આ 7 બાબતો

32

૧.) સામાન્ય રીતે મોટા ભાગે હનુમાનજીની પૂજા મંગળવારે અને શનિવારે ખાસ કરવામાં આવે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે જે લોકો હનુમાનજીની પૂજા અને વ્રત મંગળવારે કરે છે તેમણે મંગળવારે નિમક એટલે કે મીઠું ખાવું જોઈએ નહિ. આજના દિવસે મીઠાનો ત્યાગ કરવો જોઈએ.

૨.) જે લોકો હનુમાનજીની પૂજા અને વ્રત મંગળવારે કરે છે તેઓ જો દાનમાં મીઠાઈ(સ્વીટ) આપવાના હોય તો તેઓએ તે મીઠાઈ ભૂલથી પણ ન ખાવી જોઈએ. તે દિવસે તેનો ત્યાગ કરવો જોઈએ.

૩.) ખાસ યાદ રાખો કે કોઇ પણ સંજોગોમાં ભૂલથી પણ કાળા કે સફેદ વસ્ત્રો પહેરીને મંગળવારે હનુમાનજીની પૂજા કે વ્રત ન કરવા. કાળા કે સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કે વ્રત કરવાથી સકારાત્મક કે હકારાત્મક ને બદલે નકારાત્મક પ્રભાવ પડે છે. હનુમાનજીને લાલ, કેશરી કે પીળો રંગ ખુબજ પસંદ છે માટે તેની પૂજા લાલ, પીળા કે કેશરી રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ.

૪.) માંસ, શરાબ કે દારૂનું સેવન કર્યા પછી ભૂલથી પણ ક્યારેય ના તો હનુમાનજીના મંદિરમાં પ્રવેશ કરવો કે ના તો ઘરે પણ હનુમાનજીની પૂજા અર્ચના કે વ્રત કરવા. ભૂલથી પણ આમ કરવાથી હનુમાનજી ક્રોધિત થાય તો તેના પરિણામનો દંડ તમારે ભોગવવો પડે છે.

૫.) જો તમારું મન અશાંત હોય, બેચેન હોય કે તમે કોઈ ગુસ્સામાં હો ત્યારે પણ તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ નહિ. હનુમાનજી શાંતિપ્રિય છે માટે તેને આવા વાતાવરણમાં કરેલી પૂજાથી પ્રસન્નતા મળતી નથી. જેથી તે પૂજાનું ફળ પણ તમને મળતું નથી. પણ કદાચ નુકશાન જરૂર થઇ શકે છે.

૬.) સામાન્ય રીતે અનેક દેવી દેવતાઓના સ્થાપન પૂજન પછી તેનું ચરણામૃત લેવામાં આવે છે. પણ એક વાત ખાસ યાદ રાખો કે હનુમાનજીની પૂજામાં ચરણામૃત લેવામાં આવતું નથી. જેથી હનુમાનજીની પૂજા અર્ચના પછી ક્યારેય ચરણામૃત લેવાનો આગ્રહ રાખવો નહિ.

७.) જો હનુમાનજીની પ્રતિમા કે મૂર્તિ ખંડિત હોય તો તેની પૂજા અર્ચના કરવાનું વર્જિત માનવામાં આવે છે. એટલે કે જો હનુમાનજીની પ્રતિમા કે મૂર્તિ ખંડિત હોય તો તેની પૂજા કરવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે.  (ફક્ત હનુમાનજીની પ્રતિમા કે મૂર્તિ ખંડિત હોય એમ નહિ પણ કોઇ પણ દેવી  દેવતાઓની પ્રતિમા કે મૂર્તિ ખંડિત હોય તો તેની પૂજા કરવાની મનાઈ છે.) ખંડિત પ્રતિમા કે મૂર્તિની પૂજા કરવાથી કોઇપણ પ્રકારનું ફળ મળતું નથી. પરંતુ ક્યારેક અવળી અસર પણ પડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment