“YouTube” થોડી વાર બંધ થયું તો યુઝર્સે લગાવ્યો પોલીસને ફોન, પછી મળ્યો કઈક આવો જવાબ…

16

યુટ્યુબ બુધવાર રાત્રે અંદાજે એક કલાક માટે બંધ થઇ ગયું અને આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો. યુટ્યુબર્સએ તો પરેશાન થઈને પોલીસને ફોન કરવાનું શરુ કરી દીધું.જી હા, યુટ્યુબ બંધ પડવાથી ઇન્ટરનેટ યુઝર્સની નીંદર ઉડી ગઈ. તેની બેચેની એ રીતે નજર આવી કે તેને વગર સમય ગુમાવતા સોશ્યલ મીડિયા પર બંધ પડેલા યુટ્યુબના સ્ક્રીનશોટ ચોટાડવાના શરુ કરી દીધા.

આના પર હજી તેને રહેવાણું નહિ તો તેને પોલીસ સ્ટેસન પર ફોન લગાવવાનું શરુ કરી દીધું. પોલીસે યુટ્યુબન સબંધમાં ઘણા ફોન અટેન્ડ કર્યા અને જવાબ આપતા આપતા થાકી ગયા. આ અંદાજે એક કલાકની અંદર થયું. મજબુરીમાં પોલીસે આખરે એક ટ્વીટ કરીને કહ્યું કે આ તકનીકી સમસ્યાને પોલીસ સરખી ન કરી શકે. મહેરબાની કરીને અહિયાં ફોન ન કરો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દુનિયા ભરમાં વિડીયો સ્ટ્રીમીંગ વેબસાઈટ ‘youtube’ ઘણું લોકપ્રિય છે. આનું સબુત અમેરિકા પોલીસને એ સમયે મળી ગયું જયારે લોકોએ અમેરિકા પોલીસ હેલ્પલાઇન નંબર 911 પર ફોન કરવાના શરુ કરી દીધા. ફક્ત એક કલાક યુટ્યુબ બંધ રહેવાના કારણે હજારો ફોન કોલ પોલીસે અટેન્ડ કરવા પડ્યા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ઘટના બુધવાર અંદાજે 7 વાગ્યાની છે.

આ ખોટા ફોનકોલ્સ ને રોકવા માટે આખરે અમેરિકા પોલીસે ટ્વીટ કરવું પડ્યું. યુટ્યુબ ડાઉન દરમિયાન ડેસ્કટોપ અને યુટ્યુબ એપ પણ ચાલી રહ્યા ન હતા. એટલે સુધી કે બીજી વેબસાઈટમાં યુટ્યુબના જે વિડીયો એમ્બેડ કર્યા હતા તેમાં પણ એરર નજર આવી રહી હતી. વિડીયો ચલાવવા પર યુઝર્સને 500 અને 503 ઇન્ટરનલ સર્વર એરર મેસેજ નજરે આવવા લાગ્યો. અને વિડિયોઝ પેઝ્ના ફક્ત થંબનેલ નજર આવી રહ્યા હતા. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર #youtubedoવન ટોપ ટ્રેંડ પણ બની ગયો.

કેટલાક લોકોએ કંપનીને સમસ્યા જલ્દીથી ઠીક કરવા માટે કહ્યું તો કેટલાક લોકોએ આના પર મજેદાર ટ્વીટ પણ કર્યું છે. આવું જ એક ટ્વીટ ફિલાડેલ્ફીયા પોલીસે કર્યું. ટ્વીટમાં લખ્યું, ‘હાં, અમારું યુટયુબ પણ ડાઉન છે. મહેરબાની કરીને, 911 પર કોલ ન કરો. અમે તેને ઠીક નહિ કરી શકીએ.’ આ સબંધમાં કંપનીએ સવારે ટ્વીટ કર્યું કે તે આ સમસ્યાના સમાધાનની દિશામાં કામ કરી રહી છે. કંપનીએ લખ્યું કે આ સમસ્યા દુર કરવા માટે તે જાણકારી દેશે. આ ટ્વીટના એક કલાકમાં જ યુટ્યુબ ફરી વખત શરુ થઇ ગયું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment