યે મી ટૂ.. મી ટૂ ક્યા હૈ..? યે મી ટૂ.. મી ટૂ..!

113

તાજેતરમાં એક વ્હોટ્સએપ પોસ્ટ વાચી… તેમાં કંઈક આવું લખ્યું હતું … “સાવચેત રહો, આજની  તમારી ‘સ્વીટુ’ કાલે ‘મી ટૂ’ બની શકે છે !!

હાલના દૃષ્ટિકોણને જોતાં, એવું લાગે છે કે દર વખતે સ્ત્રીઓએ જ જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. પણ આશ્ચર્ય તો એ હોય છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અમુક વર્ષો પછી જાતીય સતામણીનો ભોગ બનેલના મનમાં આવે છે! ઓહ .. આવું તો મને પણ થયું હતું… તે સમયે મને પજવવામાં જ આવી હતી ! પેલાએ ડાન્સ દરમ્યાન અથવા અભિનય દરમિયાન મને જ્યાં ત્યાં સ્પર્શ તો કર્યો હતો… ઓહ ભગવાન … આવું તો મારી સાથે પણ થયું છે કે થયું હતું… પેલાએ મારી સાથે જે કાંઈ કર્યું હતું તે તો ખરેખર જાતીય સતામણી હતી ! બુલાઓ મીડિયા કો… મોટા અવાજે બૂમો પાડવાનું શરૂ કરો… મી ટૂ .. મી ટૂ… મી ટૂ… ચાલો હું પણ જાહેર કરું કે હું કેટલી નિર્દોષ હતી અથવા હું કેટલી નિર્દોષ છું … અને મારી આવી જાતીય સતામણી કરનાર પેલો વ્યક્તિ કેવો છે.

આને નિર્દોષતા સમજવી કે શું !! આવા ત્રાગડા કરનાર સ્ત્રીને એવું પસંદ હશે કે પોતે – કહેવાતો – ત્રાસ ભોગવ્યો છે અથવા ભૂતકાળમાં પેલાએ તેને ક્યાંક સ્પર્શ કર્યો હતો તે બધું સાર્વજનિક રૂપે જાહેર થવું જોઈએ?  બસ… ચાલતી ગાડીમાં ચડી જાઓ… મી ટૂ.. મી ટૂ.. જાણે કેટલાક ફાયદા લેવાના ચૂકાઈ ગયા છે અને હવે રહી રહીને તેનો લાભ મેળવવા માટે આ બધો મી ટૂ… મી ટૂ નો બકવાસ ઉપડ્યો છે … મી ટૂ.. બોસ, મને ભૂલશો નહીં ભાઇ !

એક વાત તો બધા સ્વીકારે છે કે જો પુરુષ જરા અમથી પણ નજર માંડીને કોઈ પણ સ્ત્રીને જોઈ રહ્યો હોય, તો તે સ્ત્રીની છઠ્ઠી ઇન્દ્રિય તેના સબકોન્શિયસ માઈન્ડમાં એલાર્મ આપે જ છે. તો પછી આ બધીઓ કેમ અચાનક જાગી ઉઠે છે અને એના મનમાં પ્રકાશ પણ પડવા લાગે છે કે અરે ! મને પણ આમ જ જાતીય પરેશાની કરવામાં આવી છે, બાકી હું તો તદ્દન નિર્દોષ હતી… સમજો કે મને પજવવામાં આવી રહી હતી ત્યારે મને તો ખબર પણ નહોતી કે આને જાતીય પજવણી કહેવાતી હશે. (કદાચ એ સમયે ઘટી રહેલી ઘટના તેને આનંદ આપી રહી હોય અથવા .. અથવા .. અથવા તો જાતીય સતામણીનો આરોપ જેના પર મુકવામાં આવી રહ્યો છે તેના માધ્યમથી કંઈક બીજું પ્રાપ્ત કરવાનું સપનું હોય !).

કેમ ફક્ત પુરૂષો દ્વારા જ સ્ત્રીઓને હેરાન કરવામાં આવે છે ? શું એવું છે કે પુરૂષો ક્યારેય કોઈ પણ રીતે કોઇ પણ પ્રકારની સતામણીના ભોગ નહી બનતા હોય ?

સૌજન્ય અને સંકલન : www.kadakmithi.com  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment